યુવતીઓનાં ફેવરિટ ક્રૉપ ટૉપ

ક્રૉપ ટૉપ કોઈ પણ ગાર્મેન્ટ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય

crop top



લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર


ફૅશનનું ચક્ર ફર્યા જ કરે છે. જે જૂનું હતું એ નવું થઈ જાય છે. જેમ કે એઇટીઝની સાલનાં ક્રૉપ ટૉપ દરેક યુવતીનાં ફેવરિટ થઈ ગયાં છે. ક્રૉપ ટૉપ એટલે કે ટૉપની લેન્ગ્થ આગળથી થોડી ઓછી હોય અને જે પર્હેયા પછી પેટનો ભાગ દેખાય.

સ્લીવ થોડી ઢીલી અને રાઉન્ડ નેક. આમ તો ક્રૉપ ટૉપના ઘણા પ્રકાર આવે છે.

જેમ કે બૉડીહગિંગ જેમાં ક્રૉપ ટૉપ બૉડીને ચીપકી જાય છે અને એમાં સ્લીવનું વેરિએશન આવે છે. જેમ કે ફુલ સ્લીવ, સ્લીવલેસ અથવા ઇનકટ. અને આજકાલ તો યુવતી પોતાનાં લગ્નમાં પણ બ્લાઉઝને બદલે ક્રૉપ ટૉપ પહેરવાનું પસંદ કરે છે.

૧. ડેનિમ સાથે

ડેનિમ ઑલટાઇમ ફેવરિટ અને ક્લાસિક વેઅર છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતાં નથી. ક્રૉપ ટૉપ ડેનિમ સાથે એક સ્માર્ટ લુક આપી શકે. ક્રૉપ ટૉપની લંબાઈ ઓછી હોવાને કારણે લો-વેસ્ટ અથવા મિડ-વેસ્ટ ડેનિમ ન પહેરવું. એના બદલે હાઈ-વેસ્ટ ડેનિમ પહેરવું જેને લીધે પેટનો ભાગ વધારે નહીં દેખાય. લાંબી અને પાતળી યુવતી પર હાઈ-વેસ્ટ ડેનિમ સાથે ક્રૉપ ટૉપ સારાં લાગી શકે. હાઈ-વેસ્ટ ડેનિમ પણ લૂઝ ન પહેરવું. પેન્સિલ કટ ડેનિમ પહેરવું અને એની સાથે હાઈ-હીલ્સ અથવા બેલીઝ. ક્રૉપ ટૉપ ૮૦ની સાલની ફૅશન છે એ ધ્યાનમાં રાખી થોડા સૉફ્ટ કર્લ કરવા જેને લીધે પ્રૉપર લુક મેઇન્ટેન થાય.

બૉડીહગિંગ અને ઝિપર ક્રૉપ ટૉપમાં ઘણાં વેરિએશન આવે છે જેમ કે બૉડીહગિંગ એટલે કે શરીરને ચોંટી જાય એવાં. આવાં ક્રૉપ ટૉપ સ્ટ્રેચેબલ હોઝિયરી ફૅબ્રિકમાંથી બને છે જેને પહેરવાથી એ આપોઆપ શરીરનો શેપ લઈ લે છે. આવાં ક્રૉપ ટૉપમાં ઘણી વાર ઝિપ પણ આપવામાં આવે છે. આવાં ક્રૉપ ટૉપ ફૉર્મલ વેઅર તરીકે પહેરી શકાય જેમ કે ટ્રાઉઝર સાથે ક્રૉપ ટૉપ પહેરી એના પર બ્લેઝર પહેરવું. પ્લેન ક્રૉપ ટૉપ કરતાં ઝિપરવાળું પહેરવું એનાથી થોડો અલગ લુક આવશે. હાઈ પોની, મિનિમમ જ્વેલરી લુક આપવો.

૨. પલાઝો સાથે

પલાઝો સાથે ક્રૉપ ટૉપ સારાં લાગે એમાં બેમત નથી. શરત માત્ર એટલી કે પલાઝો અને ક્રૉપ ટૉપની પસંદગી બરાબર કરવી. પલાઝો સાથે ક્રૉપ ટૉપ લૂઝ જ પહેરવાં. પલાઝો સાથે ક્રૉપ ટૉપ પહેરી કૅઝ્યુઅલ અને ફૉર્મલ બન્ને લુક આપી શકાય. જો લૂઝ ક્રૉપ ટૉપ પહેરશો તો કૅઝ્યુઅલ લુક આવશે અને બૉડી ફિટેડ પહેરશો તો ફૉર્મલ લુક આવશે. પ્રસંગને અનુરૂપ સ્ટાઇલ સિલેક્ટ કરવી. પલાઝો સાથે ક્રૉપ ટૉપ ખાસ કરીને પાતળી યુવતીએ જ પહેરવાં. સ્થૂળ કાયાવાળી યુવતીને પલાઝો તેમ જ ક્રૉપ ટૉપ બન્ને સારાં નહીં લાગે.

૩. સાડી સાથે

સાડી સાથે ક્રૉપ ટૉપ એકદમ કન્ટેમ્પરરી લુક આપશે અને જો સાડી ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટવાળી હશે તો વધારે સારી લાગશે. જ્યારે સાડી સાથે ક્રૉપ ટૉપ પહેરવામાં આવે છે ત્યારે સાડીનો છેડો અલગ સ્ટાઇલમાં રાખવામાં આવે છે. જો ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરવી હોય તો સાડીનો છેડો આગળ લાંબો રાખવો અને એને ખોસવો નહીં. આ રીતે સાડી સાથે ક્રૉપ ટૉપ પહેરવા માટે એક અલગ ઇમેજની જરૂર હોય છે. આ સ્ટાઇલનું આંધળું અનુકરણ ન કરવું.

૪. ઘાઘરા સાથે

આજકાલ યુવતીઓ પોતાનાં લગ્નમાં કંઈક હટકે પહેરવાનું પસંદ કરે છે. ઘાઘરા સાથે બ્લાઉઝ તો બહુ કૉમન છે. ઘાઘરા સાથે ક્રૉપ ટૉપ પહેરી એક અનકૉમન લુક આપી શકાય. જો ટિપિકલ બ્લાઉઝ પહેર્યું હોય તો છેડો કમ્પલ્સરી ગુજરાતી જ પહેરવો પડે, પરંતુ જો ક્રૉપ ટૉપ પહેર્યું હોય તો છેડાનું સ્ટાઇલિંગ કરી શકાય. ક્રૉપ ટૉપની લેન્ગ્થ ઓછી હોવાને લીધે એ દૂરથી બ્લાઉઝ જેવું જ લાગે છે. હેવી વર્કવાળો ઘાઘરો અને એની સાથે પ્લેનમાં થોડું વર્ક કરેલું ક્રૉપ ટૉપ અને સાઇડ શૉલ્ડર પર રાખેલો દુપટ્ટો એક કમ્પ્લીટ બ્રાઇડ લુક આપી શકે.

૫. સ્કર્ટ સાથે

ક્રૉપ ટૉપ સ્કર્ટ સાથે કૅઝ્યુઅલ અને ફૉર્મલ બન્ને લુક આપી શકે જેમ કે ખ્-લાઇન સ્કર્ટ સાથે લૂઝ ક્રૉપ ટૉપ સારું લાગી શકે અને ગોઠણ સુધીના સ્કર્ટ સાથે બૉડીટાઇટ સારું લાગી શકે. સ્કર્ટ બહુ લો-વેસ્ટ ન પહેરવાં. ટાઇટ સ્કર્ટ સાથે ક્રૉપ ટૉપ પહેરવા માટે એક અલગ ઇમેજની જરૂર હોય છે. એની સાથે હાઈ-હીલ્સ જ પહેરવી અને હેરમાં સૉફ્ટ કર્લ અથવા સ્ટ્રેટ હેરનો લુક આપવો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો


ક્રૉપ ટૉપ પહેરતી વખતે પેટનો ભાગ ખુલ્લો દેખાય છે. એ માટે પેટ અને કમર પર વૅક્સ કરાવી એને સ્વચ્છ રાખવાં.

ક્રૉપ ટૉપ પહેરતી વખતે ઇનર વેઅર પૅડેડ પહેરવાં જેને લીધે નીટ લુક આવે.

ક્રૉપ ટૉપની પસંદગી એ કઈ જગ્યાએ પહેરવાનું છે એ ધ્યાનમાં રાખીને કરવી.

ક્રૉપ ટૉપ ખાસ કરીને પાતળી યુવતીઓ પર જ સારાં લાગે છે. સ્થૂળ યુવતીઓએ પહેરીને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં ન મુકાવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK