પાછો ટ્રેન્ડમાં આવ્યો છે આઉટડેટેડ ગણાતો ગજરો

માત્ર લગ્નપ્રસંગોમાં જ નહીં, બીજા પણ ઘણા પ્રસંગોમાં ગજરાની હેરસ્ટાઇલ અપનાવવામાં આવી રહી છે

gajara


જેમ ગાડીનાં પૈડાં ગોળ-ગોળ ફરે એમ ફૅશનની ગાડીનાં પૈડાં પણ ગોળ-ગોળ ફરે છે. થોડા સમય પહેલાં આઉટડેટેડ દેખાતી ફૅશન હવે ફરી ફૅશન-માર્કેટમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. આ આઉટડેટેડ ફૅશનને લેટેસ્ટ કરવાનું શ્રેય આપણી સેલિબ્રિટીઓને જાય છે. તેઓ પોતાની રીતે ફૅશન કરે છે પછી એ આઉટડેટેડ હોય કે લેટેસ્ટ.

આવી જ એક આઉટડેટેડ ફૅશનને આપણી સેલિબ્રિટીઓ ફરી પાછી ફૅશનમાં લાવી છે. એ ફૅશન છે માથા પર ગજરાની હેરસ્ટાઇલ.

ગજરો સ્ત્રીના શૃંગારમાં બહુ મોટું મહત્વ ધરાવે છે. પહેલાં એક પણ પ્રસંગ એવો નહોતો કે માથામાં ગજરાની હેરસ્ટાઇલ ન હોય. નાનાથી મોટા પ્રસંગોમાં માથાની હેરસ્ટાઇલ માટે ગજરો બહુ મહત્વનો ભાગ ભજવતો હતો. પણ પછી માથાની હેરસ્ટાઇલમાં નવા-નવા ટ્રેન્ડ્સ આવ્યા કે ગજરાની હેરસ્ટાઇલ બાજુ પર જ રહી ગઈ. જોકે હવે પાછી આ હેરસ્ટાઇલ ટ્રેન્ડમાં આવી રહી છે. હવે તમે બિન્દાસ ગજરાની હેરસ્ટાઇલ કરી શકો છો. આના વિશે બોરીવલીમાં પોતાનું બ્યુટી-પાર્લર ચલાવતાં બ્યુટિશ્યન જયા સોલંકી કહે છે, ‘પુરાતન કાળથી શુભ પ્રસંગોમાં ગજરાની ભાગીદારી રહી છે, પણ ગ્લોબલાઇઝેશનના યુગમાં વેસ્ટર્ન સ્ટાઇલના અપ્રોચ સામે ગજરો આઉટડેટેડ થવા લાગ્યો. લોકોના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે ગજરો ઓલ્ડ ફૅશન છે, પણ હવે આ માન્યતાને જડમૂળથી કાઢી નાખવાનો સમય આવી ગયો છે. આપણી સેલિબ્રિટીઓ પણ હવે ઇવેન્ટમાં માથા પર ગજરાની હેરસ્ટાઇલ કરે છે. એટલે હવે ગજરાની ફૅશન ઓલ્ડ ફૅશન નહીં પણ લેટેસ્ટ ફૅશન બની ગઈ છે. હવે માત્ર લગ્નપ્રસંગોમાં જ નહીં, બીજા પણ ઘણા પ્રસંગોમાં ગજરાની હેરસ્ટાઇલ અપનાવવામાં આવી રહી છે.’

આમ તો ગજરો પોતે જ એક હેરસ્ટાઇલનો ભાગ છે, પણ આપણી એવી ઘણી હેરસ્ટાઇલ છે જેને તમે જો ગજરાથી સજાવશો તો તમારી હેરસ્ટાઇલને એક નવો અને અનેરો લુક મળશે. સીધોસાદો અંબોડો (બન) બાંધ્યો હોય કે પછી મેસી બન કે પછી ચોટલો, આ દરેક હેરસ્ટાઇલમાં ગજરો લગાવવાથી તમારા શૃંગારમાં એક અનેરો રંગ પૂરે છે. અંબોડામાં તમે ઉપરની બાજુ અર્ધચંદ્રાકારના શેપમાં વેણી લગાવી શકો છો. આ સિવાય તમે આખા અંબોડામાં પણ ગજરો લગાવી શકો છો. બન સાથે ચોટલો એટલે ઉપરથી બન અને બનની વચ્ચેથી ચોટલો કાઢીને બન અને ચોટલા પર ગજરો લગાડી શકો છો. આ સિવાય સાદા સિમ્પલ ચોટલા પર ગજરો લગાડીને ચોટલાને આકર્ષક બનાવી શકો છો. આખા ચોટલા પર ગજરો ન લગાડવો હોય તો માત્ર ચોટલાના ઉપરના ભાગમાં એકસાથે બહુબધા ગજરા લગાડી શકો છો. જો તમારે બન પર ગજરો ન લગાડવો હોય તો બનની બાજુને ફૂલોથી સજાવી શકો છો. આ સિવાય ફ્રેન્ચ રોલમાં પણ બાજુમાં તમે ગજરાનું ડેકોરેશન કરી શકો છો. આમ તો ગજરો જનરલી સાડી કે ચણિયા-ચોલી પર જ સારો લાગે છે, પણ અમુક પંજાબી ડ્રેસ પણ એવા છે જેમાં ગજરો સૂટ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK