ક્રૉકરી બની ગઈ છે સ્ટેટસ-સિમ્બૉલ

ઈમ્પોર્ટેડ ક્રૉકરીમાં મળતી પુષ્કળ વરાઇટીના કારણે એ લોકોની પહેલી પસંદ બની ગઈ છે


born china



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ક્રૉકરી હવે માત્ર કિચન સુધી નથી સીમિત રહી, એ હવે લોકોના દિલ પર પણ રાજ કરવા લાગી છે. પહેલાંના જમાનામાં મહેમાનોને પાણી પણ સ્ટીલના ગ્લાસમાં આપવામાં આવતું. પછી ધીરે-ધીરે જમાનો બદલાયો. સ્ટીલના ગ્લાસ પરથી આપણે કાચના ગ્લાસ પર આવ્યા. હવે આ કાચના ગ્લાસ પણ પહેલાં જેવા ન રહેતાં એમાં ઘણી વરાઇટીઓ જોવા મળી રહી છે. માત્ર કાચના ગ્લાસમાં જ નહીં, કાચનાં કપ-રકાબી અને કોફી-મગથી લઈને ડિનર-સેટ સુધી બધામાં વરાઇટીઓ જોવા મળી રહી છે. ક્રૉકરી સ્ટેટસ-સિમ્બૉલ બની ગઈ છે. એમાં તમને એક- બે નહીં, તમને કન્ફયુઝ કરી નાખે એટલી ડિઝાઇનો જોવા મળી રહી છે. આપણે જેટલી પણ ક્રૉકરી જોઈએ એ જોઈને એમ જ લાગે છે કે આ બધી કાચની કે ચિનાઈ માટીની જ હશે. પણ ના, ક્રૉકરીમાં પણ તમને વિવિધ પ્રકાર જોવા મળે છે. મહંમદઅલી રોડ પર ક્રૉકરીનો હોલસેલનો બિઝનેસ કરતા ધીરેન કબાણી કહે છે, ‘ક્રૉકરી જોવામાં ભલે એકસરખી લાગતી હોય, પણ એમાં તમને વિવિધ પ્રકારો જોવા મળે છે. ક્રૉકરીના ચાર પ્રકાર છે. આપણા ભારતમાં સૌથી ફેમસ છે બોન ચાઇના. એ પછી મેલામાઇન, ઓપલ. ઈમ્પોર્ટેડમાં છે પૉર્સલિન. આમાં તમને કૉફી-મગ, કપ ઍન્ડ સૉસર, ડિનર-સેટ વગેરે મળી રહે છે. દરેક ક્રૉકરી બનાવવામાં વિવિધ મટીરિયલ વપરાય છે.’

ક્રૉકરીના પ્રકાર


ઓપલવેર :
ઓપલવેરને ગ્લાસવેર પણ કહેવામાં આવે છે, કેમ કે એ વધારે અર્ધપારદર્શક હોય છે. એનો રંગ દૂધિયો હોય છે. એને સાફ કરવું એટલું મુશ્કેલ નથી, પણ એ જલદીથી તૂટી જાય છે. આમાં તમને ઘણી વરાઇટી અને ડિઝાઇન જોવા મળશે, પણ આમાં તમને કલરમાં વરાઇટી જોવા નહીં મળે. આમાં ડિનર સેટ વધારે પડતા વેચાય છે.

મેલામાઇન ક્રૉકરી : મેલામાઇન એક પ્રકારનો પાઉડર છે. પહેલાં સારો મેલામાઇન ભારતમાં બનતો નહોતો, પણ હવે સારી ક્વૉલિટીનો મેલામાઇન ભારતમાં બનવા લાગ્યો છે. હવે સારી અને મોટી બ્રૅન્ડ પણ મેલામાઇનની ક્રૉકરી બનાવે છે. એ તમને જોવામાં પ્લાસ્ટિક જેવી લાગે છે, પણ પ્લાસ્ટિક નથી હોતું. હવે ૧૦૦ ટકા પ્યૉર મેલામાઇન આવે છે જેમાં ડાઘ પણ પડતા નથી. પહેલાં જે બનતા હતા એમાં ડાઘ પડતા હતા. તેથી લોકો જલદી લઈ શકતા નહોતા. આમાં તમને કૉફી-મગ અને ડિનર-સેટની આઇટમ જોવા મળશે. એ સાથે ડિઝાઇન અને કલરમાં પણ વરાઇટી જોવા મળે છે. જેમ કે રેડ, બ્લુ, ગ્રે વગેરે. વજનમાં પણ આ લાઇટ વેઇટ હોય છે. ભારતમાં સૌથી વધારે મેલામાઇન ક્રૉકરી વેચાય છે, કેમ કે એ અનબ્રેકેબલ છે અને માઇક્રોવેવ-ફ્રેન્ડ્લી છે.

બોન ચાઇના : બોન ચાઇના ક્રૉકરી અર્ધપારદર્શક અને મજબૂત છે. બોન ચાઇનાની ક્રૉકરીને ક્લેથી બનાવવામાં આવે છે. આ ક્રૉકરીને ટ્રાન્સપરન્સી અને સફેદ રંગ આપવા માટે એમાં હાડકાંની રાખ ઉમેરવામાં આવે છે. એ વિશે જણાવતાં ધીરેન કબાણી કહે છે, ‘એ સાચી વાત છે કે બોન ચાઇનામાં બોનની રાખ ઉમેરવામાં આવે છે જેના કારણે એ સ્ટ્રૉન્ગ અને સારી બને છે. પણ એ રાખ તમારા કોઈ ટચમાં આવતી નથી કેમ કે એ રાખ ક્લેમાં મિક્સ થઈ જાય છે. એ સિવાય ક્લે ઉપર પણ ટ્રાન્સપરન્ટ કાચ જેવું એક પડ હોય છે. એટલે એ રાખની કોઈ પણ ઇફ્ેક્ટ તમારા ખાવામાં આવતી નથી. તમે એના ટચમાં પણ આવતા નથી. આના માટે જાનવરોને મારવામાં આવતાં નથી. આને લીધે બોન ચાઇનાની ક્રૉકરી જલદી તૂટતી નથી.’

બોન ચાઇના ક્રૉકરી માઇક્રોવેવ-ફ્રેન્ડ્લી છે. આ ક્રૉકરી હોટેલમાં વધારે ચાલે છે. આ ક્રૉકરી પણ તમને સફેદ કલરમાં જ જોવા મળે છે. પણ એમાં તમને ડિઝાઇનમાં અપાર વરાઇટી જોવા મળે છે.

પૉર્સલિન : આ ઈમ્પોર્ટેડ ક્રૉકરી છે. આ ક્રૉકરી બ્રેકેબલ છે. આમાં સૌથી સારી વરાઇટી અને સારો માલ આપણા ભારતમાં આવે છે. પૉર્સલિન ક્રૉકરીનું સેલ બધી ક્રૉકરી કરતાં સૌથી વધારે છે. પૉર્સલિનને જ્યારે વૉશ કરવામાં આવે ત્યારે તેને બહુ ધ્યાન રાખીને વૉશ કરવી જોઈએ. એને વૉશ કરવા માટે સ્પંજ વાપરવું. સ્ક્રબથી વૉશ કરવામાં આવશે તો પૉર્સલિન નીકળવા લાગશે અને એ પછી ખાવામાં આવશે જેનાથી બીમારી થઈ શકે છે. પૉર્સલિનની ક્રૉકરી માઇક્રોવેવ-ફ્રેન્ડ્લી છે. એ સિવાય તમે પૉર્સલિનની ક્રૉકરીને ડિશવૉશરમાં પણ સાફ કરી શકો છો. પૉર્સલિન અને બોન ચાઇના સૌથી સારામાં સારી ક્રૉકરી છે.

ઈમ્પોર્ટેડ ક્રૉકરીની વધારે માગ


આજે  ઈમ્પોર્ટેડ ક્રૉકરીની માગ વધારે છે. એનું કારણ છે એમાં મળતી પુષ્કળ વરાઇટી, જેમાં તમારી પાસે ચૉઇસની કોઈ કમી નહીં હોય. ઈમ્પોર્ટેડ ક્રૉકરીની દુકાન ધરાવતા હેનિશ સૈયા કહે છે, ‘મારી પાસે બધી ઇમ્ર્પોર્ટેડ ક્રૉકરી છે જેમાં તમને અઢળક વરાઇટી જોવા મળે છે. આમાં કલર અને ડિઝાઇનમાં ઘણી વરાઇટી જોવા મળે છે. આ બધી ક્રૉકરી થાઇલૅન્ડ, જપાન, શ્રીલંકા વગેરે દેશોથી આવે છે. આમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ કાચનું હોય છે જે જલદી તૂટી જાય છે. એ સિવાય તમે એને ડિશવૉશરમાં નથી ધોઈ શકતા. આ ઇમ્ર્પોર્ટેડ ક્રૉકરી માઇક્રોવેવ-ફ્રેન્ડ્લી પણ નથી. આને તમે માઇક્રોવેવમાં વાપરી શકતા નથી, પણ ફ્રાન્સથી જે ક્રૉકરી ઇમ્ર્પોટ થાય છે એને ફેંકો તો પણ એ તૂટતી નથી અને એ માઇક્રોવેવ-ફ્રેન્ડ્લી છે. ઘરમાં માત્ર દેખાવ માટે લેવામાં આવે છે, કેમ કે આ ક્રૉકરીના રૂપ-રંગને લીધે એ તમારા ઘરને સ્માર્ટ અને પ્રેશિયસ લુક આપે છે. આમાં તમને કપ-સૉસર અને કૉફી મગથી લઈને ડિનર સેટ સુધીની ક્રૉકરીઓ જોવા મળે છે.’

આ ઈમ્પોર્ટેડ ક્રૉકરી સામે ભારતની ક્રૉકરીનું સેલ ડાઉન થઈ ગયું છે, કેમ કે ઈમ્પોર્ટેડ ક્રૉકરીમાં તમને ઘણી વરાઇટી જોવા મળે છે એટલે લોકો ઈમ્પોર્ટેડ ક્રૉકરી લેવાનું વધારે પસંદ કરે છે.

ડિઝાઇન

ક્રૉકરીનું નામ આવતાં જ પ્લેન અને સફેદ ક્રૉકરી આંખ સામે આવે છે. પણ હવે એવું નથી. આમાં ડિઝાઇન અને કલરનો મહાસાગર જોવા મળે છે. કલરમાં તો રેડ, બ્લુ, ગ્રે, ફ્લોરેસન્ટ, પર્પલ, માટી કલર વગેરે કલરની ક્રૉકરી જોવા મળે છે. ડિઝાઇનમાં ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન, ફ્લાવર, ઝાડ-પાનની ડિઝાઇન, મોરની ડિઝાઇન વગેરે ડિઝાઇનો જોવા મળે છે. એ સાથે અમુક ક્રૉકરીમાં માત્ર બૉર્ડર જોવા મળે છે. એમાં ગોલ્ડન અને બ્લુ સૌથી વધારે ફેમસ છે. એ સિવાય પિન્ક, રેડ, ગ્રીન, ગ્રે વગેરે કલર પણ બૉર્ડર પર જોવા મળે છે. અમુક ક્રૉકરીમાં તમને ડિઝાઇન આખી ક્રૉકરી પર નહીં, પણ માત્ર બૉર્ડર પર જોવા મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK