કૂલ સમર વેઅર

ઉનાળો ચાલુ થતાં જ શું પહેરવું એની મૂંઝવણ ચાલુ થઈ જાય છે. ટિપિકલ કૉટન કુરતીને બાજુ પર મૂકી કંઈક અલગ ટ્રાય કરીએ

ખુશ્બૂ મુલાની ઠક્કર


ઉનાળામાં ખાસ કરીને ફ્લોરલ પ્રિન્ટવાળાં કપડાં પહેરવાં અથવા તો ઝીણી પ્રિન્ટવાળાં કપડાં પહેરવાં. બ્રાઇટ કલરમાં બોલ્ડ પ્રિન્ટવાળાં કપડાં ઓછાં પહેરવાં. બોલ્ડ અને બ્રાઇટ કલરમાં આંખ વધારે ખેંચાય છે અને લાઇટ કલર અને ઝીણી પ્રિન્ટ આંખને ઠંડક આપે છે. જેમ કે ફ્લોરલ પ્રિન્ટ.

ફ્લોરલ પ્રિન્ટ

ફ્લોરલ પ્રિન્ટમાં તમે ઘણું નવું કરી શકો. ફ્લોરલ પ્રિન્ટ માત્ર ટૉપ્સ પૂરતી જ સીમિત નથી, ફ્લોરલ પ્રિન્ટવાળાં લેગિંગ્સ પણ મળે છે. લેગિંગ્સ ભલે કૉટન ફૅબ્રિકમાં હોય, પરંતુ ઉનાળામાં કૉટન લેગિંગ્સ પણ પહેરવાં ગમતાં નથી. લેગિંગ્સને બદલે ઘણા બીજા ઑપ્શન છે જેમ કે પટિયાલા, પલાઝો, શૉર્ટ અને લૉન્ગ ડ્રેસ અથવા સ્કર્ટ-ટાઇપ શૉર્ટ્સ.

patiala


પટિયાલા

પટિયાલા કમ્ફર્ટેબલ વેઅર છે. પટિયાલામાં સારોએવો ઘેર હોવાથી એ શરીરને ચોંટતું નથી અને ગરમી પણ થતી નથી. પટિયાલા સાથે તમે ઘણું મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. જેમ કે પટિયાલા સાથે કુરતી તો સારી લાગે જ છે, પરંતુ જો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો જે શર્ટ-ટાઇપ હિપ લેન્ગ્થનાં ટૉપ્સ તમે ઉનાળામાં જીન્સ સાથે ન પહેરી શકતા હો એ તમે પટિયાલા સાથે પહેરી શકો. કૉટન મલમાં જે ટ્રેલ કુરતી આવે છે એ પણ પટિયાલા સાથે પહેરી એક અલગ લુક આપી શકાય.

plazo

પલાઝો

પલાઝો દરેક યુવતીનું મસ્ટ વેઅર આઉટફિટ છે. પલાઝોની ખાસિયત એ છે કે એ લૂઝ ફિટિંગમાં હોવાથી ગરમી થતી નથી અને કૅઝ્યુઅલી અને ફૉર્મલી બન્ને રીતે એને પહેરી શકાય. પલાઝો સિન્થેટિક ફૅબ્રિકમાં પણ મળે છે, પરંતુ કૉટન ફૅબ્રિકવાળાં જ પસંદ કરવાં. જો તમારું શરીર સુડોળ હોય તો તમે પલાઝો સાથે ક્રૉપ ટૉપ પણ પહેરી શકો. બૉડીહગિંગ ક્રૉપ ટૉપ ન પહેરવું, લૂઝ પહેરવું જેથી ગરમી ન થાય. લૉન્ગ કુરતી પહેરી શકાય જે સ્લીવલેસ અથવા ઇન કટવાળી હોય. પરંતુ ઘણા એમ વિચારે છે કે ઉનાળામાં જો સ્લીવલેસ પહેરે તો હાથ ટૅન થઈ જાય છે. તો તમે કૉટન મલની ફુલ સ્લીવની કુરતી પહેરી શકો. કૉટન મલ ખૂબ પાતળું હોય છે અને પરસેવો તરત જ ઍબ્સૉર્બ કરી લે છે અને ગરમી થતી નથી. પલાઝો મોટે ભાગે ઘણા પ્લેન પહેરે છે, પરંતુ પ્રિન્ટેડ પણ સારા લાગી શકે. કૉટન-પ્રિન્ટેડ પ્લાઝો સાથે પ્લેન ટૉપ સારું લાગી શકે. આ આઉટફિટ સાથે ફ્લૅટ્સ પહેરી શકાય.

short

શૉર્ટ / લૉન્ગ ડ્રેસ

ડ્રેસ એટલે વન-પીસ, જેની લેન્ગ્થ અલગ-અલગ હોય છે; જેમ કે અબોવ ની, ની-લેન્ગ્થ, કાફ-લેન્ગ્થ અને ફુલ લેન્ગ્થ. એમાં ઘણી પૅટર્ન આવે છે. આવા ડ્રેસ ઉનાળામાં ફ્લોરલ પ્રિન્ટમાં ઘણા સારા લાગી શકે. સ્લીવ્ઝમાં તમે મેગિયા સ્લીવ પહેરી શકો. સ્લીવલેસ અને ઇન કટનો તો ઑપ્શન છે જ. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ઑફ-શોલ્ડર પણ પહેરી શકાય. આવા ડ્રેસ પસંદ કરતી વખતે લાઇટ અને ફ્રેશ કલર પસંદ કરવા. જેમ કે સની યલો, મિન્ટ ગ્રીન, સી બ્લુ વગેરે. ફ્લોરલમાં પણ ઝીણી અને મીઠી ડિઝાઇન પસંદ કરવી. બોલ્ડ અને બ્રાઇટ ફ્લાવરની પ્રિન્ટ અવૉઇડ કરવી. ફ્લોર લેન્ગ્થનાં ગાઉન ઈવનિંગ આઉટિંગ માટે સારાં લાગી શકે. જો ગાઉન ટ્રાન્સપરન્ટ હોય તો કૉન્ટ્રાસ્ટ કલરની સ્લિપ પહેરી અલગ લુક આપી શકાય. આવા ડ્રેસમાં પણ તમે ફૉર્મલ અને કૅઝ્યુઅલ બન્ને લુક આપી શકો, જેમ કે જો કૅઝ્યુઅલી પહેરવાનું હોય તો ફ્લૅટ્સ પહેરી શકાય અને નેકમાં લૉન્ગ નેકપીસ પહેરી શકો. હાથમાં પણ અલગ કલરની પ્લાસ્ટિક બૅન્ગલ અથવા બ્રેસલેટ સારું લાગી શકે. અને જો ફૉર્મલી પહેરવા માગતા હો તો તમે નો-જ્વેલરી લુક અપનાવી શકો અથવા કાનમાં માત્ર ટૉપ્સ પહેરી નેકમાં ડિફરન્ટ નેકપીસ અને હાથમાં માત્ર એક બ્રેસલેટ પહેરી શકાય.

anushka

સ્કર્ટ-ટાઇપ શૉર્ટ્સ

સ્કર્ટ-ટાઇપ શૉર્ટ્સ એટલે જેની લેન્ગ્થ ની સુધી હોય અથવા અબોવ ની હોય. આવી શૉર્ટ્સ પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ હોય છે અને પર્હેયા પછી એમ નથી લાગતું કે ટિપિકલ શૉર્ટ્સ પહેરી છે. પર્હેયા પછી સ્કર્ટનો લુક આવે છે. આવી શૉર્ટ્સ લાંબીપાતળી અથવા તો જેમનું શરીર સુડોળ છે એવી યુવતીઓ પર વધારે સારી લાગશે. આ આઉટફિટ સાથે તમે ક્રૉપ ટૉપ પહેરી શકો અથવા ફ્રન્ટ બટનવાળું શર્ટ ટક-ઇન કરી પહેરી શકાય અને એના પર બ્રૉડ બેલ્ટ પહેરવો. બેલ્ટની સાઇઝની પસંદગી જગ્યાને અનુરૂપ કરવી. આવી શૉર્ટ્સ પર પગમાં ટાઇ-અપ્સ પહેરવાં.

બ્યુટી-ટિપ્સ


ઉનાળામાં જેટલું બને એટલું પાણી પીવું.

બહારથી આવીને તરત જ પાણી ન પીવું. થોડી વાર રહીને લીંબુ શરબત પીવું.

બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું. ચાર કલાકથી વધુ જો બહાર રહેવાનું હોય તો રિપીટ કરવું.

આંખની ઠંડક માટે આંખ પર કાકડી મૂકી શકાય.

મુલતાની માટીનો પૅક લગાડવાથી ઍક્સેસ ઑઇલ અને ટૅનિંગ દૂર થાય છે. હોમમેડ પૅક્સ વધારે વાપરવા.

ઉનાળામાં ગરમ પાણીથી નહાવાનું ટાળવું. બને ત્યાં સુધી ઠંડા પાણીથી નહાવું. નહાવાના પાણીમાં તમે રોઝ પેટલ્સ અથવા કોલન વૉટર નાખી શકો.

દિવસમાં ત્રણથી ૪ વખત મોઢું ધોવું.

કૉસ્મેટિક્સ અને લોશન્સ વૉટર-બેઝ્ડ વાપરવાં.

ઍક્સેસરી

ઉનાળામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું. માત્ર ચહેરા પર જ નહીં, શરીરનો જે ભાગ ખુલ્લો રહે એના પર પણ સનસ્ક્રીન લગાડવું.

ઉનાળામાં ઘણી યુવતીઓ ઍક્સેસરી પહેરવાનું ટાળે છે, જેમ કે નેકપીસ પહેરવું ગમે; પરંતુ નેકપીસ એક ઇમિટેશન જ્વેલરી ગણાય અને ઇમિટેશન પહેરવાથી સ્કિન-રીઍક્શન થાય છે અને ઉનાળામાં તો વધારે થાય, કારણ કે પરસેવો થાય.

ઉનાળામાં ગૉગલ્સ વગર બહાર નીકળવું નહીં.

બહાર નીકળતી વખતે માથાને અને ચહેરાને દુપટ્ટાથી કવર કરવાનું ન ભૂલવું. દુપટ્ટો અથવા સ્કાર્ફ તમારા ડ્રેસને અનુરૂપ સિલેક્ટ કરવો જેથી એમ લાગે કે દુપટ્ટો કે સ્કાર્ફ  તમારા ડ્રેસનો જ એક ભાગ છે.

ઉનાળામાં જો તમારે કોઈ ફંક્શનમાં જવાનું હોય અને એ ફંક્શન જો આઉટડોર હોય તો  ઍક્સેસરી પહેરવાનું ટાળવું અને જો ઇન હાઉસ હોય તો તમે તમારી મનપસંદ જ્વેલરી પહેરી શકો.

બહાર નીકળતી વખતે તમે અમ્બ્રેલાનો ઉપયોગ કરી શકો. હૅટ અથવા અમ્બ્રેલાની પસંદગી આઉટફિટને અનુરૂપ કરવી.

જો તમે રેગ્યુલરલી સ્કૂટી ચલાવતા હો તો તમારે હૅન્ડ-ગ્લવ્ઝ જરૂર પહેરવાં. અને હવે તો સન પ્રોટેક્ટર વાઇટ શર્ટ પણ મળે છે. એ તમે તમારા આઉટફિટ પર પહેરી શકો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK