તમારા ઘરની દીવાલને આકર્ષક બનાવે છે ફૅન્સી વૉલ-ક્લૉક

લિવિંગ રૂમની દીવાલથી લઈને બાળકોના રૂમની દીવાલને સજાવવા માટે માર્કેટમાં વૉલ-ક્લૉકની પુષ્કળ વરાઇટી મળશે

clockલાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આપણે જ્યારે મિત્રોને કહેતા હોઈએ કે અરે યાર, મારો સમય બદલાતો જ નથી. ત્યારે આપણા મિત્રો મજાકમાં કહે છે કે ઘડિયાળ બદલ, સમય આપોઆપ બદલાઈ જશે. એ સમયે તો આપણે મજાકમાં હસી કાઢીએ છીએ, પણ તમે જ્યારે માર્કેટમાં ફરશો અને વૉલ-ક્લૉકની નવી-નવી વરાઇટી જોવા મળશે ત્યારે તમને સાચે લાગશે કે સાચે મારે

ઘડિયાળ બદલવાની જરૂર છે; કેમ કે માર્કેટમાં મળતી એકથી એક ચડિયાતી ઘડિયાળ આપણું મન મોહી વિના નહીં રહે. દાદરમાં ઘડિયાળની દુકાન ધરાવતા આશિષ કામદાર કહે છે, ‘અત્યારે ઘણી નવી-નવી વરાઇટીઓ માર્કેટમાં જોવા મળે છે. પહેલાં નાના સર્કલ કરેલી ઘડિયાળો મળતી, બહુ-બહુ તો ઓવલ અથવા ચોરસ શેપમાં જોવા મળતી, પણ હવે તમને એવા વિવિધ શેપમાં ઘડિયાળો જોવા મળે છે જેનાથી તમે આકર્ષાયા વિના ન રહો. સાદી-સિમ્પલ ઘડિયાળ કરતાં આ ફૅન્સી ઘડિયાળ તમારા ઘરની દીવાલોને સૉફિસ્ટિકેટેડ અને ક્લાસિક લુક આપે છે. તમને ફૅન્સીમાં મૉડર્ન લુકથી લઈને રેટ્રો લુક સુધીની ઘડિયાળો જોવા મળે છે જેમાં ક્રિસ્ટલ, ઍન્ટિક, મ્યુઝિકલ કે વુડન ઘડિયાળ વધારે પસંદ કરે છે. એ સિવાય નાનાં બાળકોના રૂમ માટેની ઘડિયાળોમાં પણ ઘણી વરાઇટી છે જેમાં ઍનિમલ કે પછી ફૉરેસ્ટના પિક્ચરવાળી ઘડિયાળ પસંદ કરે છે.’

ક્રિસ્ટલ ઘડિયાળ

જેના ઘરની દીવાલ બહુ લાંબી હોય અને એ દીવાલ પર કંઈ ઇન્ટીરિયર ન કરવું હોય તો એ દીવાલ પર ક્રિસ્ટલ ઘડિયાળ યુનિક લુક આપે છે. એનાથી આખી દીવાલ ભરેલી-ભરેલી લાગે છે. ક્રિસ્ટલ ઘડિયાળમાં તમને ઘણી વરાઇટી જોવા મળે છે. એ હજી એક વર્ષ પહેલાં માર્કેટમાં આવી છે. આમાં તમને નંબર સાથે ક્રિસ્ટલ જોવા મળે છે. આમાં ઘણી ડિઝાઇન છે; જેમ કે ફ્લાવરની, પાનના શેપની, મોરનાં પીંછાં જેવી, ફ્લાવર સાથે પાનની ડિઝાઇન, સનફ્લાવરની ડિઝાઇન વગેરે. એ સિવાય સિમ્પલ લાઇન અને એના પર માત્ર એક રાઉન્ડ ક્રિસ્ટલવાળી ડિઝાઇનની વૉલ-ક્લૉક જોવા મળે છે. ક્રિસ્ટલ વૉલ-ક્લૉક રાઉન્ડ અથવા તો ઝાડના કૂંડાના શેપની પણ હોય છે. આ ક્રિસ્ટલ ક્લૉકમાં તમને રોમન અને અંગ્રેજી બન્ને નંબર જોવા મળે છે. આમાં જે ક્રિસ્ટલ સિવાયની ડિઝાઇન છે એ મેટલની બનાવવામાં આવે છે. ક્રિસ્ટલની ઘડિયાળમાં વપરાતા મેટલ અને ક્રિસ્ટલમાં તમને વિવિધ કલર જોવા મળે છે; જેમ કે સિલ્વર, બ્લૅક, રેડ, પિન્ક, બ્લુ, યલો વગેરે. એ સિવાય ક્રિસ્ટલમાં મલ્ટી-કલર પણ મળે છે. અત્યારે ક્રિસ્ટલ ઘડિયાળ લોકોમાં વધારે પ્રચલિત છે.

ઍન્ટિક ઘડિયાળ


આપણે જ્યારે જૂના જમાનાની ફિલ્મ જોતા હોઈએ છીએ ત્યારે એ જૂના જમાનાને દર્શાવવા માટે ઘડિયાળ બહુ મોટો ભાગ ભજવે છે, કેમ કે એ ઘડિયાળ જોઈને જ આપણને ખબર પડી જાય છે કે આ તો પિક્ચર જૂના જમાનાનું છે; પણ એ જ જૂના જમાનાની ઘડિયાળ આજે એકવીસમી સદીમાં ઍન્ટિક ઘડિયાળના નામે લોકોને લલચાવી રહી છે. ક્રિસ્ટલ ઘડિયાળ પછી આ ઍન્ટિક ઘડિયાળ પણ લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. આમાં તમને પહેલાંના જેવી કદાચ વુડનની ફીલ નહીં મળે, પણ તમને એવો લુક જરૂર મળશે. આ ઘડિયાળ પ્લાસ્ટિકથી બનાવવામાં આવે છે અને એના પર વુડન કોટિંગ ચડાવવામાં આવે છે. એ સાથે એમાં જે ડિઝાઇન છે એ હૅન્ડ-પેઇન્ટિંગ છે જેથી એનો લુક વુડન જેવો આવે. આમાં તમને ઓવલ શેપ, રાઉન્ડ શેપ જોવા મળે છે. એ તમને નૉર્મલ સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધીની મળે છે.

મ્યુઝિકલ ઘડિયાળ

જૂના જમાનાને યાદ અપાવતી હજી એક ઘડિયાળ છે જે આજે મ્યુઝિકલ ઘડિયાળના નામથી ફેમસ છે. આ મ્યુઝિકલ ઘડિયાળમાં ઘણી વરાઇટી છે; જેમ કે કૂકૂ ઘડિયાળ, ગ્રૅન્ડફાધર ઘડિયાળ, વુડન પેન્ડ્યુલમ, ગ્લાસ પેન્ડ્યુલમ ઘડિયાળ. કૂકૂ ઘડિયાળમાં દર એક કલાકે ઘડિયાળના ઉપરનો દરવાજો ખૂલે અને કૂકૂ બહાર આવીને કૂકૂ બોલે છે. જેટલો સમય થયો હોય એટલી વાર એ બોલે છે. જેનો મોટો બંગલો હોય તેમને તેમના ઘરને રાજા-રજવાડા જેવો લુક આપવો હોય તો તેમના માટે આ ગ્રૅન્ડફાધર ઘડિયાળ સૌથી બેસ્ટ ઑપ્શન છે. આ ઘડિયાળ લાંબી હોય છે. પેન્ડ્યુલમ ઘડિયાળ પણ લાંબી જ હોય છે.

વુડન ઘડિયાળ

આજે ફૅન્સીમાં સૌથી વધારે તમને વુડન ઘડિયાળમાં વરાઇટી જોવા મળે છે જેમાં તમને અનેક ડિઝાઇનો જોવા મળશે. એમાં સૌથી ફેમસ છે ફોટોફ્રેમવાળી ડિઝાઇન. એમાં તમે ઇચ્છો ત્યારે ફોટો બદલી શકો છો. આ સિવાય આમાં તમને ચોરસના શેપમાં ઘડિયાળ જોવા મળશે જેમાં એક પછી એક વુડનની પટ્ટીઓ હોય છે. એ સિવાય ઝાડના કાપેલા થડના ઉપરના ભાગ જેવી ડિઝાઇન, સફરજન જેવી ડિઝાઇન, હાર્ટ શેપની ડિઝાઇન, લાકડાના ડિશ જેવી ડિઝાઇન, મશરૂમની ડિઝાઇન, આઉલની ડિઝાઇન, ઝાડના થડ જેવી ડિઝાઇન, સૂરજના શેપની ડિઝાઇન તમારું મન મોહી લેશે. અમુક વુડન ક્લૉકમાં માત્ર નંબર પણ લખેલા હોય છે.

નાનાં બાળકો માટે

આજે નાનાં બાળકોની પણ એક અલગથી રૂમ થઈ ગઈ છે તો એ લોકોના રૂમમાં ઘડિયાળ પણ અલગથી જ જોઈએને. નાનાં બાળકો માટે પણ ઘણી ઘડિયાળો માર્કેટમાં મળે છે. એમાં મન્કીની ઘડિયાળ જોવા મળે છે. આ મન્કીની ઘડિયાળમાં પણ તમને અલગ-અલગ વરાઇટી જોવા મળે છે; જેમ કે ઘડિયાળમાં મન્કીનો ફોટો અથવા લટકતા મન્કીના શેપની ઘડિયાળ. એ સિવાય બટરફ્લાય, ઘુવડ, સ્પાઇડરમૅન, જિરાફ, ફૉક્સ, કૂકડો વગેરે ઍનિમલ અને બર્ડ્સની ઘડિયાળો. આ સિવાય અમુક ઘડિયાળની અંદર તમને વિવિધ પિક્ચર પણ જોવા મળે છે; જેમ કે જંગલનાં પ્રાણીઓ, સ્ર્પોટ્સને લગતાં પિક્ચરવાળાં ઘડિયાળ નાનાં બાળકોના રૂમને ક્યુટ અને સ્માર્ટ લુક આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK