ફેરનેસ ક્રીમમાં વપરાતો પારો ત્વચાને જ નહીં, શરીર માટે પણ છે હાનિકારક

ત્વચા ઊજળી બનાવવા માટેની ક્રીમમાં વધારેપડતી માત્રામાં વપરાતી મક્યુર્રી ત્વચા અને આંતરિક અવયવોને લાંબા ગાળે ડૅમેજ કરે છે

fairness cream



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

એક ફેરનેસ ક્રીમ તમને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે એનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. સુંદર દેખાવા માટે ઘણા લોકો ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. પણ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે થર્મોમીટરમાં વપરાતો પારો ફેરનેસ ક્રીમમાં પણ વાપરવામાં આવે છે. આ પારો એક લિમિટ સુધી જ વાપરવો જોઈએ, પણ આજની ફેરનેસ ક્રીમમાં આનો વપરાશ વધારે માત્રામાં જોવા મળી રહ્યો છે. પારાની માત્રા વધારવાના કારણે માત્ર તમારી સ્કિનની સુંદરતા જ નહીં, તમારા શરીરની અંદરની સુંદરતાને પણ નુકસાન પહોંચી શકે છે. જ્Dખ્ અને પૉલ્યુશન મૉનિટરિંગ લૅબ - સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એેન્વાયર્નમેન્ટના રર્પિોટમાં એવું સાબિત કરવામાં આવ્યું છે કે કૉસ્મેટિક કંપનીઓ તેમની ફેરનેસ ક્રીમમાં પારો નાખે છે, જેની માત્રા જરૂરત કરતાં વધારે છે. ફેરનેસ ક્રીમમાં મક્યુર્રી ૦.૦૬૬૫ ટકા હોવું જોઈએ, પણ કંપનીઓ આના કરતાં વધારે માત્રામાં પારો નાખે છે જેના કારણે એની સાઇડ-ઇફેક્ટ થાય છે જે ઘણી હાનિકારક હોય છે.

પારો

કૉસ્મેટિક પ્રોડક્ટ્સમાં પારો કેમ નાખવામાં આવે છે એના વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સોમા સરકાર કહે છે, ‘કૉસ્મેટિક્સમાં પારોનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે એનાથી પિગ્મેન્ટેશન ઓછું થાય છે. મક્યુર્રી તમને બ્લીચિંગ જેવી ઇફેક્ટ આપે છે, જેના કારણે તમારો ફેસ ગ્લો કરવા લાગે છે. બીજું સૌથી સૉલિડ રીઝન એ છે કે એ તમને ઇમિજિએટ ઇફેક્ટ આપે છે, જેના કારણે એને ફેરનેસ ક્રીમમાં નાખવામાં આવે છે.’

પારો પહેલાં પણ ફેરનેસ ક્રીમમાં વાપરવામાં આવતો હતો, પણ ધીરે-ધીરે કૉમ્પિટિશનમાં પહેલા આવવાની લાલચમાં કૉસ્મેટિક કંપનીઓ આની માત્રા ધીરે-ધીરે વધારવા લાગી છે અને એટલી હદ સુધી વધારવા લાગી છે કે એ તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

હાનિકારક

પારો તમને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે એ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મુકાદમ કહે છે, ‘ફેરનેસ ક્રીમ વારંવાર લગાવવાથી વધારે સમય સ્કિન પર રહે છે. એના લીધે એ ધીરે-ધીરે સ્કિનની અંદર શોષાઈ જાય છે. એના લીધે ક્રીમમાં આવતો પારો પણ તમારા શરીરની અંદર જાય છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. પારો તમારી સ્કિનમાં રહેલા મેર્લનિનની ઇફેક્ટને ઓછી કરે છે. આ સિવાય સ્કિન પર રેડનેસ, ઇરિટેશન, રૅશિસ, સ્કાર, સ્કિન કાળી પડવી વગેરે ઇફેક્ટ્સ થાય છે.’

આ મક્યુર્રી માત્ર તમારી સ્કિનને જ નહીં, સ્કિનની અંદર પણ નુકસાન પહોંચાડે છે. એ વિશે જણાવતાં ડૉ. સોમા સરકાર કહે છે, ‘પારો શરીરની અંદર જતાં મેમરી લૉસ, વીકનેસ, માથું દુખવું, કૉન્ફિડન્સ ઓછો થવો, ડિપ્રેશન, ઊલટી થવી, સ્કિનમાં નાની ફોલ્લીઓ થવી વગેરે સાઇડ-ઇફેક્ટ્સ થાય છે. જો કોઈ સતત વપરાશ કરે તો કિડની, ફેફસાં અને મગજને પણ ડૅમેજ કરી શકે છે. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી ઉપરાંત પારો એટલો ખતરનાક છે કે એ તમારાં ફેફસાં અને કિડનીને પણ અસર કરી શકે છે.’

બીજી બાજુ ડૉ. મુકાદમ કહે છે, ‘પારો બ્લડમાં એટલો જલદી ઓગળતો નથી. બીજું, એ તમારા બ્રેઇન સુધી પહોંચતો નથી એટલે એ બ્રેઇનને ડૅમેજ કરતો નથી, પણ આ ફેરનેસ ક્રીમ તમારી આંખમાં જાય તો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને જો એ નાકની અંદર જાય તો લંગ્સને પણ નુકસાન થાય છે.’

આ સાઇડ-ઇફેક્ટ ફેરનેસ ક્રીમ વાપરવાનું બંધ કરતાં જતી પણ રહે છે, પરંતુ એવી પણ ઘણી સિવિયર સાઇડ-ઇફેક્ટ્સ હોય છે જેમાં ટ્રીટમેન્ટની જરૂર પડે છે અને ક્યારેક હૉસ્પિટલમાં પણ ઍડ્મિટ થવું પડે છે. ફેરનેસમાં વપરાતા પારાની થતી સાઇડ-ઇફેક્ટ્સમાંથી પુરુષો પણ બાકાત નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK