ઉંમર કરતાં ૧૦થી ૧૫ વર્ષ નાના દેખાવું છે?

તો એના માટે કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલ નામની ટ્રીટમેન્ટ કરાવી શકાય, જે પુરુષ અને મહિલા બન્ને કરી શકે છે


aging



કૃપા પંડ્યા

કોઈ પણ સેલિબ્રિટીને જોઈએ એટલે આપણને હંમેશાં એ વિચાર આવે છે, શું તેની ઉંમર થંભી ગઈ હશે? કેમ તેઓ તેમની ઓરિજિનલ ઉંમર કરતાં વધારે યુવાન દેખાય છે? કેમ તેમની સ્કિન પર એક પણ કરચલી નથી દેખાતી? કેમ તેમની સ્કિન વધારે ફ્રેશ અને કાન્તિવાળી લાગે છે? અત્યાર સુધી આપણને હતું કે આ બધી મેકઅપ અને ફોટોશૉપની કમાલ છે જેના લીધે તેમની સ્કિન વધારે યંગ લાગે છે. પણ ના, આની પાછળનું કારણ કંઈક બીજું છે. આ કંઈ મેકઅપ કે ફોટોશૉપની કમાલ નથી, પણ આ તો એક ટ્રીટમેન્ટની કમાલ છે જેના કારણે સેલિબ્રેટીઝ હંમેશાં એક જ ઉંમરની લાગે છે. આ ટ્રીટમેન્ટનું નામ છે કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલ. આનું બીજું નામ છે બ્લુ ડેપ્થ પીલ. આના વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આ કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલ અમેરિકાની ટ્રીટમેન્ટ છે જે હવે ભારતમાં કરવામાં આવે છે. કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલમાં ડૉક્ટરો સ્કિનમાં કેટલી ડેપ્થ સુધી જવું એ કન્ટ્રોલ કરી શકે છે જે બીજી ટ્રીટમેન્ટમાં નથી કરી શકતા એટલે આને કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલ કહેવાય છે. આ ટ્રીટમેન્ટ એટલી સેન્સિટિવ છે કે એને માત્ર ડૉક્ટરો જ કરી શકે છે, એ પણ ટ્રેઇન્ડ અને ક્વૉલિફાઇડ ડૉક્ટર. આ ટ્રીટમેન્ટ મેલ અને ફીમેલ બન્ને કરાવે છે. આ એક એવી ટ્રીટમેન્ટ છે જે કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને ડૉક્ટર સાથે ડિસ્કસ કરવું જરૂરી છે.’

પ્રોસીજર

આ પીલ-ટ્રીટમેન્ટ બાકીની ટ્રીટમેન્ટ કરતાં થોડી અલગ છે. આની પ્રોસીજર વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મોનિશા કપૂર કહે છે, ‘આને માટે પહેલાં સ્કિનને પ્રિપેર કરવામાં આવે છે, કેમ કે ભારતીયોની સ્કિન અનસ્ટેબલ હોય છે. એટલે એને પહેલાં સ્ટેબલ કરવી પડે છે, જેને અમે સ્કિન-કન્ડિશનિંગ કહીએ છીએ. એ માટે અમે પેશન્ટને ચાર અઠવાડિયાં એક ક્રીમ લગાવવા આપીએ છીએ જેનાથી તેમની સ્કિન સ્ટેબલ થઈ જાય. એ સાથે સ્કિન સ્ટ્રૉન્ગ થઈ જાય અને સ્કિનની સેન્સિવિટી ઓછી થઈ જાય. ચાર અઠવાડિયાં પછી અમે પેશન્ટની સ્કિન પર કન્ટ્રોલ્ડ ડેપ્થ પીલ ટ્રીટમેન્ટ કરીએ છીએ જેમાં અમે પેશન્ટના મોઢા પર એક સૉલ્યુશન લગાડીએ છીએ. આ સૉલ્યુશન લગાવ્યા પછી શરૂઆતમાં પેશન્ટને થોડું બળે છે. આ સૉલ્યુશન લગાવ્યા પછી ફેસ ધોવાનો હોતો નથી. એ આપોઆપ સ્કિનની અંદર જતું રહે છે. ટ્રીટમેન્ટ કર્યા પછી અમે પેશન્ટને એક હીલિંગ ક્રીમ આપીએ છીએ જે તેમણે આઠથી ૧૦ દિવસ સુધી મોઢા પર લગાવવાની હોય છે.’

આ ટ્રીટમેન્ટ કરતાં ભલે બહુ વાર ન લાગે, પણ આ ટ્રીટમેન્ટને ઠીક થતાં બહુ વાર લાગે છે. આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમે આઠથી ૧૦ દિવસ સુધી ઘરની બહાર નીકળી શકતા નથી, કેમ કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી સ્કિનનાં પડ ઊખડવા લાગે છે. સ્કિન કાળી પણ થઈ જાય છે. એટલે તમારે અઠવાડિયા સુધી ઘરની બહાર નીકળવું નહીં. સનલાઇટમાં જવું નહીં. સ્કિનને બહુ ઘસીને ધોવી નહીં.

૧૦થી ૧૫ વર્ષ નાના

આ ટ્રીટમેન્ટ કરવાથી ઍક્ને, સ્કાર્સ, પિગ્મેન્ટેશનનો પ્રૉબ્લેમ દૂર થઈ જાય છે. એ સિવાય અનઈવન સ્કિન-ટોન, ડૅમેજ્ડ સ્કિન, ડાર્ક કૉમ્પ્લેક્શન વગેરેને પણ નૉર્મલ કરે છે. આ સ્કિનનો હજી એક ફાયદો છે જેના માટે આ બહુ પ્રચલિત છે. ડૉ. અપ્રિતમ ગોયલ કહે છે, ‘આ ટ્રીટમેન્ટની લાંબી પ્રોસીજર જોઈ લોકો કરાવતાં અચકાય છે, પણ આ ટ્રીટમેન્ટ તમને સારું રિઝલ્ટ આપે છે. આ ટ્રીટમેન્ટ ઍન્ટિ-એજિંગ છે અને સ્કિન-ટાઇટનિંગ માટે બહુ ફેમસ છે. આ ટ્રીટમેન્ટ કરવાથી તમારી સ્કિન વધારે યુવાન અને કાન્તિમય લાગશે. તમે તમારી ઉંમર કરતાં ૧૦થી ૧૫ વર્ષ નાના લાગશો.’

આની આમ તો કોઈ સાઇડ-ઇફેક્ટ નથી; પણ જો તમે ટ્રેઇન્ડ અને ક્વૉલિફાઇડ ડૉક્ટર પાસે ન કરાવો તો પછી તમારે સાઇડ-ઇફેક્ટનો સામનો કરવો પડે છે જેમાં સ્કારિંગ, સ્કિન પર ડાઘ પડવા જેવી તકલીફ આવી શકે છે. આ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ લૉન્ગ-લાસ્ટિંગ રહે છે, પણ જો કરવી હોય તો એક વર્ષમાં પાછી આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK