માણસની જિંદગીને રંગબેરંગી કરે છે ડિજિટલ પ્રિન્ટ

કુદરતના સાંનિધ્યમાં રહેવાનું ગમતું હોય તો પસંદ કરો ડિજિટલ પ્રિન્ટ જેમાં તમને કુરતા, જીન્સ, ટૉપ, બેડશીટ, પડદાઓ, તકિયાનાં કવરથી લઈને પર્સ મળી રહે છે

cluch

ડિજિટલ પ્રિન્ટેડ ક્લચ


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ફૅશન-માર્કેટમાં કંઈ પણ નવો ટ્રેન્ડ આવે તો આપણને લાગે કે આ તો નવું છે, હમણાં જ ટ્રેન્ડમાં આવ્યું છે. પણ એવું નથી હોતું, જે પણ ફૅશન-માર્કેટમાં ટ્રેન્ડમાં આવે છે એમાંથી ઘણાખરા ટ્રેન્ડ લેટેસ્ટ નહીં પણ જૂના જ હોય છે. બસ, એને નવી રીતે લોકો સામે દર્શાવવામાં આવે છે. આવો જ એક ટ્રેન્ડ છે જેણે ફરી પાછી ફૅશન-માર્કેટમાં પોતાની જગ્યા બનાવી છે અને એ છે ડિજિટલ પ્રિન્ટ. આ ડિજિટલ પ્રિન્ટ તમને કુરતી, કુરતા, શર્ટ, ટૉપથી લઈને બેડશીટ, તકિયાનાં કવરમાં જોવા મળશે. આ ડિજિટલ પ્રિન્ટને લોકોએ એટલી અપનાવી છે કે છેલ્લા કેટલાક સમયથી આખી ફૅશન-માર્કેટમાં એણે પોતાનું આધિપત્ય જમાવ્યું છે.


bed sheet

ડિજિટલ પ્રિન્ટેડ બેડશીટ


ડિજિટલ પ્રિન્ટ

ડિજિટલ પ્રિન્ટ છેલ્લા ઘણા સમયથી લોકોમાં પ્રિય થઈ રહી છે. એનું કારણ જણાવતાં ફૅશન-ડિઝાઇનર સંગીતા ગાલા કહે છે, ‘દરેક ફૅશનની પાછળ હંમેશાં કોઈ ને કોઈ કારણ હોય છે. જેમ-જેમ લોકોની વિચારધારાઓ બદલાય છે એમ ફૅશન-માર્કેટનો ટ્રેન્ડ પણ બદલાય છે. હવેના લોકોને ‘ગો ગ્રીન’માં વધારે ઇન્ટરેસ્ટ છે. તેમને કુદરતના સાંનિધ્યમાં રહેવાનું વધારે ગમે છે. તેઓ જેમ બને એમ કુદરતની નજીક રહેવા માગે છે પછી ભલે એ રહેઠાણ દ્વારા હોય કે ફૂડ દ્વારા કે પછી કપડાં દ્વારા. તેમના આ જ કુદરતના સાંનિધ્યના પ્રેમના કારણે જન્મ થયો ડિજિટલ પ્રિન્ટનો.’


kurta

ડિજિટલ પ્રિન્ટેડ કુરતા



ફૅબ્રિક પર ડિજિટલ પ્રિન્ટ્સ

આ ડિજિટલ પ્રિન્ટ માત્ર પહેલાં ટી-શર્ટ પર જ આવતી હતી; પણ હવે એ કુરતા, જીન્સ, ટૉપ, સાડી, કુરતી, બેડશીટ, તકિયાનાં કવર, ઘરના પડદાઓ વગેરે પર પણ તમે જોઈ શકો છો. એ સિવાય ડિજિટલ પ્રિન્ટ તમને પર્સમાં પણ જોવા મળે છે, જેમાં શોલ્ડર બૅગથી લઈને ક્લચ હોય છે. ડિજિટલ પ્રિન્ટ લોકોમાં આટલી પ્રિય કેમ છે એનું કારણ જણાવતાં

ફૅશન-ડિઝાઇનર સંગીતા ગાલા કહે છે, ‘ડિજિટલ પ્રિન્ટમાં આવતા કલર મુખ્ય કારણ છે. લોકોને પોતાની લાઇફ રંગબેરંગી રંગોથી ભરવી છે. ડિજિટલ પ્રિન્ટમાં એ મળી રહે છે. ડિજિટલ પ્રિન્ટમાં તમે રંગોથી રમી શકો છો. એક જ પ્રિન્ટમાં તમે એકસાથે ઘણાબધા રંગોનો પ્રયોગ કરો છો જે લોકોને આકર્ષિત કરે છે, કેમ કે ઘડિયાળ પર ચાલતી આજની જિંદગીમાં માણસની લાઇફ જે રંગ વગરની થઈ ગઈ છે એમાં ડિજિટલ પ્રિન્ટ રંગ ભરે છે.’


bags


ડિજિટલ પ્રિન્ટેડ શોલ્ડર બૅગ



પહેલાં ડિજિટલ પ્રિન્ટ માત્ર પ્યૉર કપડાં પર જ આવતી; જેમ કે પ્યૉર સિલ્ક, પ્યૉર કૉટન વગેરે. કેમ કે પ્યૉર કપડાંમાં જે દોરાઓ વપરાતા એમાં રંગો ઍબ્ઝૉર્બ કરવાની તાકાત હતી, જે પૉલિએસ્ટરમાં નહોતી. પણ હવે જે પૉલિએસ્ટર કપડાંઓ છે એ લેટેસ્ટ છે. એમાં વપરાતા દોરાઓ પણ પહેલાં કરતાં સ્ટ્રૉન્ગ છે એટલે એ દોરાઓમાં તાકાત છે કે તેઓ રંગને પકડીને રાખી શકે. બીજું, પૉલિએસ્ટર સસ્તું મળી રહે છે. એટલે ડિજિટલ પ્રિન્ટ પહેલાં કરતાં વધારે પ્રચલિત બની છે.

સૌથી પહેલી ફ્લોરલ પ્રિન્ટ

ડિજિટલ પ્રિન્ટ છેલ્લાં છ-સાત વર્ષથી ટ્રેન્ડમાં છે. ડિજિટલ પ્રિન્ટમાં સૌથી પહેલાં કઈ પ્રિન્ટ આવી? એનો જવાબ આપતાં ફૅશન-ડિઝાઇનર સંગીતા ગાલા કહે છે, ‘ડિજિટલ પ્રિન્ટમાં સૌથી પહેલાં આવી ફ્લોરલ પ્રિન્ટ. એ પછી ડિજિટલ પ્રિન્ટની ધીરે-ધીરે કાયાપલટ થવા લાગી અને માર્કેટમાં વિવિધ વરાઇટીઓ આવવા લાગી જેમાં જ્યોમેટ્રિક અને લેટેસ્ટ જે ટ્રેન્ડમાં છે એ પોસ્ટર પેઇન્ટિંગ જોવા મળે છે.’

જ્યોમેટ્રિકમાં તમને સ્ટ્રાઇપ્સ, ચેક્સ, ઝિગઝૅગ પૅટર્ન જેવી ડિઝાઇનો જોવા મળશે. પોસ્ટર ડિઝાઇન એ છે જેને તમે પહેલાં પેઇન્ટિંગના કૅન્વસ પર જ જોતા હતા. એ ડિઝાઇન તમને હવે ફૅબ્રિક પર જોવા મળી રહી છે. આપણે જે ગામડાનું દૃશ્ય જેમાં પનિહારી પાણી ભરવા જાય છે અથવા ગામડાની મહિલા પોતાના પિયુની રાહ જોઈ રહી છે એને કૅન્વસ પર જોતા હતા એ દૃશ્ય હવે તમે તમારા કપડા પર પણ જોઈ શકો છો. એ સિવાય તમે તમારી બેડશીટ પર પણ જોઈ શકો છો. જે નદી, જંગલ કે પછી પર્વતોની કલ્પનામાં તમે રાચતા હતા એ જ નદી, જંગલ કે પછી પર્વતની ડિઝાઇનના તકિયાવાળા કવર પર સૂઈ તમે જાણે કુદરતના સાંનિધ્યમાં સૂઈ ગયા હો એવું ફીલ પણ કરી શકો છો. ડિજિટલ પ્રિન્ટ કોઈ પણ એજના લોકોને સૂટ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK