આવ્યો છે જમાનો ઇઅર-ટૅટૂનો

કાનની બહાર કે પછી અંદર કરવામાં આવતું ઇઅર-ટૅટૂ હકીકતમાં કાનની પાછïળના ભાગમાં કરવું વધારે સેફ છે


(ડાબે)કાનની અંદરનાં ટૅટૂ અને (જમણે)કાનની બહારનાં ટૅટૂ


કૃપા પંડ્યા


કાનનું નામ આવતાં જ આપણી આંખ સામે એક જ વસ્તુ આવે અને એ છે ઇઅર-રિંગ, કેમ કે અત્યાર સુધી કાનને શોભાયમાન કરવામાં ઇઅર-રિંગનો જ ફાળો રહેલો છે. પણ હવે જમાનો બદલાયો છે. આજના યંગસ્ટરની ચૉઇસ પણ બદલાઈ છે. એ લોકોને હવે ફન્કી અને હટકે લુક જોઈએ છે. એટલે આજે પણ આપણે આવા જ એક ફન્કી લુક વિશે જાણવાનું છે, જેનું નામ છે ઇઅર-ટૅટૂ.

ઇઅર-ટૅટૂ એ આજના યંગસ્ટરનું નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનતું જાય છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે, કેમ કે એ ફન્કી સાથે ગ્રેસફુલ અને ડેલિકેટ લુક આપે છે. મુલુંડમાં ટૅટૂ-સ્ટુડિયો ચલાવતી ટૅટૂ-આર્ટિસ્ટ નિકિતા વૈદ્ય કહે છે, ‘ઇઅર-ટૅટૂ છેલ્લા છ મહિનાથી ઘણું ફેમસ થઈ રહ્યું છે. આ ટૅટૂ કરાવવાનું કારણ એ જ કે આજના યંગસ્ટરને રોજ કંઈ ને કંઈ નવું જોઈએ છે. એક જ જગ્યા પર ટૅટૂ કરીને તેઓ કંટાળી ગયા છે. એટલે તેમને હવે ટૅટૂ કરવા માટે નવી જગ્યા જોઈએ છે. આ નવી જગ્યાની લાલચે જ ઇઅર-ટૅટૂ પ્રોડ્યુસ કર્યું.’

ઇઅર-ટૅટૂમાં કાનની ઉપર, કાનની અંદર અને કાનની પાછળ ટૅટૂ કરવામાં આવે છે. કાનની સ્કિન બહુ પાતળી અને ડેલિકેટ હોય છે. એ સિવાય કાનની પાછળ નસો પણ હોય છે. તો શું ઇઅર-ટૅટૂ રિસ્કી છે? આનો જવાબ આપતાં નિકિતા વૈદ્ય કહે છે, ‘ના, એવું કંઈ નથી. એ રિસ્કી નથી. હા, પણ તમે જો કોઈ લોકલ ટૅટૂ-આર્ટિસ્ટ પાસે કરાવો તો કંઈ પણ થઈ શકે છે. એટલે આવી સેન્સિટિવ જગ્યા પર જો ટૅટૂ કરાવવાં હોય તો કોઈ પ્રોફેશનલ અને ખાસ કરીને અનુભવી ટૅટૂ-આર્ટિસ્ટ પાસે જ કરાવવું, કેમ કે તેમને ખબર હોય છે કે કઈ જગ્યા પર કેટલું પ્રેશર આપવું. બીજું, પ્રોફેશનલ ટૅટૂ-આર્ટિસ્ટનું ટૅટૂ ટેãક્નકલી પણ એકદમ ફિટ હશે અને સૌથી મહત્વનું એ કે તેઓ સ્વચ્છતા પર પૂરેપૂરું ધ્યાન આપશે જે ટૅટૂમાં બહુ મહત્વનું છે. બીજું, તમને જો ઇઅર-ટૅટૂ કરાવવાનું મન થાય તો એ કાનની ઉપર કે અંદર કરવા કરતાં કાનની પાછïળના ભાગમાં કરવું સેફ છે.’

જેને બહુ ડીટેલમાં અને આર્ટિસ્ટિક કામ ન જોઈતું હોય તેમના માટે ઇઅર-ટૅટૂ સૌથી સારો અને બેસ્ટ ઑપ્શન છે, કેમ કે કાન એ બહુ નાનો ભાગ છે જેમાં ટૅટૂ-આર્ટિસ્ટને ટૅટૂ કરવા માટે બહુ લિમિટેડ જગ્યા મળે છે એટલે એમાં એવું જ ટૅટૂ કરવામાં આવે છે જેમાં બહુ ઊંડું કામ ન હોય. આમાં નાની ડિઝાઇનો પસંદ કરવામાં આવે છે જેમાં ફેધર, હાર્ટ, નાનાં ફૂલો, સ્ટાર, સિમ્બૉલ્સ, મ્યુઝિક-નોટ્સ, કાટૂર્ન-કૅરૅક્ટરના ફેસ અને એની આઉટલાઇન, સ્મૉલ જ્યોમેટ્રિકલ ફિગર, ડ્રીમકેચર વગેરે. ઇઅર-ટૅટૂ કર્યા પછી એની શું સંભાળ લેવી એ જણાવતાં નિકિતા વૈદ્ય કહે છે, ‘ ઇઅર-ટૅટૂ કરતાં પહેલાં અને કર્યા પછી સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે તમને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તમારા વાળ પણ ટૅટૂને ન અડવા જોઈએ, કેમ કે તમારા વાળમાં લાગેલો કચરો ટૅટૂ પર લાગી શકે છે જેનાથી તમને ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે લગભગ ૧૦ દિવસ સુધી તમારે સંભાળવું જરૂરી છે. બીજું, ટૅટૂ-આર્ટિસ્ટ તમને જે ક્રીમ આપે એ પણ રેગ્યુલર લગાવવી જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK