ફેસ્ટિવ વેઅરમાં શું નવું?

દર વખતે નવા લેવાને બદલે જો જૂના ડ્રેસમાં જ કંઈક મિક્સ ઍન્ડ મૅચ કરીને પહેરવામાં આવે તો કંઈક અલગ લુક આવશે



ઘાઘરા વિથ શૉર્ટ ટૉપ.


પલાઝો વિથ લૉન્ગ ટૉપ


પલાઝો વિથ ક્રૉપ ટૉપ


પલાઝો વિથ સાડી.


સાડી વિથ જૅકેટ.


ખુશ્બૂ મુલાની ઠક્કર


ફેસ્ટિવ વેઅર દર વખતે નવા લેવાનો કોઈ વાંધો નહીં, પરંતુ એને રિપીટ કરવાનું નથી ગમતું. જો જૂના ડ્રેસ સાથે કંઈક મિક્સ ઍન્ડ મૅચ કરીને પહેરશો તો સારું લાગી શકે, પરંતુ એમાં તમારી ફૅશન-સેન્સ સારી હોવી જોઈએ.

સાડી


સાડી એવરગ્રીન આઉટફિટ છે. સાડી ક્યારેય આઉટ ઑફ ફૅશન થતી નથી. સાડી સાથે રેગ્યુલર બ્લાઉઝ ન પહેરતાં કંઈક હટકે ટ્રાય કરવું હોય તો પ્યૉર શિફૉન કે પ્યૉર જ્યૉર્જેટની સાડી સાથે તમે એસિમેટ્રિકલ કટવાળું ટૉપ પહેરીને સાડીનો છેડો માત્ર શોલ્ડર પર રાખીને એક સ્ટેટમેન્ટ લુક આપી શકો. જો તમારી પાસે કોઈ જૅકેટ હોય તો એને પણ સાડી સાથે પહેરી શકાય. જેમ કે બંગાળી સ્ટાઇલમાં સાડી પહેરવી અને એના પર જૅકેટ પહેરી લેવું. પ્લેન સાડી સાથે જૅકેટ પહેરશો તો જૅકેટ હાઇલાઇટ થશે અને વધારે સારું લાગશે. જો પ્રિન્ટેડ સાડી સાથે પહેરશો તો નહીં સાડીનો લુક આવશે કે નહીં જૅકેટનો. આ બન્ને લુક લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારા લાગી શકે.

લૉન્ગ ટૉપ


લૉન્ગ ટૉપ ચૂડીદાર સાથે તો સારા લાગે જ છે, પરંતુ જો તમારે પાર્ટીમાં અલગ તરી આવવું હોય તો લૉન્ગ ટૉપ સાથે તમે એ-લાઇન સ્કર્ટ પહેરી શકો. એ-લાઇન સ્કર્ટ ભરાવદાર યુવતીઓ પર વધારે સારું લાગશે અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે લૉન્ગ ટૉપ સાથે ફ્લેરી સ્કર્ટ પણ પહેરી શકો. ફૉર્મલ લુક માટે પ્લેન સ્કર્ટ વિથ બૉર્ડર પસંદ કરવું અને એની સાથે હાઈ નેક કે ક્લોઝ નેકની પ્લેન અથવા થોડી એમ્બ્રૉઇડરી હોય એવું લૉન્ગ ટૉપ પસંદ કરવું. લૉન્ગ ટૉપ રો-સિલ્ક કે સિન્થેટિકમાં પસંદ કરવું જેથી ફૉર્મલ લુક મેન્ટેઇન થાય. આ લુક સાથે ફ્લૅટ ફુટવેઅર વધારે સારાં લાગશે. ઍક્સેસરીમાં એક હાથમાં આઉટફિટને અનુરૂપ બૅન્ગલ અથવા બ્રેસલેટ પહેરી શકાય. જો ક્લોઝ નેકનું ટૉપ હોય તો કાનમાં ટૉપ્સ સારા લાગશે અને જો ઓપન નેક હોય તો લૉન્ગ ઇઅર-રિંગ સારી લાગી શકે. તમારા ડ્રેસને અનુરૂપ અને બૉડી અનુસાર તમે હેરસ્ટાઇલ રાખી શકો.

જો તમને લૉન્ગ ટૉપ સાથે સ્કર્ટ ન પસંદ હોય તો તમે સિગાર પૅન્ટ પહેરી શકો. સિગાર પૅન્ટ એટલે જે પૅન્ટનો શેપ તમારી બૉડી અનુસાર હોય. આવાં પૅન્ટ પાતળી યુવતીઓ પર તો સારાં લાગે જ છે, પરંતુ જો ભરાવદાર યુવતી પહેરે તો પણ સારાં લાગે, કારણ કે આવા  પૅન્ટમાં બહુ ફ્લેર હોતો નથી અને મોટા ભાગે પૅન્ટનો શેપ બૉડી અનુસાર હોવાથી બહુ જાડા લગતા નથી. આ લુક સાથે તમે હાઇ-હીલ્સ પહેરી શકો.

પલાઝો


લૉન્ગ ટૉપ સાથે પલાઝો પણ સારાં લાગી શકે. પલાઝોમાં પણ ઘણા પ્રકાર આવે છે. બૉડી-ટાઇપ અનુસાર સ્ટ્રેટ એ-લાઇન અથવા ફ્લેરી પલાઝો સિલેક્ટ કરી શકો. ભરાવદાર યુવતી જો પલાઝો પહેરવાની શોખીન હોય તો તેણે સ્ટ્રેટ પહેરવું. જો ફ્લેરી પલાઝો પહેરશો તો વધારે જાડાં લાગશો. કંઈક અલગ ટ્રાય કરવા માટે પલાઝો સાથે લૉન્ગ ટૉપમાં અનઈવન હેમલાઇનવાળું ટૉપ પણ પહેરી શકાય.

જો તમારું શરીર સુડોળ હોય તો તમે પલાઝો સાથે ફૉર્મલ ક્રૉપ ટૉપ પહેરી શકો. ક્રૉપ ટૉપ એટલે જેને પહેરવાથી આગળથી થોડો પેટનો ભાગ દેખાય. ક્રૉપ ટૉપ જો પ્યૉર સિલ્કમાં હશે તો વધારે સારાં લાગશે, જેમ કે રો-સિલ્ક કે ભાગલપુર સિલ્ક. આ ફૅબ્રિકમાં વધારે વર્કની જરૂર નથી, માત્ર સ્ટાઇલિંગ જ કાફી છે.

જો તમારી પાસે સિન્થેટિક પલાઝો છે તો તમે અલગ સ્ટાઇલમાં પહેરી શકો, જેમ કે પ્લેન બ્લૅક પલાઝો અને એની સાથે ગોલ્ડ બ્લાઉઝ તથા રેડ દુપટ્ટો. દુપટ્ટાને માત્ર શોલ્ડર પર જ નથી રાખવાનો. અલગ રીતે પહેરવાનો છે જેથી સેમી-સાડી પહેરી હોય એવું લાગે. દુપટ્ટા આમ તો અઢી મીટરના મળે છે, પણ જો ત્રણ મીટરનો હશે તો બરાબર લુક આવશે. રાઇટ શોલ્ડર પરથી દુપટ્ટો ટૉપ પૂરું થાય એ પછી ચાર ઇંચ સુધી નીચે લેવો. પાછળનો જે ભાગ છે એને સેન્ટરમાં લઈને બે કે ત્રણ પાટલી વાળીને ખોસી લેવો. દૂરથી સાડી પહેરી હોય એવો લુક આવશે.

આ એક ઇન્ડો-વેસ્ટર્ન લુક થઈ ગયો. એની સાથે તમે ઍક્સેસરીઝમાં ઇન્ડિયન અથવા વેસ્ટર્ન જ્વેલરી પહેરી શકો.

ધ્યાનમાં રાખો


આ બધા જ લુક ટ્રાય કરવા માટે એક ચોક્કસ પર્સનાલિટી હોવી જરૂરી છે.

ફૅશનનું આંધળું અનુકરણ કરવું નહીં.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત : આ બધા લુક તમે ઘરમાં જે કપડાં છે એને જ મિક્સ ઍન્ડ મૅચ કરી પહેરવાનાં છો. જો તમે ખરેખર તમારા રાઇટ ચૉઇસ ઑફ ક્લોધિંગ પર શ્યૉર હો તો જ ટ્રાય કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK