સ્ટેટસ-સિમ્બૉલ બની ગયાં છે ફૅન્સી ઓશીકાં

પ્રિન્ટેડ, એમ્બ્રોઇડરીવાળા, સ્વરોવ્સ્કી વર્કવાળાં ઓશીકાં તમારા ઘરના ઇન્ટીરિયરમાં અનેરો જાન પૂરે છે

pillow

એમ્બ્રોઇડરી અને હાથીના શેપનું ઓશીકું

કૃપા પંડ્યા

પહેલાં ઓશીકાને માત્ર રાત્રે સૂવાના સમયે જ યાદ કરવામાં આવતું. પછી ધીરે-ધીરે જેમ- જેમ લોકોના ઘરે સોફા આવવા લાગ્યા એમ ઓશીકાની જગ્યાઓ પણ બદલવા લાગી અને સાઇઝમાં પણ લંબચોરસથી ચોરસ અને પછી ગોળ થયા અને એ સાથે એની ડિઝાઇન પણ બદલવા લાગી. પ્લેન અને કલર્ડ મળતા ઓશીકામાં હવે તમને વિવિધ ડિઝાઇનોની વરાઇટીઓ જોવા મળે છે. આના વિશે જણાવતાં અવનવાં કુશન બનાવતી કંપની ઍના સિમોનાનાં ક્રીએટિવ હેડ મોનિકા દોશી કહે છે, ‘પાંચ વર્ષ પહેલાં કન્ટેમ્પરરીનો ટ્રેન્ડ હતો જે હવે પાછો આવ્યો છે. હવે તમને ઓશીકાની ડિઝાઇનમાં જૂના અને નવા બન્ને સમયના કન્ટેમ્પરરી લુકનો સમન્વય જોવા મળે છે. ઓશીકું હવે માત્ર ઊંઘતા સમયે માથા નીચે મૂકવા માટે જ નથી વપરાતું, પણ ઓશીકાં હવે વ્યક્તિની લાઇફ-સ્ટાઇલ અને સ્ટેટસ પણ જાહેર કરે છે. એ સાથે ઘરના ઇન્ટીરિયરમાં પણ ઓશીકાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે પહેલાંના પ્લેન ઓશીકાની જગ્યા પર તમને માર્કેટમાં નવી-નવી સ્ટાઇલ, ડિઝાઇન અને લૉટ્સ ઑફ વરાઇટી મળશે જે તમારા ઘરને સજાવવામાં મદદ કરશે.’

મટીરિયલ અને ડિઝાઇન

ઓશીકું બનાવવામાં સિલ્ક, વેલ્વેટ, પોલિએસ્ટર, લેસ વગેરે મટીરિયલ વપરાય છે. પૅટર્નની વાત કરીએ તો પ્રિન્ટેડ ઓશીકાં અત્યારે માર્કેટમાં બહુ ઇન છે જેમાં ડિજિટલ પ્રિન્ટ, ફ્લોરલ પ્રિન્ટ, ફળોની પ્રિન્ટ, વિવિધ પ્રકારનાં લખાણો, સેલ્ફ-પોટ્ર્રેટ વગેરે આવે છે. એ સિવાય એમ્બ્રોઇડરીવાળાં પણ ઓશીકાં જોવા મળે છે. એના વિશે જણાવતાં મોનિકા દોશી કહે છે, ‘હવે પ્રિન્ટેડ ઓશીકાં કૉમન થઈ ગયાં છે જે તમને બધે જોવા મળે છે. પણ આપણને હંમેશાં બધા કરતાં કંઈ અલગ જ જોઈતું હોય છે. એટલે પ્રિન્ટેડ વિથ એમ્બ્રોઇડરીવાળાં ઓશીકાં તમને કંઈક અલગ લુક આપે છે જેમાં તમને મશીન અને હૅન્ડ એમ્બ્રોઇડરી જોવા મળે છે. એ સાથે જેનાથી જ્વેલરી બને છે એ સ્વરોવ્સ્કીવાળાં પણ ઓશીકાં તમારા ઘરને યુનિક લુક આપે છે. અમે જ્યારે ડિઝાઇનર ઓશીકાં બનાવીએ છીએ ત્યારે અમે ટ્રેન્ડ મુજબ જઈએ છીએ, જેમ કે આ વર્ષે કયા કલરનો ટ્રેન્ડ છે. એ પછી એ કલર પર જો પ્રિન્ટેડ ઓશીકાં બનાવવાં હોય તો પ્રિન્ટ કરાવીએ અને જો એમ્બ્રોડરી કે બીજું કંઈ કરવું તો એ રીતે કામ કરાવીએ છીએ.’

આ સિવાય બાળકોના રૂમ માટે પણ તેમને ગમતાં કાટૂર્ન-કૅરૅક્ટર, તેમને ગમતાં પ્રાણીઓના પિક્ચરવાળાં ઓશીકાં પણ માર્કેટમાં અવેલેબલ છે. ઓશીકાના શેપની વાત કરીએ તો હાર્ટ શેપનાં, ગોળ, પ્રાણીઓના મોઢાના શેપનાં, કારના શેપનાં, બસના શેપનાં એવા ઘણા શેપનાં ઓશીકાં પણ મળે છે. જો જોડીમાં ઓશીકાં લેવાં જરૂરી હોય તો તમે એવાં ઓશીકાં લઈ શકો છો જેમાં બે ઓશીકાં સાથે મૂકવાથી તમારું એક પિક્ચર પૂરું થાય.

આ બધાં ઓશીકાં લીધા પછી એને મેઇન્ટેન કઈ રીતે કરવાં એની ચિંતા વધારે હોય છે. એટલે આ બધાં ઓશીકાંને તમે ડ્રાયક્લીન જ કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK