ભરાવદાર કાંડાને અટ્રૅક્ટિવ લુક આપે છે કફ બ્રેસલેટ

જેમને બૅન્ગલ ન પહેરવી હોય અને તો પણ  આખો હાથ ભરેલો જોઈતો હોય તો તેવા લોકો માટે કફ બ્રેસલેટ એક બહુ સ્માર્ટ ઑપ્શન છે


paanna shape


લાઇફ-સ્ટાઇલ  -  કૃપા પંડ્યા

આપણે આની પહેલાં ઇઅર-કફની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું કફ બ્રેસલેટની. ઇઅર-કફ પહેરવાથી જેમ આખો કાન ભરેલો લાગે છે એમ કફ બ્રેસલેટ પહેરવાથી પણ આખેઆખો હાથ ભરેલો લાગે છે. આ ફૅશન હમણાંની નથી, બાકી બધી ફૅશનની જેમ આ ફૅશન પણ ઘણી જૂની છે; પરંતુ જેમ બાકીની ફૅશન પણ અમુક સમય પછી પોતાના દાયરાની બહાર આવવા લાગી એમ કફ બ્રેસલેટની ફૅશન પણ અમુક સમય પછી પોતાના દાયરાની બહાર આવવા લાગી અને ધીરે-ધીરે લેટેસ્ટ ટ્રેન્ડ બની ગઈ. આ કફ બ્રેસલેટ આજે મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે. અત્યારે લોકો બૅન્ગલના બદલે કફ બ્રેસલેટ પહેરવાનું વધારે પસંદ કરે છે.

રેગ્યુલર બ્રેસલેટ કરતાં અલગ


કફ બ્રેસલેટ બીજાં બ્રેસલેટ કરતાં અલગ હોય છે. બીજાં બધાં બ્રેસલેટ ઓવલ શેપનાં હોય છે, પણ કફ બ્રેસલેટ સી શેપનાં હોય છે. બીજું, આમાં બે સાઇઝ આવે છે. એક સાઇઝ મોટી હોય છે, જેમાં તમારું અડધું કાંડું ભરાઈ જાય છે. બીજી પણ મોટી જ હોય છે, પણ એ નૉર્મલ કરતાં વધારે મોટી હોય છે જે પહેરવાથી તમારા કાંડાથી આગળ સુધીનો ભાગ કવર થાય છે. જ્વેલરી-ડિઝાઇનર નેહા તલરેજા કહે છે, ‘કફ બ્રેસલેટ આજે બધા પ્રસંગોમાં પહેરવામાં આવે છે. કફ બ્રેસલેટ સ્ટેટમેન્ટ પીસ બની ગયું છે. એ સિવાય કોઈ પણ આઉટફિટ સાથે કફ બ્રેસલેટ તમને એલિગન્ટ લુક આપે છે.’

ડિઝાઇન અને પૅટર્ન

કફ બ્રેસલેટમાં તમને એકથી એક ચડિયાતી ડિઝાઇન અને પૅર્ટન જોવા મળે છે જેમાં ઝિગઝૅગ ડિઝાઇન, ફ્લાવરની ડિઝાઇન, પાનની ડિઝાઇન, ફેધરનો શેપ વગેરે ડિઝાઇનોમાં કફ બ્રેસલેટને એક અલગ જ લુક મળે છે. એ સિવાય ઇજિપ્શિયન સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને રોમન સંસ્કૃતિ જેવી વિવિધ સંસ્કૃતિની યાદ અપાવતાં કફ બ્રેસલેટ પણ ઘણાં લોકપ્રિય થયાં છે. કફ બ્રેસલેટમાં તમને વિવિધ પૅટર્ન પણ જોવા મળે છે જેમાં બ્રેસલેટના સેન્ટરમાં સિંગલ મોટો સ્ટોન હોય છે. કેટલાંક કફ બ્રેસલેટમાં લટકતી ચેઇન પણ હોય છે. કફ બ્રેસલેટ ગોલ્ડનાં, ગોલ્ડ પ્લેટેડ, ડાયમન્ડનાં, મોતીનાં, બીડ્સનાં, લાકડાનાં, કલરિંગ સ્ટોનવાળાં, લેધરનાં, ઑક્સિડાઇઝ્ડ, ક્રિસ્ટલનાં, અમુક ધાતુનાં જેમ કે મેટલ-ગોલ્ડ-સિલ્વર વાયરથી બનાવેલાં, સિલ્વરનાં, કૉપરનાં, ઍનિમલ-પ્રિન્ટેડ હોય છે. અમુક કફ બ્રેસલેટમાં ગોલ્ડ ઉપર માત્ર કલરિંગ સ્ટોન જ હોય છે. ઍનિમલ-પ્રિન્ટેડ સિવાય તમને ઍનિમલના શેપનાં પણ કફ બ્રેસલેટ જોવા મળે છે જેમાં ઘુવડ, સ્ટાર ફિશ, નાગ અને સ્પાઇડરના શેપ જોવા મળે છે.

ટ્રેન્ડ

આજકાલ રિયલ કરતાં ઇમિટેશન વધારે ટ્રેન્ડમાં છે. એનું કારણ જણાવતાં નેહા કહે છે, ‘એક તો મોંઘવારી બહુ વધી ગઈ છે. એટલે હવે લોકોને ઇમિટેશન જ્વેલરી વધારે પોસાય છે. બીજુ, હવે વધારે પડતાં ડેસ્ટિનેશન વેડિંગ થવા લાગ્યાં છે. એટલે રિયલ કરતાં ઇમિટેશન જ્વેલરી લઈ જવામાં આસાની પણ પડે છે. ઇમિટેશનમાં તમને વિવિધ ડિઝાઇન પણ જોવા મળે છે, જે રિયલમાં નથી જોવા મળતી. એટલે અત્યારે ઇમિટેશન વધારે ટ્રેન્ડમાં છે.’

આજકાલ ઍડ્જસ્ટેબલ કફ બ્રેસલેટ પણ ખૂબ ટ્રેન્ડમાં છે એમ જણાવતાં એક જાણીતી જ્વેલરી-શૉપનાં ક્રીએટિવ હેડ વંદના જગવાણી કહે છે, ‘પહેલાં સ્ક્રૂવાળાં વધારે મળતાં હતાં. એ તમારા હાથ પર ફિટ બેસે તો જ સારાં લાગશે. ઢીલાં-ઢીલાં કફ બ્રેસલેટ હાથ ઉપર સારા લાગતાં નથી. આમાં સમય જતાં ડિઝાઇન અને પૅટર્ન બદલાતી રહે છે. જેને બૅન્ગલ ન પહેરવી હોય અને આખો હાથ ભરેલો રાખવો હોય તો કફ બ્રેસલેટ સારો ઑપ્શન છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK