બૉટમ નામ એક પ્રકાર ઘણા

કુરતીની નીચે જે પહેરાય છે એને ધોતી, સલવાર, ચૂડીદાર, હેરમ, સિગાર પૅન્ટ કે પલાઝો જેવાં કેટલાંય નામો મળ્યાં છે


dress



ખુશ્બૂ મુલાની ઠક્કર

બૉટમ એટલે કે કુરતીની નીચે પહેરવામાં આવતું ગાર્મેન્ટ જે સલવાર પૂરતું જ સીમિત નથી; એમાં ઘણા પ્રકાર આવે છે જેમ કે સલવાર, પટિયાલા , ધોતી, હેરમ, સિગાર પૅન્ટ કે પછી પલાઝો. આટલાબધા પ્રકાર હોવા છતાં બૉટમના નામે જ ઓળખાય અને બધાનાં લુક અને પૅટર્ન અલગ-અલગ. આટલીબધી વરાઇટી હોવા છતાં કઈ બૉટમ સાથે શું પહેરવું એ આવડત માગી લે છે.

સલવાર

સલવાર એક જૂની અને જાણીતી બૉટમ છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતી નથી. સલવારમાં ઉપર ૮ ઇંચનો યોક આપવામાં આવે છે અને પછી આગળની સાઇડમાં પ્લીટ લેવામાં આવે છે. શરીરના બાંધાને અનુસાર સલવારમાં પ્લીટ આપવામાં આવે છે. સલવાર સાથે લૉન્ગ ટૉપ, ની-લેન્ગ્થ અને શૉર્ટ કુરતી સારી લાગી શકે. પ્લેન સલવાર કરતાં પ્રિન્ટેડ સલવાર વધારે સારી લાગે. સલવારની પસંદગી ટૉપને અનુરૂપ કરવી.

ચૂડીદાર

પહેલાં ટૉપ નીચે પહેરવા માટે ચૂડીદાર સિવડાવવામાં આવતાં, પરંતુ હવે રેડી ચૂડીદાર મળે છે જે લેગિંગ્સ તરીકે ઓળખાય છે. જો ચૂડીદાર સિવડાવવાં હોય તો પ્રૉપર ફિટિંગ આવવું જરૂરી છે. ચૂડીદારમાં પણ ઉપર યોક આપવામાં આવે છે અને નીચે પગના માપ પ્રમાણે શેપ આપવામાં આવે છે. ચૂડીદાર જો બરાબર નહીં સિવાયું હોય તો યોક  પાસેથી ડૂચા જેવું લાગશે. જો પ્રૉપર ફિટિંગ આપવું હોય તો યોકમાં નાડી ન આપવી, પરંતુ સાઇડમાં બટન આપવું. જો વધારે ફિટિંગ હશે તો ગોઠણ પાસેથી પગ નહીં વળે અને કમ્ફર્ટેબલ નહીં લાગે. ચૂડીદાર ક્યારેય લાઇનિંગવાળું ન સિવડાવવું. ચૂડીદાર સાથે લૉન્ગ અને શૉર્ટ બન્ને કુરતી સારી લાગી શકે તેમ જ કળીદાર સાથે તો ચૂડીદાર જ સારું લાગે. ચૂડીદારમાં જેટલી ચૂડી વધારે એટલું ચૂડીદાર વધારે સારું લાગે.

 ધોતી

ધોતી આમ તો મેન્સ વેઅર છે, પરંતુ ધોતી પૅન્ટ વિમેન્સ વેઅર પણ છે. ધોતીનો દેખાવ કંઈક અલગ જ હોય છે. ધોતીમાં પણ ઉપર યોક હોય છે અને નીચે ફૅબ્રિકને એ રીતે સીવવામાં આવે છે કે એ સાઇડ પરથી હાફ સર્કલ જેવો લુક આવે છે અને નીચેથી શંકુ આકારમાં હોય છે. ધોતી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. ધોતી સાથે ખાસ કરીને શૉર્ટ લેન્ગ્થની કુરતી વધારે સારી લાગે છે અથવા કંઈક હટકે ટ્રાય કરવું  તો ધોતી સાથે સ્પૅઘેટી પહેરી ફ્રન્ટ ઓપન એસિમેટ્રિકલ ટૉપ પહેરી શકાય અને ગળામાં એક સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી શકાય. ધોતી સાથે પગમાં મોજડી અને બ્રાઇટ કલરની ઝોલા બૅગ એક અલગ લુક આપશે.

અફઘાની સલવાર

અફઘાની સલવાર લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારી લાગી શકે. અફઘાની સલવારનો યોક ઘણો નીચે હોય છે એટલે કે સલવાર જ્યાં પૂરી થાય એની ૪ કે ૬ ઇંચ પહેલાં. પાયચામાં નીચે ઇલૅસ્ટિક હોય છે જેથી એ ફુલ લેન્ગ્થ અથવા ત્રી-ફોર્થ પહેરી શકાય. અફઘાની સલવારમાં ઘેર વધારે હોવાથી દૂરથી એ થોડો અલગ લુક આપે છે. એટલે કે ઉપરથી એક જ લાગે અને પછી નીચે ઇલૅસ્ટિક દેખાય. એની સાથે બૉડી-ટાઇટ ટી-શર્ટ સારાં લાગી શકે અથવા હૉલ્ટર કે સ્પૅઘેટી ટૉપ સારાં લાગી શકે. પગમાં કોલ્હાપુરી ચંપલ સારાં લાગી શકે અને એક ઝોલા બૅગ.

સિગાર પૅન્ટ

સિગાર પૅન્ટ એક પ્રકારનું ટ્રાઉઝર છે જે બૉડી-ટાઇપ પ્રમાણે શેપ લે છે અને ફૉર્મલ વેઅર તરીકે વધારે પહેરાય છે. આવા ટ્રાઉઝરની બૉટમ નૅરો હોય છે. તેથી આવાં ટ્રાઉઝર પાતળી યુવતીઓએ જ પહેરવાં. જો સ્થૂળ શરીરવાળી યુવતી પહેરશે તો બૉટમ નૅરો હોવાને કારણે હિપનો ભાગ વધારે દેખાશે. સિગાર પૅન્ટ ફૉર્મલી તો સારાં લાગે જ છે, પરંતુ જો કંઈક નવું ટ્રાય કરવું હોય તો સિગાર પૅન્ટ સાથે હાઈ નેકની લૉન્ગ કુરતી પહેરી શકાય. આની સાથે હાઈ હીલ્સ જ સારી લાગશે. આવાં પૅન્ટ ખાસ કરીને પ્લેન જ સિલેક્ટ કરવાં જેથી ફૉર્મલી અને કૅઝ્યુઅલી બન્ને રીતે પહેરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK