ચોમાસામાં કેવી રીતે રાખશો તમારા પગની દેખભાળ?

મૉન્સૂનમાં પગ ગંદા થવાની સાથે ફંગસ ઇન્ફેક્શન લાગવાની સંભાવના સૌથી વધુ હોય છે ત્યારે થોડીક સંભાળ જરૂરી પણ છે

feet rainરુચિતા શાહ

વરસાદના પાણીમાં છઈ છપા છઈ કરવાની મજા ને મજા જ રાખવી હોય અને એને સજા ન બનવા દેવી હોય તો પગની સંભાળ રાખવી અતિઆવશ્યક છે. વરસાદમાં ઘરની બહાર નીકળતા તમામ લોકોને આ વાત લાગુ પડે છે. પાણીને કારણે રસ્તા પર પથરાયેલા કીચડ અને કચરાના સંપર્કમાં આવતા તમારા પગ માત્ર ગંદા જ નથી થતા, પણ યોગ્ય કાળજી ન રખાય તો ઇન્ફેક્શનનો ભોગ પણ બની શકતા હોય છે. પાણી અને ગંદકીના સમન્વયથી ભીના થયેલા પગ જો લાંબા સમય સુધી સાફ ન કરાય તો એમાં ફંગસ લાગી શકે છે. અમુક કેસમાં જો એની સમયસમર ટ્રીટમેન્ટ ન થાય તો લૅપ્ટોસ્પાયરોસિસ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. ચોમાસામાં તમારા પગની સંભાળ રાખવા માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે ડર્મેટોલૉજિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે સક્રિય ડૉ. ગીતા ફઝલભોયની ટિપ્સ અહીં પ્રસ્તુત છે.

અવગણના નહીં

પગ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અને સૌથી વધુ ઉપયોગી અંગ છે. જોકે મોટા ભાગના લોકો એની અવગણના કરતા હોય છે. પગ પ્રત્યેનું દુર્લક્ષ ક્યારેક મોટી તકલીફ આપી શકે છે. ખાસ કરીને ડાયાબિટીઝના પેશન્ટને તો દરેક પ્રકારનાં પગને લગતાં ઇન્ફેક્શન ઝડપથી લાગતાં હોય છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જે ફંગસ આપતા બૅક્ટેરિયાના ગ્રોથને વધારવામાં નિમિત્ત બને છે. ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન લોકોમાં જોવા મળતો સૌથી કૉમન પ્રૉબ્લેમ છે. માત્ર છોકરીઓએ જ નહીં, પણ પુરુષોએ પણ આ દિવસોમાં પોતાના પગની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ; કારણ કે ચોમાસામાં રબરનાં શૂઝ આખો દિવસ પહેરી રાખવાને કારણે પણ પગ લાંબા સમય સુધી ભીના રહેતા હોય છે. પગને પૂરતા પ્રમાણમાં હવા ન મળતી હોવાથી પગની સ્કિન ડૅમેજ થાય છે અને ફંગસ લાગવાની શક્યતા વધી જાય છે.

સંભાળમાં શું કરવું?

આ બાબતમાં લોકો વધુ અજાણ હોય છે કે તમારા પગના જ જુદા ભાગને જુદા પ્રકારની કૅરની જરૂર હોય છે. ધારો કે તમારા પગની એડીની ચામડી ભેજ તથા સતત પગ ભીના રહેતા હોવાને કારણે ચીમળાઈ ગઈ છે તો એને સ્ક્રબરથી સાફ કરવી જોઈએ. બાથિંગ સ્ટોન કે સ્ક્રબર સ્પન્જથી હળવા હાથે સ્ક્રબિંગ કરીને એ ભાગની ડેડ સ્કિન દૂર કરવી જોઈએ. બે પગની આંગળીઓ વચ્ચેના ભાગને હાથથી અથવા તો જાડા કપડાથી હળવાશથી ઘસીને ક્લીન કરવી જોઈએ. આ ભાગમાં બાથિંગ સ્ટોન કે સ્ક્રબરનો ઉપયોગ ન કરવો અન્યથા પગમાં કાપા પડવાથી ઊલટાનું ઇન્ફેક્શનને આમંત્રણ પહોંચી શકે છે. પગના દરેક ભાગને સાફ કર્યા બાદ ત્વચાની કુમાશ જાળવી રાખવા મૉઇસ્ચરાઇઝર તથા ભેજની ઝડપથી અસર ન થાય તેમ જ ફંગલ ન જામે એટલે ઍન્ટિફંગલ ટૅલ્કમ પાઉડર લગાડવો જ જોઈએ. પગની આંગળીઓ વચ્ચે ક્રીમ લગાડવાનું અવૉઇડ કરવું. વરસાદમાં દરેકેદરેક સ્ત્રી-પુરુષો ઘરે પહોંચ્યા પછી પગની સ્વચ્છતા માટે આટલો સમય ફાળવવો જોઈએ.

બીજો મહત્વનો મુદ્દો છે કે તમે ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી પગને સૂકા રાખો. સ્વાભાવિક છે કે તમે ઇચ્છો તો પણ મુશળધાર વરસાદમાં પગને ભીના થતા રોકી ન શકો, પરંતુ જેવા ઘરે કે ઑફિસે પહોંચો એવા જ પગને કોરા કરીને ભીનાં શૂઝ સુકાય ત્યાં સુધી બીજાં ચંપલ પહેરવાનું પસંદ કરો. એ માટે ઑફિસમાં વધારાનાં સ્લિપર્સ કે સૅન્ડલની જોડ રાખી શકાય. કમ સે કમ ભીનાં મોજાં તો ન જ પહેરો. આટલું ધ્યાન રાખવાથી પગની ત્વચા પર ચોમાસામાં દેખાતા લાલ પૅચિસ, ત્વચાનું ફૂલી જવું અને ખાસ તો ગંદી દુર્ગંધથી બચી શકાશે.

લૅક્ટિક ઍસિડ અને ગ્લાયકોલિક ઍસિડ ધરાવતા મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ કરવાથી પગની ત્વચા મુલાયમ બનશે અને ત્વચાને ઇન્ફેક્શનથી પણ દૂર રાખશે.

ચોમાસામાં પગની સાથે તમારા પગના નખની પણ વિશેષ કાળજી રખાય એ જરૂરી છે. ધારો કે પગના નખનો રંગ સફેદ કે પીળાશ પડતો થઈ ગયો હોય અને નખ બટકણા થયા હોય તો એ ફંગલ ઇન્ફેક્શનનાં લક્ષણો હોઈ શકે છે. એટલે જ નખ નિયમિત ધોરણે કાપતા રહેવા અને એની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું એ જરૂરી તત્વ છે.

વરસાદમાં બને ત્યાં સુધી વૉટરપ્રૂફ અને પાણીની અવરજવર થઈ શકે એવાં ખુલ્લાં શૂઝ પહેરો. બંધ મોઢાનાં શૂઝ પહેરવાથી પાણીનો ભરાવો થશે અને એ તમારા પગને સતત ભીના રાખશે, જે પગની હેલ્થ માટે ડેન્જરસ છે.

ચોમાસામાં બને ત્યાં સુધી સ્પા કે પેડિક્યૉર અવૉઇડ કરવું, કારણ કે આ પ્રક્રિયામાં ઉપયોગમાં આવતાં સાધનો પર પણ ભેજયુક્ત વાતાવરણમાં બૅક્ટેરિયાનું પ્રમાણ હોવાની શક્યતા હોય છે. તમે જે સ્થળોએ જતા હો ત્યાં જો હાઇજીન ન જળવાતું હોય અને હાર્ડ સ્ક્રબ કરતાં જો પગમાં કાપા પડી ગયા તો ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. ધારો કે પેડિક્યૉર માટે જાઓ તો ધ્યાન રાખો કે ઉપયોગમાં લેવાનારાં તમામ સાધનો સ્ટરિલાઇઝ થયેલાં હોય.

Comments (1)Add Comment
...
written by CHANDRAKANT SANGOI, July 16, 2017
helpful article


newyork usa
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK