દીપિકા તમને જે સાબુ લેવા લલચાવી રહી છે એ કદાચ તમને સૂટ ન પણ થાય

તમારે કેવો સાબુ વાપરવો એ તમારી સ્કિન-ટાઇપ પરથી નક્કી થવું જોઈએ

deepika shop


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

જ્યારે કોઈ ઍડમાં મૉડલ મોટા બાથટબમાં સાબુથી સ્નાન કરતી દેખાય છે ત્યારે આપણને એ સાબુ લેવાનું મન થઈ આવે છે, કારણ કે એ સાબુ એટલી સારી રીતે તેઓ પ્રેઝન્ટ કરે છે કે એ લેવા માટે આપણે લલચાઈ જઈએ છીએ. જોકે આપણી આ લાલચ ક્યાંક આપણા માટે મુસીબત પણ ઊભી કરી શકે છે, કેમ કે ઍડમાં દેખાડેલો સાબુ આપણને સૂટ થાય એ જરૂરી નથી; કારણ કે જેમ ફેસવૉશ કે પછી કોઈ પણ ક્રીમ તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે મળે છે એમ સાબુ પણ તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે મળે છે. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગ્રવાલ કહે છે, ‘દરેક સ્કિન માટે સાબુ અલગ- અલગ હોય છે. આપણી સ્કિનનું જે pH લેવલ છે એ ૫.૫ ટકા છે જે નૉર્મલ સાબુનું નથી હોતું. એટલે જો તમે તમારી સ્કિન-ટાઇપના હિસાબે સાબુ નહીં વાપરો તો તમારી સ્કિનનું pH લેવલ ઉપર-નીચે થઈ શકે છે. એટલે તમારી સ્કિનનું અને તમારા સાબુનું pH લેવલ મૅચ થવું જોઈએ.’ 

તો આવો જાણીએ કઈ સ્કિનવાળાએ કયા પ્રકારનો સાબુ વાપરવો.

ઑઇલી સ્કિન

ઑઇલી સ્કિનવાળાએ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો. ઑઇલી સ્કિન પર ડસ્ટ વધારે લાગે છે. ઑઇલી સ્કિનવાળા લોકો જ્યારે બહાર જાય છે તો સ્કિન પર ધૂળ અને માટી જમા થઈ જાય છે. એટલે એ લોકોએ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો જોઈએ. બીજું, ઑઇલી સ્કિનવાળાએ દિવસમાં બે વાર સાબુથી નહાવું જોઈએ જેથી શરીરનો પરસેવો ક્લિયર થઈ જાય. બહુ ક્રીમી સાબુ ઑઇલી સ્કિન માટે સારો નથી. મૉઇસ્ચરાઇઝર-ફ્રી સાબુ વાપરવો. આ સિવાય અમુક સાબુમાં મેન્થૉલ આવે છે જે ઑઇલી સ્કિનને ફ્રેશનેસ આપે છે.

ડ્રાય સ્કિન

ડ્રાય સ્કિનવાળા માટે શાવર જેલ સૌથી સારો ઑપ્શન છે. શાવર જેલથી તમારી સ્કિન ડ્રાય નથી થતી. જો સાબુ જ વાપરવો હોય તો મૉઇસ્ચરાઇઝરવાળો સાબુ વાપરવો. ડ્રાય સ્કિનવાળાએ સ્કિન પર વારંવાર સાબુ ન લગાડવો. જો ફેસ ધોવો હોય તો સાબુના બદલે ફેસવૉશ વાપરવું.

સેન્સિટિવ સ્કિન

સેન્સિટિવ સ્કિનવાળાએ પોતાની સ્કિનને કયો સાબુ સૂટ થશે એ માટે  ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સેન્સિટિવ સ્કિનવાળાએ પણ શાવર જેલ વાપરવું. પણ એની સાથે લૂફા ના વાપરવા. બીજું, જે પણ સાબુ કે શાવર જેલ વાપરો એ સુગંધરહિત હોવા જોઈએ. એ સાથે સાબુમાં મૉઇસ્ચરાઇઝર હોવું જોઈએ. જેની કૉમ્બિનેશન સ્કિન છે તેમણે મોસમના હિસાબે સાબુ વાપરવો જોઈએ. ગરમી હોય તો ઑઇલી સ્કિનની પ્રોડક્ટ વાપરવી અને જ્યારે વાતાવરણમાં ડ્રાયનેસ હોય તો ડ્રાય સ્કિનની પ્રોડક્ટ વાપરવી.

સાઇડ-ઇફેક્ટ

જ્યારે આપણે કોઈ સાબુથી સ્નાન કરીએ છીએ એ પછી આપણી સ્કિનને એક પ્રકારની ડ્રાયનેસનો અનુભવ થાય છે. આ ડ્રાયનેસનો અનુભવ એટલે થાય છે કે આપણે જે સાબુ વાપરીએ છીએ એ આપણી સ્કિન-ટાઇપને સૂટ નથી કરતો. આવી બીજી ઘણી સાઇડ- ઇફેક્ટ્સ છે એ જણાવતાં ડૉ. માધુરી અગ્રવાલ કહે છે, ‘તમે જો તમારી સ્કિનના હિસાબે સાબુ નહીં વાપરો તો તમારી સ્કિનનું pH લેવલ ઉપર-નીચે થાય છે. એ સિવાય સ્કિન પર ઍલર્જી આવે છે. ખંજવાળ આવે છે. પિમ્પલ પણ આવી શકે છે. જો બૉડી પર વાપરીએ તો બૉડી પર ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધારે છે. એ સિવાય સ્કિન બરાબર સાફ થતી નથી. મારી પાસે ઘણા એવા પેશન્ટ આવે છે જેને આ બધા પ્રૉબ્લેમ થાય છે.’

સાબુ કે શાવર જેલ?

હમણાં ઘણા સમયથી ચાલી આવી રહ્યું છે કે સાબુથી નહાવું જોઈએ કે શાવર જેલથી? એના વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગ્રવાલ કહે છે, ‘સાબુના બદલે શાવર જેલ વાપરવું. સાબુમાં આલ્કલાઇન હોય છે જે સ્કિનમાંથી ઑઇલ કાઢી નાખે છે. એટલે સાબુના બદલામાં શાવર જેલ વાપરવું. શાવર જેલમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આનાથી સ્કિનને મૉઇસ્ચર પણ મળે છે અને કોઈ પણ સ્કિન ડ્રાય નથી રહેતી, સૉફ્ટ થઈ જાય છે. પણ જેને સાબુ વાપરવો જ છે તો તે એવો સાબુ લે જેનું pH ૫.૫ હોય જે આપણી સ્કિનનું pH લેવલ હોય છે અને આપણે જ્યારે એને સ્કિનમાં વાપરીશું તો આપણી સ્કિનને ઇરિટેશન નહીં થાય. બીજું, સાબુમાં મૉઇસ્ચરાઇઝર હોવું જોઈએ.’

pH લેવલ શું છે?

કોઈ પણ પ્રકારનું લિક્વિડ, સેમી-લિક્વિડ કે સહેજ પણ મૉઈશ્ચર ધરાવતી ચીજની સાંદ્રતા માપવાનો એકમ છે pH. એનું આખું નામ છે પોટેન્શ્યિલ ઑફ હાઇડ્રોજન. પ્રવાહી હંમેશાં ઍસિડિક અથવા આલ્કલાઇન હોય. ઍસિડિક એટલે કે અમ્લ અને આલ્કલાઇન એટલે ક્ષારીય. શુદ્ધ પાણી નથી હોતું ઍસિડિક, નથી આલ્કલાઇન. પાણીમાં ઓગળી શકે એવો કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થ પાણીને ઍસિડિક બનાવે છે કે આલ્કલાઇન એના આધારે એનો pH કેટલો છે એ નક્કી થાય છે.

આ સાંદ્રતા એટલે કે pH ૦થી ૧૪ના સ્કેલની વચ્ચે હોય. સ્કેલ પર ૦નો આંક ધરાવતી ચીજ અત્યંત ઍસિડિક હોય અને ૧૪ આંક ધરાવતી ચીજ અત્યંત ક્ષારીય. પાણી ન્યુટ્રલ સાંદ્રતા ધરાવે છે એટલે એનો આંક ૭ છે. સાતથી ઓછો pH ધરાવતી ચીજો ઍસિડિક કહેવાય અને સાતથી વધુ આંક ધરાવતી ચીજો ક્ષારીય કહેવાય.

જેમ સરખા અંશે ગરમ અને ઠંડું પાણી મિક્સ કરવામાં આવે તો તૈયાર થયેલા પ્રવાહીનું તાપમાન ઠંડું કે ગરમ નહીં પણ નૉર્મલ થાય છે એવું જ અમ્લીય અને ક્ષારીય ચીજોને ભેગી કરવામાં આવે તો એનાથી ન્યુટ્રલ સાંદ્રતા ધરાવતી અસર પેદા થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK