દિવ્યાંકા ત્રિપાઠીની મેંદીમાં શું ખાસ હતું?

તેનો પોતાનો અને તેના દુલ્હા વિવેક દહિયાનો ચહેરો : બ્રાઇડલ મેંદીમાં હવે આ પ્રકારનાં પોટ્ર્રેટ બનાવવાનો ટ્રેન્ડ આવ્યો છે

divyanka mehendi



કૃપા પંડ્યા

થોડા સમય પહેલાં જ ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં ત્યારે તેના માથાથી લઈને પગ સુધીના શૃંગારમાં એક વસ્તુ હતી જે લોકોનું ધ્યાન રહી-રહીને ખેંચી રહી હતી અને એ હતી તેના હાથની મેંદી. આ મેંદીમાં દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયાનો ફેસ બનાવવામાં આવ્યો હતો જે પોટ્ર્રેટ મેંદીના નામે ઓળખાય છે.

દરેક બ્રાઇડને હંમેશાં મેંદીમાં બધા કરતાં અલગ અને કંઈક નવું જોઈતું હોય છે. તે ટિપકલ મેંદીથી કંટાળી ગઈ છે. પોટ્ર્રેટ મેંદી બ્રાઇડ્સ માટે એક નવો ટ્રેન્ડ લાવી રહી છે. પોટ્ર્રેટ મેંદીમાં શું હોય છે એ જણાવતાં બ્યુટિશ્યન લજ્જા પંચાલ સાળવી કહે છે, ‘પહેલાં બ્રાઇડના હાથમાં અમે એક સિમ્પલ દુલ્હા અને દુલ્હનનો ફેસ ડ્રૉ કરતાં હતાં, પણ હવે એ બહુ આઉટડેટેડ થઈ ગયું છે. હવે કોઈ પણ બ્રાઇડને એ ટિપિકલ ફેસ જોઈતો નથી એટલે હવે તેઓ દુલ્હા-દુલ્હનની જગ્યા પર પોતાનો અને પોતાના ભાવિ પતિનો ફેસ ડ્રૉ કરાવે છે. એ જોઈને તમને લાગે કે જાણે એ ફેસ કૅન્વસની જેમ હાથ પર ડ્રૉ કર્યો હોય.’


divyanka mehendi



પોર્ટ્રેટ મેંદીમાં જો તમારો હાથ બેસી જાય તો પોટ્ર્રેટ ડ્રૉ કરતાં વધારેમાં વધારે ૧૦ મિનિટ લાગે છે. કોઈ પણ દુલ્હનના હાથ પર પોટ્ર્રેટ મેંદી ડ્રૉ કરવા માટે શું તૈયારી કરવી પડે છે એ જણાવતાં બ્યુટિશ્યન લજ્જા પંચાલ સાળવી કહે છે, ‘મારે જ્યારે કોઈને પોટ્ર્રેટ મેંદી કરવાની આવે છે ત્યારે હું એક દિવસ પહેલાં દુલ્હન અને વરરાજાનો ફોટો મગાવી લઉં છું. એ પછી ઘરે પેપર પર પ્રૅક્ટિસ કરું છું અને પછી બીજા દિવસે દુલ્હનના હાથમાં કરું છું, કેમ કે આ પોટ્ર્રેટ અમારે એક અટેમ્પ્ટમાં જ કરવાનું હોય છે. અમે પોટ્ર્રેટ કરતાં-કરતાં વચ્ચે અટકી નથી શકતાં અને અમારે વ્યક્તિનો નાકનકશો પણ બરાબર અને બારીકાઈથી કરવો પડે છે. જો અમે કંઈક ગડબડ કરી તો મેંદી તો તરત જ લુછાઈ જાય, પણ એ મેંદી તરત જ હાથમાં રંગ પકડી લે છે; જેના લીધે એનો લુક ડલ થઈ જાય છે. ’

પોર્ટ્રેટ મેંદીમાં સૌથી અઘરું હોય છે દુલ્હનનું પોટ્ર્રેટ ડ્રૉ કરવાનું; કેમ કે એમાં દુલ્હનના નાકનકશાથી લઈને તેની નથ, ચાંદલો, પિયળ, ટીકો, તેનો નેકપીસ, તેની હેરસ્ટાઇલ અને તેની ઓઢણી સુધ્ધાં ડ્રૉ કરવાનાં હોય છે. એ સાથે એ પણ જોવાનું હોય છે કે દુલ્હનનું પોટ્ર્રેટ નાજુક લાગે, જે મુશ્કેલ અને ટાઇમ માગી લે એવું કામ છે. બીજું, બધાની હથેળી એક જેવી હોતી નથી. કોઈની લાંબી તો કોઈની ટૂંકી તો કોઈની ઊંડી હોય છે. એટલે એ બધાને ધ્યાનમાં રાખીને પોટ્ર્રેટ મેંદી કરવામાં આવે છે જે મુશ્કેલ કામ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK