કલરફુલ મોજડી

મોજડી હૅન્ડમેડ છે. મોજડી ખાસ કરીને જયપુરની વખણાય છે અને  એમાં ઘણીબધી વરાઇટી આવે છે


ખુશ્બૂ મુલાની ઠક્કર

મોજડી પહેરવાથી એક અલગ લુક આવે છે. એ બધાં આઉટફિટ સાથે સૂટ થતી નથી. મોજડી પહેરવી હોય તો એક ચોક્કસ આઉટફિટની જરૂર પડે, જેમ કે પટિયાલા સલવાર સાથે કે ચૂડીદાર સાથે અથવા સ્કર્ટ સાથે. મોજડી આમ તો બે પ્રકારની હોય છે, જેમ કે ફુલ કવર્ડ અને હાફ કવર્ડ. જો પ્રૉપર લુક જોઈતો હોય તો લેધરની પહેરવી અને જો આઉટફિટ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરવું હોય તો ઘણા ઑપ્શન છે; જેમ કે એમ્બ્રૉઇડરીવાળી અથવા મિરર, ઘૂંઘરૂ, ક્રોશિયો વગેરે.

leather


લેધરની મોજડી

આ સૌથી જૂની અને જાણીતી છે. એ ફુલ કવર્ડ પણ આવે અને હાફ કવર્ડ પણ આવે. આ મોજડી ખાસ કરીને ચૂડીદાર સાથે સારી લાગે. લેધરની મોજડી પુરુષોને વધારે સારી લાગે છે. લિનનના કુરતા-પાયજામા સાથે લેધરની મોજડી બેસ્ટ લુક આપી શકે. લેધરની મોજડી ખૂબ સાચવણ માગી લે છે.

વરસાદમાં ખાસ કરીને એના પર ફૂગ ચડી જાય છે. અને જો શૂ-બાઇટ થવાનો ડર હોય તો અંદરની સાઇડ થોડું તેલ લગાડી  પહેરવી.

mojri

એમ્બ્રૉઇડરીવાળી મોજડી

એના પર મશીનવર્ક કરવામાં આવેલું હોય છે. અલગ-અલગ કલરમાં હોય છે. જો મલ્ટિપર્પઝ વેઅર માટે જોઈતી હોય તો મલ્ટિકલર વર્કવાળી મોજડી  સિલેક્ટ કરી શકો અથવા ગોલ્ડન કે સિલ્વર વર્કવાળી પણ સારી લાગી શકે. ડ્રેસ સાથે મૅચિંગ પહેરવી અથવા ડ્રેસ કરતાં કૉન્ટ્રાસ્ટ કલરની પહેરવી. જેમ કે જો તમે ફ્લોરલ પટિયાલા સાથે પહેરવા માગતા હો તો મલ્ટિકલર વર્કવાળી મોજડી પહેરી શકો. અને જો વાઇટ ડ્રેસ સાથે પહેરવા માગતા હો તો સિલ્વર વર્કવાળી પહેરી શકાય.

mojri1

ઘૂંઘરૂ

આ મોજડીમાં વર્ક સાથે ઘૂંઘરૂ લગાડવામાં આવેલાં હોય છે. આવી મોજડી  થોડો ટ્રેડિશનલ લુક આપે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો લૉન્ગ સ્કર્ટ સાથે ઘૂંઘરૂં મોજડી પહેરી શકાય. અથવા તો ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે ઍન્કલ જીન્સ સાથે કોઈ પણ પ્લેન કલરનું બૉડી-ટાઇટ ટી-શર્ટ પહેરવું અને એની સાથે સ્ટોલ લેવો. હેરમાં સૉફ્ટ કર્લ લુક આપવો અને ઝોલા બૅગ લેવી.

mojri2

ક્રોશિયો મોજડી

આમાં ક્રોશિયો એટલે કે ઊનનું વર્ક કરવામાં આવેલું હોય છે. આ  વર્ક થોડું એમ્બૉસ્ડ એટલે કે ઊપસેલું લાગે છે. ક્રોશિયો મોટે ભાગે બ્રાઇટ કલરમાં જ સારા લાગે છે. એ માટે મોજડી પર પણ બ્રાઇટ કલરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એની સાથે ટીકી અથવા મિરરનો ઉપયોગ પણ કરવામાં આવે છે.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK