એવર ગ્લોઇંગ મિરર વર્ક

ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી લુક આપતું મિરર વર્ક

mirror

ખુશ્બૂ મુલાની ઠક્કર

મિરર વર્ક એટલે આભલા વર્ક અથવા હિન્દીમાં એને શીશા વર્ક કહેવામાં આવે છે. મિરર વર્ક અલગ-અલગ ફૅબ્રિક પર કરવામાં આવે છે; જેમ કે કૉટન, સિલ્ક, રેયૉન, શિફોન કે જ્યૉર્જેટ. મિરર વર્ક ટ્રેડિશનલ લુક આપે છે અને ટ્રેડિશનલ ઘણા ઓછા જણ પહેરવાનું પ્રિફર કરે છે અથવા તો માત્ર ટ્રેડિશનલ ફંક્શનમાં જ પહેરે છે. આભલાંના જુદા-જુદા શેપ આવે છે. ડિઝાઇન પ્રમાણે અલગ-અલગ શેપ યુઝ કરવામાં આવે છે. આભલાને દરેક બાજુથી હાથેથી સિલાઈ કરવામાં આવે છે. હૅન્ડવર્ક હોવાથી ટાઇમ પણ લાગે છે અને મિરર વર્કનાં કપડાં કે વસ્તુ થોડી મોંઘી પણ હોય છે. મિરર વર્કમાંથી ડ્રેસ, કુરતા, ઓન્લી દુપટ્ટા, જૅકેટ, શૉર્ટ્સ, બેડશીટ્સ, પર્સ વગેરે બને છે. જો મિરર વર્ક ન પહેરવું હોય તો બીજો ઑપ્શન છે ટીકલી વર્ક, જે આમ તો વાઇટ કલરનું પ્લાસ્ટિક છે જેમાં ઇમેજ  દેખાય. પરંતુ પ્લાસ્ટિકનું હોવાને કારણે એમાં વજન થતું નથી અને દૂરથી આભલા વર્ક જેવું જ લાગે છે.

mirror1

ડ્રેસ : ડ્રેસિસમાં મિરર વર્ક ખૂબ જ કૉમન છે. મિરર વર્ક જો ડ્રેસમાં કરાવવું હોય તો સારી  ક્વૉલિટીના કૉટનનો ઉપયોગ કરવો પડે છે. ડ્રેસિસમાં મિરર વર્ક કરવાના બે ઑપ્શન છે. એક, ડ્રેસનું જે ફૅબ્રિક હોય એના પર જ સીધું કામ આવે અને બીજો ઑપ્શન એટલે ડ્રેસ પર ટાબલું મૂકવામાં આવે. ટાબલું એટલે કોઈ પણ એક ફૅબ્રિક પર વર્ક કરીને એને મેઇન ફૅબ્રિક પર સીવવામાં આવે. મિરર વર્ક માટે ઘણી સ્ટાઇલ યુઝ કરવામાં આવે છે; જેમ કે મિરરને સેલ્ફ-ટુ-સેલ્ફ સીવવામાં આવે છે. એટલે કે જે કલરનું ડ્રેસનું ફૅબ્રિક હોય એના પર એ જ કલરના દોરાથી મિરરને સીવવામાં આવે છે અથવા કૉન્ટ્રાસ્ટ કલરથી. જેમ કે જો રેડ કલરનો ડ્રેસ હોય તો મિરરને યલો અથવા ગ્રીન કલરથી સીવવામાં આવે છે અને એની આજુબાજુ ઉઠાવ માટે વાઇટ કલરનાં ઝીણાં મોતીથી ડેકોરેટ કરવામાં આવે છે. મિરર વર્ક બાંધણીના ડ્રેસ પર વધારે સારું લાગે છે અથવા તો છીંટ ફૅબ્રિક પર પણ કરાવી શકાય. મિરર વર્ક મોટે ભાગે ડ્રેસમાં નેકલાઇનમાં અને ઘેરામાં બૉર્ડર તરીકે હોય છે. ઘણી વખત ઑલ ઓવર પૅટર્નમાં પણ હોય છે.

bag

કુરતી : જ્યારે કુરતીમાં મિરર વર્ક હોય છે ત્યારે મિરર વર્કને ખાસ સ્ટાઇલિંગ આપવામાં આવે છે, જેથી કુરતી ઊઠીને આવે અને માત્ર લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પહેરી હોય તો સારી લાગે. કુરતીમાં મિરર વર્ક ચાઇનીઝ કૉલરમાં અને કુરતા પટ્ટીમાં કરવામાં આવે છે અથવા તો ક્લોઝ નેક આપી એમાં રાઉન્ડ શેપમાં મિરર વર્કનો ૪ કે ૬ ઇંચનો પટ્ટો  મૂકવામાં આવે છે અથવા તો સ્લીવ્સ હાઇલાઇટ કરવામાં આવે છે, જેમ કે થ્રી-ફોર્થ સ્લીવ્સમાં માત્ર મિરર વર્ક જ કરવામાં આવે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો બૅકમાં મિરર વર્કનો મોટો બુટ્ટો કરાવી શકાય. કુરતીમાં મિરર વર્ક હંમેશાં બ્રાઇટ કલરમાં થાય છે,  જેમ કે બ્લૅક કલરના ફૅબ્રિક પર મલ્ટિકલર કરી શકાય. રેડ કલરના ફૅબ્રિક પર ગ્રીન-યલો અથવા તો બેજ કલરના ફૅબ્રિક પર બ્લૅક અને મરૂનથી મિરર વર્ક કરવું.

ઓન્લી દુપટ્ટા : ઓન્લી દુપટ્ટા એટલે માત્ર દુપટ્ટામાં વર્ક હોય. દુપટ્ટામાં મિરર વર્ક કરાવવા માટે બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો પસંદ કરવો. બાંધણી અને લહેરિયાના દુપટ્ટા પર મિરર વર્ક ખૂબ જ સુંદર લાગે છે. કંઈક અલગ ટ્રાય કરવા માટે વાઇટ શિફોન દુપટ્ટા પર મિરર વર્ક વાઇટ થ્રેડથી જ કરવું અને વાઇટ ડ્રેસ સાથે દુપટ્ટો પહેરવો. સમર વેઅર તરીકે એક અલગ લુક મળશે. કોઈ પેસ્ટલ શેડના દુપટ્ટા પર કૉન્ટ્રાસ્ટ કલરના થ્રેડથી મિરર વર્ક કરાવી શકાય. આવા દુપટ્ટા પ્લેન ડ્રેસ સાથે વધારે સારા લાગે છે જેના પર દુપટ્ટાનો ઉઠાવ આવે અથવા તો આવા દુપટ્ટા ડેનિમ પર પ્લેન કુરતી પહેરી એની સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી પહેરી શકાય અથવા તો જેગિંગ્સ સાથે બૉડી-હગિંગ ટૉપ પહેરી દુપટ્ટાને અલગ રીતે ડ્રેપ કરવો.

dia alia

જૅકેટ/શૉર્ટ્સ : મિરર વર્કનાં જૅકેટ ખૂબ જ પ્રચલિત છે. મિરર વર્કનાં જૅકેટ યુવક અને યુવતી બન્ને પહેરી શકે. યુવકો મોટે ભાગે નવરાત્રિમાં પહેરે છે, પરંતુ યુવતીઓ માટે ઘણા ઑપ્શન છે. મિરર જૅકેટમાં લેન્ગ્થના ઘણા ઑપ્શન હોય છે; જેમ કે શ્રગ-લેન્ગ્થ એટલે કે બિલો બસ્ટ-લેન્ગ્થ, વેસ્ટ-લેન્ગ્થ, હિપ-લેન્ગ્થ વગેરે. મિરર વર્કવાળું શ્રગ લો-વેસ્ટ ડેનિમ સાથે, બ્રાઇટ કલરના બૉડી-હગિંગ ટૉપ સાથે પહેરી શકાય. હાથમાં કલરફુલ બૅન્ગલ  પહેરી એક ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકાય. વેસ્ટ-લેન્ગ્થ મિરર જૅકેટ કુરતી સાથે પહેરી શકાય. જૅકેટ મોટે ભાગે બ્રાઇટ કલરમાં જ આવે છે, જેથી એ કોઈ પણ લાઇટ કલરના ડ્રેસ સાથે સારું લાગે છે. વેસ્ટ-લેન્ગ્થ જૅકેટ એ-લાઇન અથવા ઘેરાવાળા સ્કર્ટ સાથે સારું લાગી શકે. એની સાથે લૉન્ગ નેકલેસ પહેરી શકાય અને હાથમાં ઑક્સોડાઇઝ્ડ બૅન્ગલ્સ અને કમર પર ઑક્સોડાઇઝ્ડ બ્રૉડ બેલ્ટ. હિપ-લેન્ગ્થ જૅકેટ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પેહરી શકાય અથવા પટિયાલા કે ધોતી સાથે પહેરી શકાય.

જો તમે પાતળાં હો તો ફ્લોર-લેન્ગ્થ ગાઉન  સાથે શ્રગ સ્ટાઇલનું મિરર વર્ક જૅકેટ પહેરી શકો. મિરર વર્કની શૉર્ટ્સ બહુ ઓછા પહેરવાનું પસંદ કરે છે. પરંતુ જો પહેરી હોય તો બહુ સ્માર્ટ લાગે છે. મિરર વર્કની શૉર્ટ્સ પર પ્લેન બ્લૅક કે રેડ શર્ટ પહેરી શકાય.

અધર આઇટમ્સ


મિરર વર્કની બેડશીટ્સ ખૂબ જ સુંદર લાગે છે. માત્ર એના પર સુવાતું નથી, કારણ કે વર્કના હિસાબે એ થોડી વાગે છે. એ માત્ર કૉટન ચાદરની ઉપર જ ડેકોરેટિવ લાગે એ માટે પાથરવામાં આવે છે.

મિરર વર્કના ટેબલક્લોથ થોડો ટ્રેડિશનલ લુક આપે છે, પરંતુ પાથર્યા પછી કંઈક અલગ લુક આપે છે.

મિરર વર્કની સ્લિંગ બૅગ ખૂબ જ ફૅશનમાં છે. કુરતી, ડેનિમ, ડ્રેસ બધા જ પર સારી લાગે છે અથવા મિરર વકવાળું પર્સ તમે કૉટન સાડી કે ડ્રેસ સાથે કૅરી કરી શકો.

ડેનિમ સાથે વેસ્ટ-લેન્ગ્થ જૅકેટ અને એની સાથે મિરર વર્કવાળી મોજડી પહેરી શકાય.

જો તમને ઘર સજાવવાનો શોખ હોય અને ઘરે પાર્ટી હોય તો મિરર વર્કવાળો લૅમ્પશેડ લગાડી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK