ફૉરએવર ફેવરિટ શૉર્ટ્સ

શૉર્ટ્સ ગરમીમાં પહેરવાનો બેસ્ટ ઑપ્શન છે. જીન્સ જ્યારે પહેરીનેથાકી જવાય ત્યારે એેને ઘરે જ કાપી એમાંથી મનપસંદ માપનાં શૉર્ટ્સ બનાવતા, પરંતુ હવે માર્કેટમાં ઘણા ઑપ્શન ઉપલબ્ધ છે. જેમ કે ડેનિમ, કૉટન પ્લેન અને પ્રિન્ટેડ, હોઝિયરી, કાર્ગો અને સ્વિમિંગ શૉર્ટ્સ વગેરે

shorts

ખુશ્બૂ મુલાની ઠક્કર

ડેનિમ

ડેનિમ શૉર્ટ્સ રેડી પણ મળે છે, પરંતુ ઘરે જીન્સ કાપીને પહેરવાની મજા જ કંઈક અલગ હોય છે. ડેનિમ શૉર્ટ્સ જ્યારે પણ ઘરે કટ કરો પછી એને નીચેથી સિવડાવવી નહીં. ડેનિમ શૉર્ટ્સનો લુક એમાં જ આવે છે. ડેનિમ શૉર્ટ્સ સાથે લૂઝ ટી-શર્ટ તો સારું લાગે જ છે, પરંતુ જો તમારું વેલ-બિલ્ટ ફિઝિક હોય તો તમે બૉડી-હગિંગ બનિયાન પહેરી શકો. એની સાથે પગમાં સ્લિપર અથવા સ્પોર્ટ્સ શૂઝ મોજાં વગર પહેરી શકાય. ડેનિમ શૉર્ટ્સ ખાસ કરીને યંગસ્ટર પર વધારે સારું લાગે છે. ડેનિમ શૉર્ટ્સની લેન્ગ્થ તમારી બૉડી-ટાઇપ પ્રમાણે સિલેક્ટ કરવી.

કૉટન પ્લેન

કૉટન પ્લેન શૉર્ટ્સમાં બે ઑપ્શન હોય છે. એક તો એ જેમાં ઇલૅસ્ટિક હોય અને બીજું જેમાં પ્રૉપર કમરના માપના હિસાબે બટન અને ઝિપ હોય. જેમાં ઇલૅસ્ટિક હોય છે એ માત્ર ઘરમાં જ પહેરી શકાય, લૂઝ ટી-શર્ટ સાથે. જેમાં પ્રૉપર કમરના માપ પ્રમાણે બટન હોય છે એ પહેરીને તમે આફ્ટર-ડિનર નીચે પણ પહેરીને જઈ શકો અથવા તો ફ્રેન્ડ્સ આઉટિંગ માટે પણ સારો ઑપ્શન છે. તમે ક્લબિંગના શોખીન હો અને કંઈક અલગ ટ્રાય કરવું હોય તો બેજ કલરનું કૉટનનું શૉર્ટ્સ લેવું. એના પર કોઈ પણ પેસ્ટલ શેડનું અથવા બ્લૅક કલરનું પ્લેન ફૉર્મલ શર્ટ પહેરી એને ઇનશર્ટ કરવું. બેલ્ટ પહેરવો અને પગમાં બ્લૅક કલરનાં શૂઝ પહેરવાં.

કૉટન પ્રિન્ટેડ

કૉટન પ્રિન્ટેડ શૉર્ટ્સ એટલે કે જેમાં કૉટન ફૅબ્રિક પર અલગ-અલગ જાતની પ્રિન્ટ કરવામાં આવી હોય. આવાં શૉર્ટ્સ ખાસ કરીને હૉલિડે આઉટિંગમાં વધારે સારાં લાગે છે. આમાં કલર ઑપ્શન સાથે પ્રિન્ટના પણ ઘણા ઑપ્શન આવે છે. તમારી ઉંમર પ્રમાણે કલર અને પ્રિન્ટની પસંદગી કરવી અને કૉટન પ્રિન્ટેડ શૉર્ટ્સ સાથે તમે એક ડીસન્ટ અને એક ફન્કી લુક પણ આપી શકો. ડિપેન્ડ્સ કે તમારે ક્યાં પહેરવાનું છે.

હોઝિયરી

હોઝિયરી શૉર્ટ્સને તમે ઑલ ડે શૉર્ટ્સ કહી શકો. હોઝિયરી શૉર્ટ્સ પહેરીને તમે મૉર્નિંગ વૉક માટે પણ જઈ શકો અને જિમમાં પણ જઈ શકો. હોઝિયરી શૉર્ટ્સ કૉટન લાયક્રામાંથી બનાવવામાં આવે છે. માટે એ આસાનીથી સ્ટ્રેચ થઈ શકે છે અને કૉટન હોવાથી પરસેવો પણ જલદીથી ઍબ્સૉર્બ કરે છે જેથી ગરમી પણ નથી થતી. હોઝિયરી શૉર્ટ્સ સાથે પ્લેન અથવા પ્રિન્ટેડ ટી-શર્ટ જ સારાં લાગે છે.

કાર્ગો શૉર્ટ્સ

કાર્ગો ટ્રાઉઝરને કાપીને કાર્ગો શૉર્ટ્સ બનાવવામાં આવે છે. કાર્ગો શૉર્ટ્સ/ટ્રાઉઝર કૉમ્બૅટ શૉર્ટ્સ કહેવાય છે. કૉમ્બૅટ એટલે કે જે ટ્રાઉઝર લૂઝ હોય અને જે ટ્રાઉઝર પર મોટાં પૉકેટ પૅચની જેમ લગાડવામાં આવ્યાં હોય. કાર્ગો પૅન્ટ્સનો ઉપયોગ મિલિટરીમાં થાય છે માટે કાર્ગો પૅન્ટ્સ ગ્રીન કલરમાં હોય છે. ઓરિજિનલ કાર્ગો શૉર્ટ્સ ગ્રીન કલરમાં હોય છે, પરંતુ હવે આમાં ઘણા કલર ઑપ્શન આવે છે. બેજ કલર બદલાય પરંતુ પ્રિન્ટ તો એની એ જ રહે. કાર્ગો શૉર્ટ્સ સાથે કૉન્ટ્રાસ્ટ કલરમાં ટી-શર્ટ વધારે સારાં લાગે છે. જેમ કે ગ્રીન કલરના કાર્ગો શૉર્ટ્સ સાથે વાઇટ અથવા બ્લૅક પ્લેન ટી-શર્ટ સારું લાગી શકે.

સ્વિમિંગ શૉર્ટ્સ

સ્વિમિંગ શૉર્ટ્સ એટલે જે માત્ર સ્વિમિંગ માટે પહેરવામાં આવતાં હોય. આ શૉર્ટ્સ સ્વિમિંગ કૉસ્ચ્યુમની જેમ શરીરને ચોંટીને નથી રહેતું, પરંતુ પહેરવામાં અને દેખાવમાં લૂઝ શૉર્ટ્સ જેવું લાગે છે. ફૅમિલી કે ફ્રેન્ડ્સ સાથે બીચ પર પાર્ટી કર્યા પછી જો ક્યાંય બહાર જવાનું હોય તો આવાં શૉર્ટ્સ સારાં લાગે. સ્વિમિંગ શૉર્ટ્સ સ્વિમિંગ કૉસ્ચ્યુમ જેવાં નથી લાગતાં અને પાણીમાં ભીંજાયા પછી જલદીથી સુકાઈ પણ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK