રક્ષાબંધનને રૉયલ ને ટ્રેડિશનલ ટચ આપે છે ડેકોરેટિવ થાળીઓ

માર્કેટમાં મળતી LEDથી લઈને મિરર વર્ક, જરદોસી વર્ક અને સ્ટોન વર્કવાળી થાળીઓ તમારું મન લલચાવ્યા વિના નહીં રહે


led thali

કેરીના શેપની થાળી


કૃપા પંડ્યા

જ્યારે-જ્યારે ભાઈની વાત આવે એટલે બધી બહેનો એકદમ ઇમોશનલ થઈ જાય. એ સાથે ભાઈને ખુશ રાખવા માટે તન-મન-ધનથી પ્રયત્નો કરે. ભાઈને કોઈ તકલીફ ન પડે એટલે તે બધી રીતે પોતાને ઍડ્જસ્ટ કરે. આવા લાડલા ભાઈનો દિવસ બહુ નજીકમાં જ આવી રહ્યો છે. રક્ષાબંધન આવી નથી કે બજારમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદદારીમાં લાગી જાય છે. એ સાથે ભાઈ માટે પણ ગિફ્ટ અને તેની ભાવતી મીઠાઈની ખરીદદારી તો પાછી અલગ. આ ખરીદદારીમાં તમે હજી એક ચીજ ઉમેરી શકો છો, જેનાથી તમે તમારી રક્ષાબંધનને રજવાડી ટચ આપી શકો છો.

ડેકોરેટિવ થાળી

અત્યાર સુધી આપણે રક્ષાબંધનમાં ભાઈની આરતી કરવા માટે માત્ર ઘરમાંથી જ સ્ટીલની થાળી વાપરતા જેમાં ભરપૂર ફીલિંગ્સ હોય છે, પણ રૉયલ અને ટ્રેડિશનલ ટચ નથી. એથી તમને જો તમારા રક્ષાબંધનમાં ફીલિંગ્સ સાથે રૉયલ અને ટ્રેડિશનલ ટચ જોઈતો હોય તો તમે તમારા ભાઈના ઘરે આ વખતે રાખડી, મીઠાઈ, ગિફ્ટની સાથે આ ડેકોરેટિવ થાળી પણ લઈ જઈ શકો છો. અત્યારે માર્કેટમાં ઘણી સુંદર-સુંદર ડેકોરેટિવ થાળીઓ મળે છે, જેને જોઈને તમને એક વાર માટે એ થાળી લેવાનું મન થયા વગર ન રહે. ઘાટકોપર (ઈસ્ટ)માં અવસર નામની ડેકોરેટિવ આઇટમ્સની પોતાની શૉપ ધરાવતા હરેન મહેતા કહે છે, ‘બહેન ભાઈના ઘરે જાય તો પોતાની સાથે માત્ર રાખડી અને મીઠાઈ લઈને જાય, પણ જો તમે તમારી સાથે ડેકોરેટિવ થાળી લઈને જાઓ તો તમારી ખુશીમાં અનેરો આનંદ ભળી જશે. અત્યારે આનો બહુ ક્રેઝ છે. ઘણા લોકો રક્ષાબંધન આવતાં જ રાખડી સાથે આવી ડેકોરેટિવ થાળીઓ પણ લે છે.’

મટીરિયલ અને પૅટર્ન


ડેકોરેટિવ થાળી તમને મેટલ, સ્ટીલ, ઍક્રિલિક, પ્લાસ્ટિક વગેરે મટીરિયલમાં જોવા મળે છે. એ સાથે થાળીમાં તમને વિવિધ પૅટર્ન જોવા મળશે જેમાં LED, થાળી, મિરર વર્ક, મીનાકારી વર્ક, બાંધણીના કાપડથી ડેકોરેટ કરેલી થાળી હોય છે. મેંદી જેવો જ એક કોન આવે છે જે તમને મલ્ટી કલરમાં મળી રહે છે. એ કોનથી પણ થાળીને સજાવવામાં આવે છે. એ સિવાય જરદોસી વર્ક, બીડ્સ વર્કર્‍માં પણ તમને વિવિધતા જોવા મળે છે. તમને એવી પણ થાળી જોવા મળશે જેમાં વર્ક આખી થાળીમાં કરેલું હશે તો અમુક થાળીમાં વર્ક તમને માત્ર થાળીની કિનારી પર જ જોવા મળશે. માત્ર કિનારી પર વર્ક કરેલી થાળી સિમ્પલ અને સોબર લુક આપે છે. બધાં મટીરિયલની થાળીમાં તમે બધી ડેકોરેશનની વસ્તુ નથી વાપરી શકતા. તમે ઍક્રિલિક અને પ્લાસ્ટિકમાં એવું વર્ક ન કરી શકો જેમાં હીટ આપવાની હોય. એમાં તમે સ્ટોન, થ્રેડ, બાંધણી વર્ક જ કરી શકો છો. જો તમારે લાંબા સમય માટે થાળી લેવી હોય તો સ્ટીલની થાળી બેસ્ટ છે. ઘણા લોકો રક્ષાબંધનમાં લીધેલી થાળી આગળ જઈ ગણપતિ સમયે પણ વાપરે છે. થાળીમાં તમને નાની, મીડિયમ અને મોટી સાઇઝની થાળીઓ મળી રહે છે જેમાં નાની અને મીડિયમનું વેચાણ વધારે છે.

શેપ અને સામગ્રી

થાળીનું નામ આવતાં આપણી આંખ સામે ગોળ શેપ આવી જાય, પણ આ ડેકોરેટિવ થાળીમાં તમને વિવિધ શેપ પણ જોવા મળશે : કેરીનો શેપ, કેળાના પાનનો શેપ વગેરે. થાળીમાં આવતી સામગ્રી વિશે જણાવતાં હરેન મહેતા કહે છે, ‘થાળીમાં એક દીવો અને અગરબત્તીનું સ્ટૅન્ડ પણ હોય છે. એ સાથે કંકુ અને ચોખા મૂકવા માટે નાની ડબ્બી અથવા વાટકીઓ હોય છે. કોઈક થાળીમાં તમને રાખડી પણ સાથે મળે છે. આ સિવાય થાળીને વધારે આકર્ષક બનાવવા નાના ગણપતિ, શ્રીફળ, ફૂલો જેવી વિવિધ ડેકોરેશનની વસ્તુઓ પણ મૂકવામાં આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK