સોનમ કપૂરે પહેરેલા આ ડ્રેસમાં શું ખાસ છે? આવો પોશાક તમે કઈ રીતે પહેરી શકો?

આ ફોટોમાં જે ડ્રેસ તેણે પહેર્યો છે એ દૂરથી ડ્રૉપ શોલ્ડર ડ્રેસ લાગે છે, પરંતુ ધ્યાનથી જોયા બાદ ખ્યાલ આવે છે કે તેણે શિફૉનનો વન-પીસ ડ્રેસ પહેર્યો છે.

sonam

sonam1

- ખુશ્બૂ મુલાની ઠક્કર

આ ડ્રેસમાં ક્લોઝ નેક આપવામાં આવી છે અને નેકને વર્ક જ્યાં પૂરું થાય છે ત્યાંથી અપર ચેસ્ટ સુધી નેટ આપવામાં આવી છે. ચેસ્ટ પર જે વર્ક છે એની કન્ટિન્યુટી લાગે એ માટે સ્લીવ્ઝ પર પણ આપવામાં આવ્યું છે. આ ડ્રેસની સ્લીવ્ઝ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં શોલ્ડર-જૉઇન્ટ નથી આપવામાં આવ્યો. ડ્રૉપ શોલ્ડર છે, પરંતુ નેક સુધી કવર કરવામાં આવ્યા છે. સ્લીવ્ઝની લેન્ગ્થ ગાઉનની લેન્ગ્થ સાથે મૅચ કરવામાં આવી છે અને એને ફુલ રાઉન્ડમાં સ્ટિચ કરવાને બદલે માત્ર પોણા ભાગની આપી એને લૂઝ મૂકવામાં આવી છે. આખી બૅક ફુલ ટ્રાન્સપરન્ટ આપવામાં આવી છે. આ ડ્રેસમાં તેણે મિનિમલ જ્વેલરીનો લુક આપ્યો છે. કાનમાં માત્ર પર્લની બુટ્ટી અને હાથમાં પર્લનું ત્રણ લેયરવાળું બ્રેસલેટ આપવામાં આવ્યું છે. આ લુક એક રૅમ્પ-લુક છે, પરંતુ જો તમારે આ ડ્રેસ પહેરવો હોય તો આમાં થોડા ફેરફાર કરી પહેરી શકો. જેમ કે બૅક ફુલ ટ્રાન્સપરન્ટ આપવા કરતાં માત્ર ૮ ઇંચથી લઈ ૧૦ ઇંચ સુધી આપી શકો અને સ્લીવ્ઝની લેન્ગ્થ થ્રી-ફોર્થ આપી શકો. એવો ડ્રેસ કોઈ ચોક્કસ ફંક્શન પર જ પહેરી શકાશે અને મૉડલ ફિગર ધરાવતી યુવતીઓ પર વધુ સારો લાગી શકે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK