મેકઅપ માટે ઓવલ શેપનો ચહેરો બેસ્ટ છે, પણ તમારો ફેસ એવો ન હોય તો?

તો મેકઅપ-આર્ટિસ્ટ તમને કહેશે કે કૉન્ટૂરિંગ કરાવો. ફાઉન્ડેશન જેમ મેકઅપનો બેઝ છે એમ કૉન્ટૂરિંગ પણ એટલું જ મહત્વનું છે


face



કૃપા પંડ્યા

આપણે જ્યારે પણ મેકઅપ-આર્ટિસ્ટ પાસે જઈએ છીએ ત્યારે મેકઅપ-આર્ટિસ્ટ હંમેશાં એક શબ્દ વાપરતા હોય છે કે ફેસને કૉન્ટૂરિંગ કરવાનું છે અને હાઇલાઇટિંગ કરવાનું છે. ક્યારેય વિચાર આવ્યો છે કે આખરે આ કૉન્ટૂરિંગ છે શું? કેમ આને મેકઅપમાં આટલું મહત્વ આપવામાં આવે છે? જેમ ફાઉન્ડેશન મેકઅપનો બેઝ છે એમ કૉન્ટૂરિંગ પણ મેકઅપનું એટલું જ મહત્વનું અંગ છે. તમે કેટલો પણ સારો મેકઅપ કરો, પણ જો તમારો ફેસ શેપમાં નહીં હોય તો મેકઅપ તમારા ફેસ પર એટલો ઉઠાવ નહીં આપે. એટલે ફેસને એક શેપમાં લાવવા માટે કૉન્ટૂરિંગ કરવામાં આવે છે. કૉન્ટૂરિંગનો અર્થ થાય છે કટિંગ કરવું. કૉન્ટૂરિંગ તમારા ફેસને એક ઈવન ફેસમાંથી નૅચરલ અને ન્યુટ્રલ ફેસ બનાવે છે. 

કૉન્ટૂરિંગ એટલે કટિંગ કરવું, ન જોઈતી વસ્તુને દબાવી દેવી. મેકઅપ-આર્ટિસ્ટ ચેરાગ બંબોટ કહે છે, ‘જે લોકોના ફેસ પર કોઈ જૉ-લાઇન ન હોય, કપાળ મોટું હોય જેનાથી હેરલાઇન પાછળ જતી રહેતી હોય, નાક શેપમાં ન હોય, ગાલમાં બરાબર ખાંચા ન હોય અને એક જ લેવલના ગાલ દેખાતા હોય તો આ બધાને છુપાવવા માટે અમે કૉન્ટૂરિંગ કરીએ છીએ. પહેલાંના જમાનામાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો આને કટિંગ કે શેડિંગ કહેતા હતા.’

આપણા બધાના ફેસના શેપ વિવિધ હોય છે. કોઈનો ફેસ સ્ક્વેર હોય છે તો કોઈનો રાઉન્ડ, કોઈનો થિક ફેસ તો કોઈનો ફેસ હાર્ટ શેપનો હોય છે. જોકે મેકઅપ ઓવલ શેપના ફેસ પર જ સારો લાગે છે. એટલે ફેસના વિવિધ શેપને ઓવલ શેપમાં લાવવા કૉન્ટૂરિંગ કરવામાં આવે છે. કૉન્ટૂરિંગ ફેસના કયા-કયા ભાગમાં કરવામાં આવે છે એ જણાવતાં મેકઅપ-આર્ટિસ્ટ મિતાલી મારુ કહે છે, ‘કૉન્ટૂરિંગ કપાળની કૉર્નરની ઉપર, નાકની બન્ને બાજુ, ચીકબોન્સની નીચે, આખી જૉ-લાઇનમાં એટલે જ્યાંથી જૉ-લાઇન ચાલુ થાય છે ત્યાંથી લઈને જ્યાં જૉ-લાઇન પૂરી થાય છે ત્યાં સુધી કરવામાં આવે છે. કૉન્ટૂરિંગથી જૉ-લાઇન અને ચીકબોનનો નીચેનો ર્પોશન કટ પણ કરી શકાય છે. આ સિવાય જેને ડબલ ચિનની સમસ્યા હોય તેના માટે કૉન્ટૂરિંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે.’

કૉન્ટૂરિંગ મેકઅપમાં કેમ આટલું જરૂરી છે એ જણાવતાં બોરીવલીમાં પોતાનું પાર્લર ચલાવતી મિતાલી મારુ કહે છે, ‘મેકઅપમાં કૉન્ટૂરિંગનું કામ ફેસના બોન-સ્ટ્રક્ચરને હાઇલાઇટ કરવાનું હોય છે. કૉન્ટૂરિંગનું મેકઅપમાં એટલે મહત્વ છે કે કૉન્ટૂરિંગ કરવાથી તમારો ફેસ સારો લાગે છે. ફોટો સારા આવે છે. બીજું, આમાં કી ફેશ્યલ પૉઇન્ટ્સને હાઇલાઇટ કરવામાં આવે છે જેમાં ગાલ, કપાળ આવે છે.’

કૉન્ટૂરિંગ અને હાઇલાઇટિંગ એકસાથે જ થાય છે. હાઇલાઇટિંગ કર્યા વગર કૉન્ટૂરિંગ અધૂરું છે. ચેરાગ બંબોટ કહે છે, ‘કૉન્ટૂરિંગ સાથે હાઇલાઇટિંગ પણ બહુ અગત્યનું છે. હાઇલાઇટ કર્યા વગર કૉન્ટૂરિંગ કંઈ કામનું નથી. ફેસનો જે ભાગ લાઇટમાં પહેલાં હાઇલાઇટ થાય એ જગ્યાએ હાઇલાઇટિંગ કરવામાં આવે છે. હાઇલાઇટિંગ નૉર્મલી ટી-ઝોન અને સી-ઝોનમાં કરવામાં આવે છે. ટી-ઝોનમાં કપાળ, નાક, હોઠનો ભાગ અને ચીક્સ આવે છે અને સી-ઝોનમાં આઇબ્રો જ્યાં પૂરી થાય છે ત્યાંથી લઈને ગાલ સુધીનો ભાગ આવે છે. જો તમે માત્ર કૉન્ટૂરિંગ કરશો તો તમારો ફેસ ડાર્ક લાગશે એટલે કૉન્ટૂરિંગ અને હાઇલાઇટિંગ સાથે કરવું. હાઇલાઇટિંગ કૉન્ટૂરિંગ પછી જ કરવામાં આવે છે.’

કૉન્ટૂરિંગ હંમેશાં ડાર્ક અને મૅટ ફિનિશિંગમાં જ લેવું. કૉન્ટૂરિંગ ક્રીમ, પાઉડર અને લિક્વિડમાં મળે છે. એકદમ નૅચરલ લુક માટે પાઉડરવાળું કૉન્ટૂરિંગ વાપરવું. જો મેકઅપને લાંબા સમય સુધી ટકાવવો હોય તો પહેલાં ક્રીમ અથવા લિક્વિડ કૉન્ટૂરિંગ કરવું. એ પછી એના પર લૂઝ પાઉડર લગાવો અને એ પછી કૉન્ટૂરિંગ પાઉડર લગાવો. કૉન્ટૂરિંગ દરેક સમયે એક જેવું નથી કરવામાં આવતું. એને પ્રસંગ પ્રમાણે કરવામાં આવે છે. ચેરાગ બંબોટ કહે છે, ‘બધા પ્રસંગોમાં કૉન્ટૂરિંગ વિવિધ પ્રકારે કરવામાં આવે છે. ફોટોશૂટના સમયે ડાર્ક અને સ્ટ્રૉન્ગ કૉન્ટૂરિંગ કરવામાં આવે છે. બ્રાઇડ માટે નૅચરલ કૉન્ટૂરિંગ કરવામાં આવે છે. કૉન્ટૂરિંગ હંમેશાં ફાઉન્ડેશનના શેડ્સથી બે શેડ ડાર્ક લેવું અને હાઇલાઇટર ફાઉન્ડેશનના શેડ્સથી બે શેડ લાઇટ લેવું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK