ક્લાસિક અને એલિગન્ટ લુક માટે કરાવો ફિંગર-ટૅટૂ

આંગળીઓને સુશોભિત કરવા માટે કરવામાં આવતાં આ ટૅટૂ શું ઍડ્વાઇઝેબલ છે? આવો, આપણે જાણીએ ટૅટૂ-આર્ટિસ્ટો પાસેથી કે તેઓ આના વિશે શું કહે છે

finger tattoo



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આંગળીઓમાં હજી સુધી માત્ર વીંટી જ પહેરાતી હતી, પણ હવે તમે આંગળીઓને બીજી રીતે પણ સજાવી શકો છો. એ છે ફિંગર-ટૅટૂથી. આ ફિંગર-ટૅટૂ થોડા સમયથી ઘણાં પ્રચલિત થઈ રહ્યાં છે. આનો ક્રેઝ યંગસ્ટર્સ અને મહિલાઓમાં વધારે જોવા મળે છે. ઘાટકોપરના

ટૅટૂ-આર્ટિસ્ટ નિખિલ ભાનુશાલી કહે છે, ‘અમારી પાસે ઘણા લોકો ફિંગર-ટૅટૂ કરવા આવે છે. એમાંથી અમુક લોકો એવા પણ હોય છે જે પહેલી વાર ટૅટૂ કરાવતા હોય છે. એટલે એ લોકો શરૂઆત નાના ટૅટૂથી કરે છે અને અમુક લોકો એવા પણ હોય છે જેને નાનાં ટૅટૂ જ ગમતાં હોય છે. ફિંગરમાં તમે નાનાં ટૅટૂ જ કરી શકો. એટલે તેઓ ફિંગર પર ટૅટૂ કરાવે છે. ફિંગર-ટૅટૂ અત્યારે બહુ ફેમસ થઈ રહ્યાં છે.’

ડિઝાઇન

આંગળીઓ પર થતા ટૅટૂની સાઇઝ નાની હોય છે. એટલે ત્યાં એવાં જ ટૅટૂ થઈ શકે જે નાનાં હોય અને સ્માર્ટ લુક આપે. એટલે ટૅટૂ-ડિઝાઇનમાં નાનાં બર્ડ, હાર્ટ, મોરપીંછ, જેવાં નાનાં ટૅટૂ ઘણાં લોકપ્રિય છે. એ સિવાય ઘણા લોકો આંગળી પર કપલ-ટૅટૂ પણ કરાવે છે જેમાં કપલ પોતાની આંગળી પર એકબીજાનું નામ લખે છે અથવા એકબીજાના નામનો પહેલો આલ્ફાબેટ લખે છે. ઘણા લોકો આંગળીઓમાં કંઈક શબ્દો પણ લખે છે. કોઈક લોકો કોઈ ઍનિમલના ફોટો પણ ડ્રૉ કરાવે છે. એ વિશે જણાવતાં મલાડના ટૅટૂ-આર્ટિસ્ટ સની ભાનુશાલી કહે છે, ‘મારી પાસે એવા ઘણા કસ્ટમર આવે છે જે તેમની પર્સનાલિટી દર્શાવતા શબ્દો લખે છે. ઑૅનેસ્ટ, લૉયલ, સ્માર્ટ વગેરે જેવા શબ્દ લખાવે છે. એ સિવાય ઘણા એવા પણ છે જે ઇãન્સ્પરેશનવાળા શબ્દ લખે છે. જેમ કે મારી પાસે એક ક્લાયન્ટ આવ્યો હતો તેણે પોતાના થમ્બ પર હોપ લખાવ્યું હતું. સ્ત્રીઓ નૉર્મલી નાના શબ્દો લખાવે છે. પુરુષો નૉર્મલી ગણપતિ, ઓમ, ક્રૉસ વગેરે ડિઝાઇન કરવાનું પ્રિફર કરે છે.’

ટૅટૂ નૉર્મલી લોકો જ્યાં રિન્ગ પહેરે છે ત્યાં કરાવે છે. એ સિવાય આંગળીની સાઇડમાં અથવા આંગળીના ઉપરના ભાગમાં કરાવે છે. ઇãન્સ્પરેશન આપે એવા શબ્દોવાળાં ટૅટૂ નૉર્મલી લોકો અંગૂઠા ઉપર કરાવે છે જેથી આસાનીથી દેખાઈ શકે. એ સિવાય ઘણા લોકો રિન્ગ પહેરીએ ત્યાં પણ ટૅટૂ કરાવે છે અને ઘણા લોકો દરેક આંગળીમાં પોતાના નામનો એક-એક આલ્ફાબેટ પણ લખાવે છે.

નૉટ ઍડ્વાઇઝેબલ

શરીરના બાકીના ભાગની જેમ ફિંગર-ટૅટૂ એટલું ઍડ્વાઇઝેબલ નથી. એનું કારણ જણાવતાં નિખિલ ભાનુશાલી કહે છે, ‘આપણી ફિંગરની સ્કિન આપણી બાકીની સ્કિન કરતાં જાડી હોય છે એટલે એના પર ટૅટૂ કરીએ તો અમુક સમય પછી એ ટૅટૂ અડધું ઊડી જાય છે. એના લીધે તમને અમુક સમય પછી ડિઝાઇન અડધી દેખાય છે. આ ડિઝાઇન અડધી ન દેખાય એટલે એને ત્રણથી ચાર વાર ટચઅપ કરાવવું પડે છે. એવું પણ છે કે ઘણા લોકોની આંગળીમાં ટૅટૂ રહે પણ છે, પણ મોટા ભાગે ટૅટૂ ફેડ થઈ જવાના ચાન્સિસ વધારે છે. એટલે અમે જે પણ અમારી પાસે ફિંગર-ટૅટૂ કરવા આવે તેમને એક વાર આ વાત સમજાવીએ છીએ. પછી પણ જો તેને કરાવવું હોય તો અમે કરીને આપીએ છીએ.’

ફિંગર-ટૅટૂમાં તમે મોરપીંછ કરો અને એમાં જો મોરપીંછના કલર ન ભરો તો એ મોરપીંછ કેવું લાગે? પણ એમાં ટૅટૂ-આર્ટિસ્ટ પણ શું કરે? કેમ કે તેઓ ફિંગર-ટૅટૂની ડિઝાઇનમાં કલર ભરી શકતા નથી. એનું કારણ જણાવતાં સની ભાનુશાલી કહે છે, ‘ઇન્ડિયન સ્કિનમાં અમે કલર કરતા નથી. એનું કારણ એ છે કે આપણે ત્યાં સૌથી વધારે તડકો છે. આપણે સન-એક્સપોઝરમાં સૌથી વધારે આવીએ છીએ. એનાથી ટૅટૂના કલર ફેડ થવા લાગે છે. એટલે અમે ઇન્ડિયન સ્કિન પર કલર કરતા નથી.’

૧૫ મિનિટમાં થતા ફિંગર-ટૅટૂની કૉસ્ટ બે હજારથી પાંચ હજાર રૂપિયા સુધી છે.

આપણી ફિંગરની સ્કિન આપણી બાકીની સ્કિન કરતાં જાડી હોય છે એટલે એના પર ટૅટૂ કરીએ તો અમુક સમય પછી એ ટૅટૂ અડધું ઊડી જાય છે. એને લીધે તમને અમુક સમય પછી ડિઝાઇન અડધી દેખાય છે - ટૅટૂ-આર્ટિસ્ટ નિખિલ ભાનુશાલી

ઇન્ડિયન સ્કિનમાં અમે કલર કરતા નથી. એનું કારણ એ છે કે આપણે ત્યાં સૌથી વધારે તડકો છે. આપણે સન-એક્સપોઝરમાં સૌથી વધારે આવીએ છીએ. એનાથી ટૅટૂના કલર ફેડ થવા લાગે છે- ટૅટૂ-આર્ટિસ્ટ સની ભાનુશાલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK