આંખો સાથે-સાથે એની પાંપણોમાંય રંગ ભરી દઈએ તો?

વાસ્તવિક રીતે ઉનાળામાં આંખોની પાંપણોને બ્લૅક ઉપરાંતના પણ જુદા-જુદા રંગોથી રંગવાનો મેકઅપ-ટ્રેન્ડ બહુ જ પૉપ્યુલર છે. સ્કિન-ટોન અને આંખોના પ્રકાર પ્રમાણે કયા રંગનું મસ્કરા ચાલે એ વિશે વિસ્તારથી જાણીએ આજે

mascara

રુચિતા શાહ

મેકઅપ-ઍક્સેસરીઝમાં હંમેશથી રંગોનો દબદબો રહ્યો છે. જોકે એમાં આઇલૅશિઝ એટલે કે આંખની ભમ્મરોને ડાર્ક કરવા માટે બ્લૅક કલરની મોનોપૉલી રહી છે. જોકે હવે આ સિનારિયો પણ બદલાયો છે. માત્ર ફન્કી કે ડિસ્કો લુક પૂરતો નહીં પણ સામાન્ય લુકમાં પણ કલરફુલ આઇલૅશિઝ કરવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક અરસામાં પૉપ્યુલરિટી મેળવી રહ્યો છે. તમારી આંખોના આકાર, કીકીના રંગ પ્રમાણે કેવા રંગનું મસ્કરા તમને સારું લાગશે એના વિશે આજે વાત કરીએ.

રંગોનું વૈવિધ્ય


સ્ત્રીની સુંદરતામાં આંખોનું વિશેષ મહત્વ હોય છે. અત્યાર સુધી આઇલાઇનર અને આઇ- શૅડોમાં વિવિધ રંગોની બોલબાલા હતી. હવે એ જ સિનારિયો આઇલૅશિઝમાં પણ જોવા મળી રહ્યો છે. આંખોને બ્યુટિફુલ, બોલ્ડ અને પ્રમાણમાં મોટી દેખાડવા માટે રેડ, યલો, ગ્રીન, બ્લુ, પર્પલ જેવા મસ્કરાઓ ખૂબ આકર્ષક લુક આપે છે. જોકે એની પસંદગી કરતાં પહેલાં તમારો સ્કિન-ટોન અને આંખોની કીકી એમ બન્નેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ગોલ્ડન

પાર્ટી-ઍનિમલ હોય એના માટે બ્રાઉન મસ્કરા એક અનિવાર્ય ઍક્સેસરીની જગ્યાએ છે. નાઇટ-પાર્ટીમાં બધામાં અલગ તરી આવવા માગતા હો તો બીજા એકેય શેડના મસ્કરામાં ઊંડા ઊતર્યા વિના ગોલ્ડન કલરના મસ્કરાને અપનાવી લો. દરેક પ્રકારની આંખોની રંગત વધારવામાં એનો જોટો જડે એમ નથી. સામાન્ય દિવસોમાં કલરફુલ મસ્કરાનો ઉપયોગ કરીને ન્યુ લુકનું સાહસ ન ઉપાડવા માગતા હો તો પણ પાર્ટીમાં તો આ મસ્કરા કરીને તમે તમારી શોભા વધારવાનું જ કામ કરશો એમાં શંકાને સ્થાન નથી.

બ્રાઉન

જે યુવતીઓ થોડી શરમાળ છે, મેકઅપમાં અખતરા કરતી વખતે ખચકાતી હોય કે અચાનક પોતાનો દેખાવ બદલવાની બાબતમાં મૂંઝાતી હોય તેમણે પોતાનો સંકોચ દૂર કરવા માટે સૌથી પહેલાં બ્રાઉન મસ્કરાનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમારો લુક બહુ વધુ ચેન્જ નહીં થાય, પણ સહેજ આવેલું પરિવર્તન નજર બહાર પણ નહીં રહે. સૌમ્ય અને નૅચરલ લુક માટે આ મસ્કરા બહુ મહત્વપૂર્ણ છે. ફેર કૉમ્પ્લેક્શન ધરાવતી યુવતીઓ પર આ સરસ દેખાશે અને આંખોની કીકી બ્રાઉનિશ હોય તેના પર પણ દીપી ઊઠશે.

બ્લુ

થોડીક રાખોડી રંગની કીકી ધરાવતી યુવતીઓ પર બ્લુ રંગની મસ્કરા ખૂબ સુંદર લાગે છે. બ્લુમાં પણ રૉયલ બ્લુ, નેવી બ્લુ, સી બ્લુ, ટકોર્ઇઝ બ્લુ એમ ઘણા શેડ્સ અવેલેબલ છે. મજાની વાત તો એ છે કે માત્ર ગોરા વાનની નહીં પણ દરેક પ્રકારના સ્કિન-ટોન પર આ શેડ સારો લુક આપે છે.  

પર્પલ

તમે તમારી આંખોને મોટી દેખાડવા ઇચ્છો છો તો પર્પલ શેડ તમારા માટે બેસ્ટ છે. ડે- પાર્ટીમાં આ મસ્કરા લગાવીને જશો તો ચોક્કસ તમે ભીડમાં જુદા તરી આવશો અને એ પણ સારી રીતે.

પિન્ક

છોકરીઓને પિન્ક કલર વિશે કહેવાનું ન હોય. એ કલર તો ઈશ્વરે તેમના માટે જ બનાવ્યો છે. જોકે મસ્કરા તરીકે પિન્ક કલર લગાડવાના હો તો તમે થોડાક વધુ ગોરા હો એ જરૂરી છે. બેશક, ડાર્ક કૉમ્લેક્શનવાળાએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે ડબલ શેડમાં પિન્ક મસ્કરાનો ઉપયોગ કરીને આંખોની પાંપણો પર ચાર ચાંદ લગાવી શકો છો.

ગ્રીન


યસ, ગો ગ્રીન. માત્રએન્વાયર્નમેન્ટ-લવર્સ જ નહીં,બ્યુટી-લવર્સ માટે પણ આ કલર એક શ્રેષ્ઠ ઑપ્શન બની શકે છે બ્યુટીને વધુ બ્યુટિફુલ બનાવવાના ભાગરૂપે. બ્લૅક અને સી-ગ્રીન કલરની આંખો ધરાવતી ગોરી યુવતીઓને આ કલર સૂટ કરશે.

સુંદરતાને વધારવા અને લુકને હટકે કરવા માટે માત્ર ડ્રેસિંગ કે હેરસ્ટાઇલ બદલવા કરતાં ક્યારેક મેકઅપ પર પણ એક્સપરિમેન્ટ કરી શકાય છે અને ત્યારે આ કલરફુલ મસ્કરા શ્રેષ્ઠ પર્યાય બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK