ગાઉન, ગાઉન અને માત્ર ગાઉન જ

નાની વયની યુવતીથી લઈને મોટી વયની મહિલા, બધાં જ ગાઉન પહેરવાનું પસંદ કરે છે

gown

ખુશ્બૂ મુલાની ઠક્કર

ગાઉનમાં ઘણા પ્રકાર આવે છે. જેમ કે ગાઉનને કૅઝ્યુઅલ અને ફૉર્મલ એમ બન્ને લુક આપી શકાય. તેથી ફૅબ્રિકમાં પણ અલગ-અલગ જાતના ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પ્યૉર કૉટન, પ્યૉર શિફૉન, રૉ સિલ્ક, ટસર સિલ્ક, નેટ, લિનન વગેરે. ગાઉનમાં જેવા ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે એવું જ એનું સ્ટાઇલિંગ આપવામાં આવે છે. ગાઉન પહેરવાનો એક જ ફાયદો કે પહેરવાથી ખૂબ એલિગન્ટ લુક આપે છે અને મિનિમાઇઝ જ્વેલરીમાં ફંક્શન પતી જાય છે.

કૅઝ્યુઅલ લુક

કૅઝ્યુઅલ લુક માટે કૉટનના અલગ-અલગ પ્રિન્ટેડ ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પોલ્કા ડૉટ્સ, સ્ટ્રાઇપ, ઑલઓવર બુટ્ટી, ઑલઓવર જાલ, ઑલઓવર મોટા બુટ્ટા વગેરે. આમાં પણ પ્રિન્ટનું મિક્સ ઍન્ડ મૅચ કરવામાં આવે છે. જેમ કે સ્ટ્રાઇપ સાથે ફ્લોરલ પ્રિન્ટ અથવા પોલ્કા ડૉટ્સ સાથે પ્લેન ફૅબ્રિક. ગાઉનમાં યોકવાળી પૅટર્ન હોય છે અથવા એ-લાઇન. એ પ્રિન્ટનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એના પર ડિપેન્ડ કરે છે. જો તમારી હાઇટ ઓછી હોય તો યોકવાળો ગાઉન પહેરવાનું ટાળવું. એના બદલે એ-લાઇન ગાઉન પહેરવો અને એમાં ખાસ કરીને રનિંગ પ્રિન્ટવાળો લેવો. રનિંગ પ્રિન્ટ એટલે કે જે પ્રિન્ટ વચ્ચે બ્રેક થતી નથી. રનિંગ પ્રિન્ટવાળો એ-લાઇન ગાઉન  પહેરવાથી હાઇટ વધારે લાગે છે. જો તમારો બેઝ એટલે કે હિપલાઇન વધારે હોય તો તમે આખો ગાઉન પ્લેન સિલેક્ટ કરી શકો જેમાં નીચે બુટ્ટા હોય અથવા આખા ગાઉનમાં ïઝીણી  પ્રિન્ટ હોય અને માત્ર બૉટમને મોટા બુટ્ટાથી હાઇલાઇટ કરવામાં આવે. કૉટન ગાઉનમાં લેયરિંગવાળાં ગાઉન પણ આવે છે. ફુલ-લેન્ગ્થ લેયરિંગ હોય છે અથવા એસિમેટ્રિકલ લેયરિંગ આપવામાં આવે છે અને એમાં સિંગલ કલર અથવા ડબલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. લેયરિંગમાં મિક્સ ઍન્ડ મૅચનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે મિક્સ ઍન્ડ મૅચ પ્લેન કલરમાં કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ આપીને અથવા અલગ-અલગ પ્રિન્ટ સાથે કરવામાં આવે છે. કૉટન પ્રિન્ટેડ ગાઉન રેડી તો મળે જ છે, પરંતુ જો તમારે ગાઉન સીવડાવવો હોય તો કલમકારી ફૅબ્રિક લઈ શકો. એમાં હાઈ કૉલર આપવો. યોક આપીને બૉક્સ પ્લીટ આપવી. આ સ્ટાઇલિંગ લાંબીપાતળી યુવતીઓને જ સારું લાગશે. યોક પર પ્લીટ આવવાથી થોડો ભરેલો લુક આવે છે. જેમનું ભરાવદાર શરીર છે તેમણે ઉપરથી કળીવાળો ગાઉન પહેરવો.

ફૉર્મલ લુક

ફ્લોર-લેન્ગ્થ ગાઉન ફૉર્મલ અને ટ્રેડિશનલ એમ બન્ને લુક આપે છે. તમારે કયા ફંક્શનમાં પહેરવાનો છે એના પર એ ડિપેન્ડ કરે છે. ફૉર્મલ અને ટ્રેડિશનલ લુક આપતાં ગાઉન મોટે ભાગે હેવી ફૅબ્રિકમાં બનાવવામાં આવે છે. જેમ કે રૉ-સિલ્ક. રૉ- સિલ્કના ગાઉન ફ્લોઈ નથી લાગતા, પરંતુ જાજરમાન લાગે છે. રૉ-સિલ્ક ફૅબ્રિકના હિસાબે ગાઉન શરીરથી અળગાં રહે છે. રૉ-સિલ્ક ફૅબ્રિકના ગાઉનમાં વધારે પૅટર્નની જરૂર નથી હોતી. માત્ર સ્માર્ટ સ્ટાઇલિંગથી આખા ગાઉનનો નિખાર આવી શકે. જો તમારું ભરાવદાર શરીર હોય તો તમારે રૉ-સિલ્કનો ગાઉન પહેરવાનું ટાળવું. રૉ-સિલ્ક શરીરથી અળગું રહે છે, જેથી શરીરનો ઘેરાવો વધારે લાગે છે. લાંબીપાતળી યુવતીઓ રૉ-સિલ્કના ગાઉન  પહેરી શકે જેથી તેઓ થોડી ભરેલી લાગે. સ્થૂળ શરીરવાળા પ્યૉર પ્રિન્ટેડ શિફોનનું ગાઉન  પહેરી શકે. વધારે ફૅન્સી લુક જોઈતો હોય તો નેટનો ગાઉન પહેરી શકાય. નેટના ગાઉનમાં વર્ક વધારે હોય છે એથી દેખાવમાં વધારે હેવી લાગે છે અને આમ લાઇટ વેઇટ હોય છે, જેથી પહેરવામાં આરામદાયક લાગે છે. રૉ-સિલ્કના ગાઉનમાં ડીસન્ટ પૅટર્ન જ સારી લાગે છે, જ્યારે નેટના ગાઉનમાં તમે અલગ-અલગ વરાઇટી આપી શકો. જેમ કે નેકમાં અને બૅકમાં થોડો ટ્રાન્સપરન્ટ લુક આપી શકાય. યંગ એજના ઇનકટ કે હૉલ્ટર સ્ટાઇલ ગાઉન  પહેરી શકે અને મિડલ એજ નેટના ગાઉનમાં બૅકમાં કંઈક ટ્રાન્સપરન્ટ પૅટર્નવાળો ગાઉન  પહેરી શકે. સ્થૂળ શરીરવાળાઓએ આખો ટ્રાન્સપરન્ટ ગાઉન ન પહેરવો, બે લેયરવાળો ગાઉન પહેરી શકાય. આવા ગાઉનમાં વધારે જ્વેલરીની જરૂર પડતી નથી. મિનિમલ જ્વેલરી લુક જ બેસ્ટ લાગે છે. જેમ કે કાનમાં માત્ર સ્ટડ અને હાથમાં માત્ર એક સ્ટેટમેન્ટ બ્રેસલેટ સારું લાગી શકે. હેરમાં મેસી લુક આપવો. તમારો ગાઉન કેવો છે અને કયા ફંક્શનમાં પહેરવાનો છે એના પર એ ડિપેન્ડ કરે છે. અથવા તો સ્ટ્રેટ હેર રાખી શકો કે હાઈ બન વાળી શકો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK