ટ્રેડિશનલ અને ફ્રેશ લુક આપતું ગોટાવર્ક

ગોટાવર્કમાં ફુલ ડ્રેસ-પીસ તો મળે જ છે; પરંતુ સાડી, ઓન્લી ટૉપ, હેવી દુપટ્ટા વગેરે બનાવાય છે. એ ઉપરાંત પર્સ, ક્લચ, બેન્ગલ્સ, જ્વેલરી અને પગમાં પહેરવાની મોજડી પણ બને છે

gota1

ખુશ્બૂ મુલાની ઠક્કર

ગોટાવર્ક રાજસ્થાનનું બહુ જાણીતું હૅન્ડવર્ક છે. ગોટાવર્ક એક ઍપ્લિક વર્ક છે એટલે કે  જરીમાંથી નાના અલગ-અલગ શેપના પીસ બનાવવામાં આવે છે અને પછી એને કપડા પર સીવવામાં આવે છે. ગોટાવર્કના આઉટફિટમાં હૅન્ડવર્ક થયેલું હોવાને કારણે એ મોંઘાં મળે છે. ગોટાવર્ક હંમેશાં બ્રાઇટ કલર પર સારું લાગે છે. રેડ, ગ્રીન, બ્લૅક, બ્લુ અને એના પર ગોલ્ડન કલરનું ગોટાવર્ક.

(૧) સલવાર-કમીઝ

સલવાર-કમીઝ પર ગોટાવર્ક ટ્રેડિશનલ લુક આપે છે. સલવાર-કમીઝમાં ઘણી વરાઇટી આવે છે, જેમ કે ટૉપ અને સલવાર બન્નેમાં ગોટાવર્ક. માત્ર ટૉપમાં ગોટાવર્ક અને સલવાર પ્લેન અથવા તો સલવાર ગોટાવર્ક ટૉપ પ્લેન. બૉડી-ટાઇપ અને સ્કિન-ટોન પ્રમાણે ગોટાવર્કવાળા ડ્રેસની પસંદગી કરવી. જો તમારું સુડોળ શરીર હોય તો તમે સલવાર અને ટૉપ બન્નેમાં ગોટાવર્ક હોય એવું પહેરી શકો. સુડોળ શરીરવાળાઓએ આખો ડ્રેસ ગોટાવર્કવાળો પસંદ કરવો, કારણ કે ગોટાવર્ક એ એક વૉલ્યુમાઇઝ વર્ક છે એટલે કે વર્ક પોતે દેખાવમાં ખૂબ હેવી લાગે છે એને લીધે ખૂબ ભરેલો લુક આવે છે. જો તમે પાતળા હશો તો વર્કનો ભરેલો લુક એક્સ્ટ્રા લુક આપશે. જો તમારો મજબૂત બાંધો હોય તો તમે માત્ર ટૉપમાં ગોટાવર્ક હોય એવો ઑપ્શન સિલેક્ટ કરી શકો એટલે કે ટૉપમાં કુર્તાપટ્ટીમાં ગોટાવર્ક અને દામનમાં ગોટાવર્કની બૉર્ડર અને બુટ્ટાનું કામ હોય એવું ટૉપ પહેરી શકો અને એની સાથે ચૂડીદાર પહેરવો જે પ્લેન હોય. આવી રીતે પહેરવાથી બ્રાઇટ અને ભરેલો લુક થોડો ઓછો આવશે.

gota work

(૨) સાડી

સાડીમાં મોટા ભાગે ગોટાવર્કની બૉર્ડર જ હોય છે. સાડી પ્યૉર ક્રૅપ, શિફોન કે સિલ્કની હોવી જરૂરી છે. ગોટાવર્ક પ્લેન તો સારું લાગે જ છે, પરંતુ બાંધણી કે લહેરિયા પર પણ કરવામાં આવે છે. પ્લેન સાડીમાં અલગ કલરનો પટ્ટો લગાડી એના પર ગોટાવર્ક કરવામાં આવે છે. એટલે કે જો તમારી સાડી ઑરેન્જ કલરની હોય તો એના પર રાની કલરનો પટ્ટો મૂકવો અને પછી એના પર ગોટાવર્ક કરાવવું. બાંધણી અને લહેરિયા પર તો સીધું જ કામ કરવામાં આવે છે. એમાં પ્રિન્ટ મુજબ બુટ્ટી પણ મૂકવામાં આવે છે. સેમી પ્રિન્ટેડ જ્યૉર્જેટ પર પણ ગોટાવર્ક સારુંં લાગી શકે.

(૩) ઘાઘરાચોળી

ઘાઘરાચોળીમાં ગોટાવર્ક કરાવવાનું બહુ ઓછા લોકોને ગમે છે. ગોટાવર્કવાળા ઘાઘરા રૉયલ લુક આપે છે, કારણ કે ગોટાવર્ક એક ક્લાસી વર્ક છે. ઘાઘરામાં વધારે વર્ક હોવાથી વર્ક ખૂબ સુંદર લાગે છે અને હેવી લુક આપે છે. ગોટાવર્કવાળા ઘાઘરા પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. ઘાઘરામાં વર્કની ડિઝાઇનના ઘણા ઑપ્શન આવી શકે, જેમ કે માત્ર બૉર્ડર જ હોય અથવા તો બૉર્ડર અને એના પર બુટ્ટા અથવા તો બૉર્ડર અને પછી જાલની ડિઝાઇન. ઘાઘરા માટે ગોટાવર્ક સિલ્ક ફૅબ્રિક પર સારું લાગી શકે. સિલ્ક ફૅબ્રિકમાં શાઇન હોય છે અને એ ગોટાવર્કની શાઇન સાથે મૅચ પણ થાય છે. ઘાઘરામાં ગોટાવર્ક કેવી રીતે પહેરવું છે એનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે જો તમારો ઘાઘરો અને બ્લાઉઝ સેમ કલરનાં હોય તો કલર-કૉમ્બિનેશન માટે ધ્યાન રાખવાની જરૂર નથી, પરંતુ જો તમે ઘાઘરા સાથે કૉન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવાના હો તો ચીવટ માગી લેશે. જો તમારો ઘાઘરો બ્લૅક કલરનો હોય તો કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ માટે તમે શૉકિંગ પિન્ક કલરનું બ્લાઉઝ બનાવી શકો, પરંતુ એ શૉકિંગ પિન્ક કલરનો ઉપયોગ ઘાઘરામાં પણ કરવો. બ્લૅક કલરના ઘાઘરામાં પિન્ક કલરનો પટ્ટો મૂકી એના પર ગોટાવર્ક કરાવવું. પ્લેન ફૅબ્રિક કરતાં પ્રિન્ટેડ ફૅબ્રિકનો ઉપયોગ કરવો. દુપટ્ટામાં પિન્ક અને બ્લૅક કલરનું શેડિંગ કરાવવું. દુપટ્ટામાં પાતળી ગોટાવર્કની બૉર્ડર અને બુટ્ટી આપવી.

(૪) દુપટ્ટા

ગોટાવર્કનો ફુલ ડ્રેસ-પીસ હોય કે ન હોય, પણ એક દુપટ્ટો તો હોવો જ જોઈએ. ગોટાવર્કવાળો દુપટ્ટાનો તમે મલ્ટિપર્પઝ યુઝ કરી શકો. ગોટાવર્કવાળો રેડ અથવા બ્લૅક જે કોઈ પણ ડ્રેસ સાથે મૅચ થાય એવો દુપટ્ટો વસાવવો. પ્લેન બ્લૅક ડ્રેસ સાથે રેડ અથવા બ્લૅક કલરનો ગોટાવર્કનો દુપટ્ટો પહેરવો. ગોટાવર્ક સાથે મૅચ થાય એવાં કુંદનનાં ઈયર-રિંગ નદાન વર્કવાળાં પહેરવાં. પગમાં હાઈ હીલ્સ પહેરવાં. એક હાથમાં કુંદનવર્કવાળું બ્રેસલેટ અને એક હાથમાં કુંદનવર્કવાળી રિંગ પહેરવી. એ જ ગોટાવર્કવાળો દુપટ્ટો તમે બાંધણી કે લહેરિયાનાં ઘાઘરાચોળી સાથે પહેરી શકો. દુપટ્ટામાં ગોટાવર્કની ડિઝાઇનના ઘણા ઑપ્શન હોય છે જેમ કે દુપટ્ટામાં ઓન્લી બૉર્ડર, બૉર્ડર અને સાથે બુટ્ટી, જ્યૉમેટ્રિક અથવા ફ્લોરલ જાલ. જો તમારું ભરેલું શરીર હોય તો ડેલિકેટ ડિઝાઇન પસંદ કરવી. જો હેવી જાલવાળી ડિઝાઇન પસંદ કરશો તો વધારે બ્રૉડ લાગશે.

(૫) બૅગ્સ અને ક્લચ

ગોટાવર્ક બૅગ્સ અને ક્લચમાં પણ જોવા મળે છે. બૅગ્સમાં કૅઝ્યુઅલથી લઈને ફૉર્મલ બધામાં જ ગોટાવર્કનો ઑપ્શન મળે છે. ડિપેન્ડિંગ કે તમારે કેવા ફંક્શનમાં જવાનું છે. જો કોઈ ટ્રેડિશનલ ફંક્શન હોય તો તમે ગોટાવર્કવાળો બટવો લઈ શકો. જો કોઈ કૅઝ્યુઅલ આઉટિંગ  હોય તો એ ગોટાવર્કવાળી ટોટ બૅગ લઈ શકો અને જો કોઈ વેડિંગમાં જવાનું હોય તો ક્લચ સારું લાગશે. ગોટાવર્કવાળી બૅગ અને ક્લચ વગેરે મેક ટુ ઑર્ડર પણ થઈ શકે, તમારા આઉટફિટને અનુરૂપ.

(૬) જ્વેલરી અને ફુટવેઅર

ગોટાવર્કવાળી જ્વેલરી બહુ ઓછા પહેરવાનું પસંદ કરે છે. ગોટાવર્કવાળી જ્વેલરી બહુ બ્રાઇટ અને અટ્રૅક્ટિવ લાગે છે. ગોટાવર્કવાળી જ્વેલરીમાં આખો સેટ આવે છે એટલે કે ગળામાં પહેરવાનો નેકલેસ, ઈયર-રિંગ, ઝૂમખાં, હાથના પોચા, બેન્ગલ્સ, ફિંગર-રિંગ અને પાયલ. ગોટાવર્કવાળી જ્વેલરી પહેરવી હોય તો એવું ચોક્કસ આઉટફિટ પણ હોવું જરૂરી છે. ગોટાવર્કવાળી જ્વેલરી પર્ટિક્યુલર ફંક્શનમાં સારી લાગે છે જેમ કે જેનાં લગ્ન થવાનાં હોય તેની પોતાની મહેંદી-સેરેમનીમાં કે પછી કોઈ કિટી પાર્ટીના ટ્રેડિશનલ કે સબ્જેક્ટિવ થીમમાં પહેરી શકાય, પરંતુ ગોટાવર્કની બેન્ગલ્સ તમે કૅઝ્યુઅલી પણ પહેરી શકો. જેમ કે પટિયાલા અને શૉર્ટ કુર્તા સાથે ગોટાવર્કની બેન્ગલ્સ અને પગમાં ગોટાવર્કવાળી મોજડી પહેરીને એક બૅલૅન્સ લુક મેઇન્ટેન કરી શકાય. જો તમને થોડો ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો એન્કલ લેન્થનું ડેનિમ પહેરી એની સાથે લૉન્ગ શિફોનની કુર્તી પહેરવી અને એની સાથે ગોટાવર્કનાં ઝૂમખાં પહેરવાં. હાથમાં ગોટાવર્કવાળું બ્રેસલેટ કે કલર-કલરની બેન્ગલ્સ પહેરી પગમાં ગોટાવર્કની મોજડી પહેરી એક પર્ફેક્ટ લુક આપી શકાય.

પૉઇન્ટ્સ ટુ બી નૉટેડ

ગોટાવર્કવાળી જ્વેલરી હંમેશાં કૉમ્બિનેશનમાં બને છે એટલે કે ગોટાવર્ક સાથે ક્રોશિયો, મિરર, ટીકી કે પછી પર્લ. પ્રસંગને અનુરૂપ તમે જ્વેલરીની પસંદગી કરી શકો.

ગોટાવર્કમાં હવે આરતીની થાળી પણ મળે છે.

ઘરમાં બાંધવાનાં તોરણ, શૉર્ટ હૅન્ગિગ્સ અને ડેકોરેટિવ મૅટ પણ બને છે.

દુલ્હનના આણા-ડેકોરેશન માટે પણગોટાવર્કવાળી વસ્તુઓનો ઉપયોગ થાય છે.

એન્વલપ પણ ગોટાવર્કવાળાં મળે છે.

જો તમે ગોટાવર્ક કરાવડાવી ન શકતા હો તો ગોટાવર્કની લેસ ખરીદી એમાંથી મનપસંદ વસ્તુ બનાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK