મેકઅપનો અતિરેક ટાળો

રોજ યુવાન અને સુંદર દેખાવા માટે કરવામાં આવતો મેકઅપ તમારી સુંદરતાને કાયમ માટે બગાડી શકે છે અને તમને ઉંમર કરતાં વધારે મોટા બતાવી શકે છે

sonam kapoorલાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આપણે ઘણી વાર સેલિબ્રિટીઓને મેકઅપ વગર જોઈએ છીએ ત્યારે તેમના ચહેરા પર કરચલીઓ અને નાની ફોલ્લીઓ દેખાય છે. તેઓ રોજ-રોજ પોતાના ચહેરા પર મેકઅપના મોટા-મોટા થર લગાડે છે જેના લીધે તેમને મેકઅપ વગર જોવા આપણને ગમતા નથી. આપણે પણ આપણા રોજિંદા જીવનમાં રોજ મેકઅપ કરીએ છીએ. એ પછી લિપસ્ટિક હોય કે આઇલાઇનર હોય કે આઇશૅડો હોય કે પછી ફાઉન્ડેશન અને બ્લશર હોય. આ બધી બ્યુટી-પ્રોડક્ટ્સનો રોજિંદા જીવનમાં થતો વપરાશ તમને એ સમયે ભલે સુંદરતા આપે, પણ આગળ જઈને તમારી સુંદરતામાં ડાઘ પાડી શકે છે. આપણી કાયમી સુંદરતાને બગાડે છે. પહેલાંથી જ આપણે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. એથી મેકઅપનો બહુ અતિરેક તમારી કાયમી સુંદરતાને બગાડવામાં બહુ મોટો ભાગ ભજવે છે.

કરચલીઓ

રોજ મેકઅપ કરવાથી તમારી સ્કિનને નુકસાન પહોંચી શકે છે એમ જણાવતાં બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, ‘તમે રોજ-રોજ જે મેકઅપ કરો છો એનાથી તમારી સ્કિનને નૅચરલ બ્રીધિંગ નથી મળતું, કેમ કે સ્કિનનાં છિદ્રો તમે રોજ-રોજ મેકઅપ કરીને બંધ કરો છો. એથી સ્કિનને ઑક્સિજન મળતો નથી. આથી સ્કિનની ઍલર્જી જલદી થાય છે. તમારા ફેસ પર ધીમે-ધીમે કરચલીઓ પડવા લાગે છે. તમારા ચહેરા પર અમુક-અમુક ઠેકાણે વિવિધ કલરના પૅચિસ આવેલા દેખાય છે. તમે યુવાન દેખાવા માટે જે મેકઅપ રોજ-રોજ કરો છો એના કારણે એજિંગ પ્રોસેસ જલદી થાય છે એટલે તમે ઉંમર કરતાં વધારે મોટા લાગો છો.’

ધ્યાનમાં રાખવાની બાબતો

મેકઅપ કરતાં પહેલાં કઈ વાતો ધ્યાનમાં રાખવી એ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ અપ્રતિમ ગોયલ કહે છે, ‘મેકઅપને ક્યારેય ડાયરેક્ટ ચહેરા પર લગાવવો નહીં. એ માટે પહેલાં ચહેરાને સ્કિન-ટાઇપ પ્રમાણે ફેસવૉશથી ધોવો. ફેસવૉશથી ચહેરો ધોવાથી તમારા સ્કિનનું જે ક્ટણ્ છે એ ઉપર-નીચે થઈ જાય છે. એને સ્ટેબલ કરવા માટે ટોનર લગાવવું. સ્કિન પર પ્રાઇમર લગાવવું. પ્રાઇમર ન હોય તો કોઈ પણ સારું અને થિક મૉઇસ્ચરાઇઝર લગાવવુંં અને પછી મેકઅપ કરવો. મેકઅપ કાઢતા સમયે ચહેરાને પહેલાં પાણી અને સાબુથી ન ધોવો. કોઈ પણ સારા બેબી-ઑઇલથી પહેલાં આંખોનો, પછી ગાલ અને ચિનનો મેકઅપ દૂર કરવો અને પછી લિપસ્ટિક રિમૂવ કરવી. આના માટે કૉટન વાપરવું, પણ એ ધ્યાન રાખવું કે દરેક જગ્યાએ અલગ-અલગ કૉટન વાપરવું. એ પછી ફેસવૉશથી ચહેરો ધોવો અને ફરી ટોનર લગાવવું અને ટોનર પછી મૉઇસ્ચરાઇઝર અને નાઇટ-લોશન લગાવવું.’

જેનું ફીલ્ડ એવું છે જેમાં તેને રોજ મેકઅપ લગાવવો પડે તેણે મેકઅપ રિમૂવર ખાસ વાપરવું; જેમાં ક્લેન્ઝિંગ મિલ્ક, વાઇપ્સ, લોશન અને બેબી-ઑઇલ આવે છે. એમાં બેબી-ઑઇલ સૌથી બેસ્ટ છે. એ સાથે મેકઅપ પ્રોડક્ટ જે પણ વાપરો એ બ્રૅન્ડેડ હોવી જોઈએ. એ સિવાય તમારે જ્યારે તડકામાં વધારે રહેવાનું હોય તો લાઇટ કલરનો મેકઅપ લગાવવો. ડાર્ક કલરનો મેકઅપ લગાવવાથી તમારી સ્કિન સૂર્યનાં કિરણોથી ડૅમેજ થઈ શકે છે, કેમ કે ડાર્ક કલરનો મેકઅપ સૂર્યનાં કિરણને વધારે આકર્ષિત કરે છે.

ઘરમાં ક્લેન્ઝર

તમે ઘરમાં પણ ક્લેન્ઝર બનાવી શકો છો. એ વિશે જણાવતાં બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, ‘દૂધ અને દહીં સૌથી સારું અને સેફ નૅચરલ ક્લેન્ઝર છે. પાંચ ચમચી દૂધમાં ત્રણ ચમચી પાણી મિક્સ કરીને એમાં કૉટનને પલાળીને ફ્રિજમાં મૂકી દેવું. આ વધારેમાં વધારે ત્રણ દિવસ ચાલે. દહીંને તમે સીધું ફેસ પર લગાવી શકો છો, કેમ કે એ ઑલરેડી ઘટ્ટ હોય છે. નૅચરલ ક્લેન્ઝરથી સાફ કર્યા પછી તરત ચહેરો ધોઈ લેવો. ઑઇલી સ્કિનવાળાએ દૂધ ન વાપરવું. તેમણે દહીં વાપરવું.’

કઈ મેકઅપ પ્રોડક્ટ્સ રોજ વાપરવાથી શું નુકસાન થાય છે?

લિપસ્ટિક :
આપણે આપણા હોઠની સુંદરતા માટે રોજ લિપસ્ટિક લગાવીએ છીએ, પણ આ જ સુંદરતા આપણે ભરખી જાય છે. આપણને લાગે છે કે રોજ-રોજ લિપસ્ટિક લગાવવાથી કંઈ થતું નથી, પણ આ એક ખોટો ભ્રમ છે. લિપસ્ટિકને લૉન્ગ-લાસ્ટિંગ રાખવા માટે એમાં લેડ નામનું કેમિકલ વાપરવામાં આવે છે. એટલે તમે રોજ લિપસ્ટિક લગાડો તો આ લેડ નામક કેમિકલથી તમારા હોઠ કાળા થઈ જાય છે. અને એ પ્રૂવ થયું છે કે લાંબે ગાળે તમને હોઠનું કૅન્સર પણ થઈ શકે છે. લિપસ્ટિકથી નહીં, પણ લેડ નામના કેમિકલથી થઈ શકે છે.

આંખોનો મેકઅપ : આંખને સુંદર દેખાડવા માટે આપણે આઇશૅડો અને આઇલાઇનર લગાવીએ છીએ, પણ એ રોજ-રોજ ન લગાવવું જોઈએ; કેમ કે રોજ-રોજ આઇલાઇનર લગાવવાથી પાંપણમાં ડૅન્ડ્રફ થાય છે અને પછી ત્યાર ખંજવાળ આવે છે. આથી આપણે ત્યાં ખંજવાળીએ છીએ. બીજું, તમારી આંખમાં ઇન્ફેક્શન થાય છે. એમાં લાલાશ આવે છે. વાળ પણ ખરી જાય છે. સારી કંપનીનું આઇલાઇનર વાપરવું. એ સિવાય આઇશૅડો ક્રીમ-બેઝ્ડ જ વાપરવી જેથી તમારી પાંપણની સ્કિન ખરાબ ન થાય, કેમ કે આપણી પાંપણની સ્કિનમાં બહુ રિંકલ્સ હોય છે એટલે જો તમે પાઉડર-બેઝ્ડ આઇશૅડો વાપરશો તો એ પાઉડર પાંપણની રિંકલ્સમાં ફસાઈ જશે. આનાથી તમને પાંપણ પર ઇન્ફેક્શન થવાના ચાન્સિસ છે.  બ્લશર અને ફાઉન્ડેશન જો સારી કંપનીનું હોય તો કંઈ થતું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK