નકલ-રિંગ

આ જ્વેલરી યંગસ્ટરથી માંડીને મિડલ એજના લોકો પહેરી શકે છે અને આ ટૂ-ઇન-વન છે, જેને વેસ્ટર્ન આઉટફિટથી લઈને કોઈ પણ ટ્રેડિશનલ આઉટફિટ પર પહેરી શકાય છે

ring

નખના શેપની નકલ-રિંગ


લાઇફ-સ્ટાઇલ -  કૃપા પંડ્યા

કપડાંની ફૅશનની જેમ જ્વેલરીની ફૅશન પણ બદલાતી હોય છે. ક્યારેક નવી જ્વેલરી ફૅશનમાં આવે છે તો ક્યારેક જૂની જ્વેલરી નવા રૂપે આપણી સામે આવી જાય છે. કોઈક ફૅશન એવી પણ હોય છે જે કોઈ કલ્ચરને દર્શાવે છે. આવી જ એક ફૅશન છે નકલ-રિંગ. નકલ એટલે હાથની આંગળીઓનો સાંધો અને નકલ-રિંગ એટલે એના પર પહેરાતી વીંટી. નકલ-રિંગ વિશે જણાવતાં જુહુમાં રહેતી જ્વેલરી-ડિઝાઇનર શિવાની મહેતા ચૌધરી કહે છે, ‘નકલ-રિંગ એ જ્વેલરી છે જે કોઈક કલ્ચરને પ્રેઝન્ટ કરે છે અને એ કલ્ચર છે પૉપ મ્યુઝિક કલ્ચર. એ સિવાય નકલ-રિંગ હૉલીવુડ-સ્ટાર પણ બહુ પહેરે છે. નકલ-રિંગ હમણાં થોડા સમય પહેલાં જ ફૅશનમાં આવી છે.’


ring

વિન્ટેજ લુક આપતી નકલ-રિંગ


આપણે જ્યારે ફિંગર-રિંગ લેતા હોઈએ અને એમાં તમને જે ફિંગર-રિંગ ગમે એ તમારી સાઇઝની ન હોય અને એ આખી આંગળીમાં ન ઘૂસતાં આંગળીની વચ્ચેના ભાગમાં જ અટકી જતી હોય તો આપણે એવી રિંગ લેતા નથી, પણ એ રિંગ જ્યાં અટકે છે એ ભાગમાં જે રિંગ પહેરાય છે એને નકલ-રિંગ કહેવાય છે. આજકાલ એ ભાગમાં પણ રિંગ પહેરવાની ફૅશન પુરબહારમાં ખીલી છે. નકલ-રિંગનાં ઘણાં નામ છે જેમ કે મિડી રિંગ, મિડ રિંગ, મેમરી રિંગ, ફૅલૅન્ક્સ રિંગ, મલ્ટિપલ ફિંગર-રિંગ. એ તમને એલિગન્ટ લુક આપે છે. આ નકલ-રિંગને પહેરવાની કોઈ ઉંમર નથી હોતી. એ રિંગ યંગસ્ટરથી લઈને મિડલ એજના લોકોને સારી લાગે છે.

વરાઇટી

તમારી આંગળીને બીજાની આંગળી કરતાં ડિફરન્ટ અને સ્માર્ટ લુક આપતી નકલ-રિંગમાં તમને ïરિયલ ગોલ્ડ, રિયલ ડાયમન્ડ, રોઝ ગોલ્ડ, કલર સ્ટોન્સ, પ્લૅટિનમ, ઇમિટેશન વગેરે વરાઇટીઓમાં જોવા મળશે. નકલ-રિંગમાં ડિઝાઇન વિશે જણાવતાં શિવાની કહે છે, ‘આમાં તમને સિમ્પલ બૅન્ડથી લઈને સ્ટાર, ઍનિમલ ડિઝાઇન, હાર્ટ શેપ, ટ્રાયેન્ગલ શેપ, ઓવલ શેપ, સ્ટાર શેપ, ફ્લાવર શેપ વગેરે ડિઝાઇનમાં જોવા મળશે. તમને જો વિન્ટેજ લુક જોઈતો હોય તો એ પણ તમને નકલ-રિંગમાં મળી રહે છે. એ સિવાય ગોલ્ડમાં ઝીણી-ઝીણી કાર્વિંગ ડિઝાઇનવાળી નકલ-રિંગ પણ લોકોમાં બહુ પ્રિય છે તો ડાયમન્ડની ઝીણી-ઝીણી કાર્વિંગ ડિઝાઇન યંગસ્ટરની પહેલી પસંદ છે. નકલ-રિંગમાં તમને મટીરિયલમાં ઘણાં કૉમ્બિનેશન પણ જોવા મળે છે. જેમ કે વાઇટ ગોલ્ડ અને યેલ ગોલ્ડનું કૉમ્બિનેશન. એ સિવાય રોઝ ગોલ્ડનું પણ રિયલ ગોલ્ડ સાથે કૉમ્બિનેશન. રિયલ ગોલ્ડનું રિયલ ડાયમન્ડ સાથે કૉમ્બિનેશન.’

પૅટર્ન

નકલ-રિંગમાં તમને વિવિધ પૅટર્ન જોવા મળે છે. એમાં એવી નકલ-રિંગ હોય છે જે તમે ફિંગર-રિંગથી લઈને નકલ સુધી પહેરી શકો છો. એમાં એક પ્લેન ચેઇન આવે છે જે બન્નેને અટૅચ કરે છે. જેમાં તમારો આખો હાથ ભરાઈ જાય. નકલ-રિંગ એક આંગળીથી લઈને પાંચ આંગળીઓની મળે છે. એમાં તમે બધી આંગળીઓમાં અલગ-અલગ પહેરી શકો છો. એ સિવાય એક અટૅચમેન્ટ સાથે બધી આંગળીઓમાં એકસાથે પણ નકલ-રિંગ પહેરી શકો છો. એમાં ડિઝાઇન જ એવી હોય છે જેમાં અટૅચમેન્ટ હોય છે અથવા એક પાતળી ચેઇન હોય છે જે નકલ-રિંગને એકબીજા સાથે અટૅચ કરે છે.

નકલ-રિંગમાં એવી રિંગ પણ આવે છે જેમાં તમારા નખનો શેપ હોય છે અને એ નખ પર પહેરાય છે. નકલ-રિંગ મલ્ટિપલ રિંગ છે. એ તમને વેસ્ટર્ન આઉટફિટ સાથે સાથે ટ્રેડિશનલ આઉટફિટ પર પણ સૂટ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK