કોલ્ડ શોલ્ડરનો હૉટ લુક

વેસ્ટર્ન જ નહીં, ઇન્ડિયન ડ્રેસિસમાં પણ આજકાલ ટ્રેન્ડમાં રહેલી કોલ્ડ શોલ્ડર સ્લીવ્સનું જાણીએ એ ટુ ઝેડ

shoulder

પલ્લવી આચાર્ય

ફૅશન-વર્લ્ડમાં કેટલાંક કપડાં એવાં હોય છે કે એ માત્ર ફૅશન-શોના સ્ટેજ પર જ પહેરી શકાય.

ડે-ટુ-ડે લાઇફમાં એને કૅરી કરવાં અઘરાં હોય છે એટલું જ નહીં, ફૅશનેબલ કપડાં પહેરવા ઇચ્છતી સામાન્ય યુવતીઓ માટે પણ એ પહેરવાં શક્ય નથી હોતાં. આ બધામાં કોલ્ડ શોલ્ડર સ્લીવ્સનો જ એકમાત્ર ટ્રેન્ડ રહ્યો છે જેને નેક્સ્ટ ડોર ગર્લ પણ કોઈ સંકોચ વિના પહેરી શકે છે.

કોલ્ડ શોલ્ડર શું છે?

એ એક જાતની સ્લીવ છે. એવી સ્લીવ જેમાં શોલ્ડર ઉપર કટ હોય છે અને એને લઈને બાંય તમે ભલે ફુલ પહેરી હોય, પણ તમારો શોલ્ડરનો પાર્ટ ખુલ્લો રહે છે. ડ્રેસ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન; સ્લીવ ફુલ હોય, હાફ હોય કે પોણિયા; ગળું બંધ હોય કે કોઈ પણ શેપનું હોય; પણ એ બધામાં તમારો શોલ્ડરનો પાર્ટ ખુલ્લો હોય છે જે સુંદર અને હૉટ લુક આપે છે.

નો એજ-બાર

તમે પચીસનાં હો કે ૬૫નાં, આ સ્લીવની એક જાદુઈ કમાલ એ છે કે દરેક વયની મહિલાને એ સૂટ કરે છે. બંધ ગળા અને ફુલ સ્લીવ સાથે પણ તમે બૉડીના એક પાર્ટને ઓપન રાખી શકો છો. સામાન્ય રીતે દરેકનો શોલ્ડરનો પાર્ટ બ્યુટિફુલ જ હોય છે અને તમે તમારા એ પાર્ટને એક્સપોઝ કરી શકો છો.

વેસ્ટર્ન અને ઇન્ડિયન

કોલ્ડ શોલ્ડર એ સ્લીવનો એક પ્રકાર છે. એ માત્ર વેસ્ટર્ન નહીં ઇન્ડિયન ટ્રેડિશનલ વેઅરમાં પણ એટલી જ પૉપ્યુલર બની રહી છે. ફૅશન-ડિઝાઇનર સીમા મહેતા કહે છે, ‘ટ્રેડિશનલ વેડિંગ-વેઅરમાં પણ આ સ્લીવ ચાલે છે. બ્લાઉઝ, લેહંગા, અનારકલી, કુરતી, ગાઉન, ટૉપ્સ, ક્રૉપ ટૉપ્સ, સહિત લગભગ દરેક પ્રકારના ડ્રેસિસમાં આજકાલ આ સ્લીવ ચાલે છે. ફુલ સ્લીવનું બ્લાઉઝ પણ એમ્બþૉઇડરી સાથે કોલ્ડ શોલ્ડર સ્લીવમાં કરી શકાય છે. દુલ્હનના લેહંગામાં પણ આ સ્લીવ થાય છે અને જીન્સ પરનાં ટૉપ્સમાં પણ એ હોય છે. આમ બધી જ પ્રકારની અને દરેક એજની સ્ત્રીઓ પહેરી શકતી હોવાથી આ સ્લીવ વધુ પૉપ્યુલર થઈ છે.’

ડિફરન્ટ સ્ટાઇલ

કટ સ્લીવ વિથ સ્લીવ ઑફ શોલ્ડર, હૉલ્ટર, સ્પૅગેટી કટ વગેરે કોલ્ડ શોલ્ડર સ્લીવના જુદા-જુદા પ્રકારો છે. મૂળે આ બધામાં એવી સ્લીવ છે જેમાં શોલ્ડરનો પાર્ટ એક્સપોઝ થાય છે. શોલ્ડર પરની કટ નાની-મોટી સાઇઝમાં હોઈ શકે છે. એમાં જેવી જેની પસંદ. એ જ રીતે કટ ઊભી કે આડી તમારે કઈ રીતે રાખવી છે એ પણ ચૉઇસની વાત છે. જૅકેટમાં પણ આ સ્લીવ છોકરીઓ પહેરે છે. શર્ટ, ટી-શર્ટ, પાર્ટીવેઅર અને કૅઝ્યુઅલ, કોઈ પણ ડ્રેસમાં તમે આ સ્લીવ કરાવી શકો છો. બાય ધ વે એ ટ્રેન્ડમાં જ છે.

૮૦ની ફૅશન

આ સ્લીવ નવી નથી. ૮૦થી ૯૦ના દાયકામાં આ પ્રકારની સ્લીવ ચાલતી જ હતી એમ જણાવતાં સીમા મહેતા કહે છે, ‘એ સમયે કટ થોડી ઓછી હતી, અત્યારે વધુ છે. ‘જમાઈરાજા’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે આ પ્રકારની સ્લીવ પહેરી જ હતી.

સાવધાની શું રાખવી?


આ સ્લીવમાં હાથ કવર રહેશે, પણ શોલ્ડર ઓપન રહેતા હોવાથી આ સ્લીવ પર્હેયા પછી તમને સ્લીવ પડી જશે એવો ડર જો લાગતો હશે તો એ પહેરીને તમે કૉન્ફિડન્ટ નહીં રહી શકો. એથી આ સ્લીવ પહેરનારે કૉન્ફિડન્ટ રહેવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK