કૉકટેલ જ્વેલરી

અગાઉ મોટાં ફંક્શનો અને સેલિબ્રિટીઝની શાન ગણાતી આ જ્વેલરી હવે બધા પહેરતા થઈ ગયા છે

lara datta


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

મોટાં-મોટાં ફંક્શનમાં પહેરાતી કૉકટેલ ઇઅર-રિંગ અને રિંગ હવે દરેક ફંક્શનની શાન બની ગઈ છે. કૉકટેલ ઇઅર-રિંગ અને રિંગ જ્વેલરીમાં એવી વસ્તુ છે જેના પહેરવા પછી તમારે બીજી કોઈ જ્વેલરી પહેરવી જ નહીં પડે. કૉકટેલ ઇઅર-રિંગ અને રિંગ એવી જ્વેલરી નથી કે જેને તમે ગમે ત્યાં પહેરી શકો. પરંતુ એને નાનો હોય કે મોટો, પણ પ્રસંગ કેટલો મહત્વનો છે એ પ્રમાણે પહેરવામાં આવે છે. કૉકટેલ જ્વેલરી વિશે જણાવતાં જ્વેલરી ડિઝાઇનર માનસી જોશી કહે છે, ‘કૉકટેલ જ્વેલરીમાં ડિઝાઇન બહુ બોલ્ડ હોય છે. આ જ્વેલરી એવી છે જે તમે ક્યાં પહેરો છો એની સાથે તમારી પર્સનાલિટી પણ બહુ અગત્યની છે. બીજું, તમે કયા પ્રકારનું ડ્રેસિંગ કર્યું છે એ પણ મહત્વનું છે.’ 

કૉકટેલ રિંગ એટલે મોટી સાઇઝની રિંગ. આની કોઈ સ્ટાન્ડર્ડ સાઇઝ હોતી નથી. કૉકટેલ રિંગ પહેલાં મોટા અને પ્રેશિયસ સ્ટોનમાં જ બનતી હતી, પણ હવે મોંઘવારી એટલી વધી ગઈ છે કે કૉકટેલ રિંગ ઇમિટેશન સ્ટોનમાં પણ બનાવવામાં આવે છે. કૉકટેલ રિંગની ડિઝાઇન વિશે જણાવતાં જ્વેલરી-ડિઝાઇનર માનિની શાહ કહે છે, ‘આમાં ડિઝાઇનમાં તમને ફ્લાવર, મોટો ચોરસ, બિગ રાઉન્ડ, લંબગોળ, ઝિગઝૅગ વગેરે મળે છે તો બીજી બાજુ કૉકટેલ રિંગ તમને ઍનિમલ શેપમાં પણ જોવા મળે છે. ટૂંકમાં કૉકટેલ રિંગમાં તમને બધી ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન જ જોવા મળે છે.’

કૉકટેલ ઇઅર-રિંગમાં વચ્ચે મોટી સાઇઝના સ્ટોન અને આજુબાજુ ઝીણા-ઝીણા સ્ટોન હોય છે. મોટી સાઇઝનો સ્ટોન ઓછામાં ઓછો ત્રણ કૅરેટથી વધારે હોય છે. જો તમારું એટલું બજેટ ન હોય તો તમે કૉકટેલ ઇઅર-રિંગમાં જે મોટી સાઇઝનો સ્ટોન છે એ લો ક્વૉલિટીનો પણ વાપરી શકો છો. કૉકટેલ ઇઅર-રિંગ ચાંદી, ઇમિટેશન, ૧૦થી ૧૪ કૅરેટના ગોલ્ડમાં બનાવવામાં આવે છે. આમાં એમેથિસ્ટ, ગાર્નેટ, પેરી ડૉટ, બ્લુ ટોપાઝ જેવા સ્ટોન વપરાય છે. કૉકટેલ રિંગ પહેરવાની સૌથી સારી જગ્યા છે જમણા હાથમાં ઇન્ડેક્સ ફિંગર અને રિંગ ફિંગર.

કૉકટેલ ઇઅર-રિંગ શોલ્ડર સુધી પહેરાય છે. આમાં મેટલ, ગ્લાસ, પ્રેશિયસ સ્ટોન, બીડ્સ, વુડ, ગોલ્ડ વગેરે મટીરિયલ વાપરવામાં આવે છે. કૉકટેલ ઇઅર-રિંગમાં વચ્ચે રિંગની જેમ જ મોટી સાઇઝના સ્ટોન અને આજુબાજુ નાના સ્ટોન હોય છે અથવા આખી મોટી ઇઅર-રિંગ હોય છે જેમાં બારીક સ્ટોન હોય છે. એવી પણ કૉકટેલ ઇઅર-રિંગ હોય છે જેમાં માત્ર મોટી સાઇઝનો સ્ટોન જ હોય છે. જ્યારે કૉકટેલ ઇઅર-રિંગ પહેરો ત્યારે ગળામાં કંઈ ન પહેરવું, કેમ કે જો તમે હેવી કૉકટેલ ઇઅર-રિંગ પહેરો અને ગળામાં પણ કંઈ પહેરશો તો એકદમ ગૉડી લાગશે. કૉકટેલ રિંગ અને ઇઅર-રિંગમાં શું ખાસ છે એ જણાવતાં માનિની કહે છે, ‘પહેલાં આમાં બહુ કલર જોવા મળતા નહોતા અને સ્મૉલ સાઇઝની આવતી હતી, પણ હવે આમાં કલરમાં પણ વરાઇટી જોવા મળે છે અને સાઇઝ પણ મોટી આવવા લાગી છે. બીજું, હવે કૉકટેલ જ્વેલરી માત્ર સેલિબ્રિટીઓ જ નહીં; બધા પહેરવા લાગ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK