હવે કપલ-ટૅટૂ કરાવવાનો ટ્રેન્ડ

લવબર્ડસ અને પતિ-પત્ની જ નહીં; ભાઈ-બહેન, મિત્રો, મા-દીકરી, સિસ્ટર્સ પણ આવાં ટૅટૂ કરાવે છે અને પેરન્ટ્સ માટે સંતાનો પણ કપલ-ટૅટૂ કરાવે છે

couple tatoo



લાઇફ-સ્ટાઇલ - પલ્લવી આચાર્ય


કપલ્સ જે ટૅટૂ કરાવે એ તો ખરું ઉપરાંત એવાં ટૅટૂ જે સિંગલ હોય ત્યારે અપૂરતાં ન લાગે અને બે સાથે હોય ત્યારે એકબીજાનાં પૂરક લાગે!

ટૅટૂ-વર્લ્ડની આ નવી સ્ટાઇલનું ઘેલું સેલિબ્રિટીઝને જ નહીં, સામાન્ય લોકોને પણ કેટલું છે એની માહિતી આપતાં કોલાબા અને ઘાટકોપરમાં એસ ટૅટૂઝ સ્ટુડિયોના ટૅટૂ-આર્ટિસ્ટ નિખિલ ભાનુશાલી કહે છે કે અમારી પાસે ટૅટૂ કરાવવા આવતા લોકોમાં દર ત્રીજી વ્યક્તિ કપલ-ટૅટૂ કરાવે છે.


couple tatoo



કપલ-ટૅટૂ કોણ કરાવે?

ટ્રાઇબલ બૉડી-ડિઝાઇન ગણાતાં ટૅટૂ હવે ભારે ક્રીએટિવ બની ગયાં છે એટલું જ નહીં, લોકો માટે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. નવી ટેક્નિકને કારણે અગાઉના સમયમાં ટૅટૂ કરાવીશું તો ઇન્ફેક્શન લાગશે કે એ પાકી જશે જેવો ડર પણ હવે નથી રહ્યો. એને લઈને જ ટૅટૂમાં હવે રોજ નવી-નવી સ્ટાઇલો આવી રહી છે.

સાત કૅટેગરીના લોકો કપલ-ટૅટૂ કરાવે છે. લવર્સ, પતિ-પત્ની, મિત્રો, સિસ્ટર્સ, ભાઈઓ, મા-દીકરી, ભાઈ-બહેન ઉપરાંત કેટલાંક સંતાનો તેમના પેરન્ટ્સને ઍનિવર્સરીની ગિફટ માટે પણ કપલ-ટૅટૂ કરાવે છે.

કોણ કેવાં ટૅટૂ કરાવે છે?


ટૅટૂ હવે માત્ર બૉડી-ડિઝાઇન નથી રહ્યાં. વ્યક્તિના વિચારો, માન્યતા, પ્રેમ સહિતની બીજી ફીલિંગ્સ, ધ્યેય, જીવનનો ચોક્કસ તબક્કો, આકર્ષણ વગેરેને કલાત્મક રીતે રજૂ કરતું એક માધ્યમ બન્યાં છે.

ટૂંક સમયમાં આવી રહેલા ડાન્સ રિયલિટી શો ડાન્સ પ્લસના હોસ્ટ રેમો ડિસોઝા અને તેની વાઇફ લિઝેલે પણ હમણાં કપલ-ટૅટૂ કરાવ્યું છે. રેમોએ જમણા હાથના કાંડા પર Liz લખાવ્યું છે તો લિઝેલે આંગળી પર Remo લખાવ્યું છે.

કપલ-ટૅટૂ ખાસ કરીને ફિંગર, હાથનાં કાંડાં, પગની એડી પર અને ગરદન પર કરવામાં આવે છે. 

ફુલ હાર્ટ શેપ, અડધો હાર્ટ શેપ, ઇનિશ્યલ્સ, Mr અને Mrs જેવાં શૉર્ટ ફૉર્મ, ક્વીન ને કિંગનો ક્રાઉન, પત્તાંના કિંગ અને ક્વીનનાં ઇનિશ્યલ, LO અને VE જેવા અક્ષરો, મિકી માઉસ અન મિની તથા સ્નૂપી અને વુડસ્ટૉક જેવાં કાટૂર્ન-કૅરૅક્ટર્સ, હાર્ટ અને ઍરો જેવાં ટૅટૂ કપલ્સ અને લવર્સ કરાવતાં હોય છે.

ટૅટૂ-આર્ટિસ્ટ નિખિલ ભાનુશાલી કહે છે, ‘એવાં કૅરૅક્ટર્સ પણ બને છે જેમાં બે કૅરૅક્ટર ફોન પર વાત કરતાં હોય એમ લાગે, પણ આ ટૅટૂ સાથે હોય ત્યારે લાગે બન્ને એકબીજા સાથે વાત કરે છે એટલું જ નહીં, કપલ્સ તેમના નામમાંથી થોડા અક્ષરો લઈ એને મિક્સ કરી બીજું નામ બનાવી એનું ટૅટૂ કરાવે છે. જૂના સમયના રાજા-રાણીના સિક્કામાં જે ચિત્ર હોય છે એ પણ કરાવે છે. કેટલાંક એવાં ટૅટૂ પણ હોય છે કે સાથે હોય તો એકબીજાને કિસ કરતાં લાગે.’

ઇન્ફિનિટીનું ટૅટૂ છોકરીઓ વધુ કરાવે છે જેમાં બે બહેનો કે મા-દીકરી પોતાનું નામ મુકાવે, ભાઈ-બહેન કે બે બહેનો એકબીજાનું પેટ-નેમ અથવા તો પર્સનલ નેમ મુકાવે, તેમના માટેની ફીલિંગ્સ રિપ્રેઝન્ટ કરે વગેરે.

ફ્રેન્ડ્સ તો ચાર-પાંચના ગ્રુપમાં ટૅટૂ કરાવે છે. બે મિત્રો એકબીજા માટેની ફીલિંગ્સ બતાવતાં ટૅટૂ કરાવે તો કેટલાક યંગસ્ટર્સ તેમના પેરન્ટ્સ માટે ખાસ ટૅટૂ કરાવી પોતાની ફીલિંગ્સ એક્સપ્રેસ કરે છે.

મીનિંગફુલ ટૅટૂ

ટૅટૂ કરવા આવતા લોકોનું ટૅટૂ-આર્ટિસ્ટ એક કલાક કાઉન્સેલિંગ કરે છે. તેની સાથે વાતો કરી તેનો શોખ, સ્વભાવ, સ્પેશ્યલ ફીલિંગ વગેરે જાણી લીધા પછી ટૅટૂ કરે છે. કેટલાંક કપલ અને મિત્રો પરસ્પરના આકર્ષણને દર્શાવવા પોતાના એરિયાના અક્ષાંશ અને રેખાંશ પણ ચીતરાવે છે! નિખિલનું કહેવું છે કે તેને ત્યાં આવેલા બે મિત્રોએ સન અને મૂનની સાઇન સાથે તેમના એરિયાનો અક્ષાંશ ચિતરાવ્યો હતો.

ઇંગ્લિશ-હિન્દી જ નહીં, સંસ્કૃતનો ટ્રેન્ડ!


ટૅટૂમાં લોકો નામ અડધું હિન્દી અને અડધું ઇંગ્લિશ કરાવે છે એ તો ખરું, પણ હવે લોકો સંસ્કૃતના ફૉન્ટમાં પણ ટૅટૂ કરાવે છે અને એનો ક્રેઝ ભારતીયો કરતાં વિદેશીઓમાં વધુ છે.

ડિવૉર્સ થઈ ગયા તો?


લવર્સ જ નહીં પતિ-પત્ની પણ કપલ-ટૅટૂ કરાવ્યા પછી છૂટાં પડી ગયાં તો? રિલેશન બ્રેક થાય તો ટૅટૂ-આર્ટિસ્ટ પર્મનન્ટ ટૅટૂને મરામત કરીને એવી ડિઝાઇન બનાવે છે કે મૂળ ટૅટૂ દેખાય જ નહીં!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK