કૅચી અને કમ્ફર્ટેબલ સિગારેટ પૅન્ટ

ફૅશનની સાથે તમારી સ્ટાઇલ અને કમ્ફર્ટ બન્ને સચવાતાં હોય તો એવી ફૅશનને અપનાવવામાં કશું ખોટું નથી. આવા જ સ્કિની સિગારેટ ટ્રાઉઝર તમારા વૉર્ડરોબમાં વસાવી લો અને એની સાથે શર્ટ, કૅમી, કમીઝ, કફતાન, કુરતી, ક્રૉપ ટૉપ જેવા ઑપ્શન મૅચ કરો

ciguret pant


રૂપાલી શાહ

ફૅશનની વાત આવે ત્યારે એક સ્ટેપ આગળ રહેવું જરૂરી છે. એમાં પણ કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્નેનું કૉમ્બિનેશન મળે ત્યારે એ ફૅશનને સહજતાથી અપનાવી લેવી બહેતર ગણાય. એટલે જ સ્લીક ઍન્ડ શાર્પ સિગારેટ ટ્રાઉઝર અત્યારે સદાબહાર છે.

ફૅશનની દુનિયાની ઝીણામાં ઝીણી અપડેટ રાખતી ફૅશન-ડિઝાઇનર રાખી સોની કહે છે, ‘સિગારેટ પૅન્ટ દેખાવમાં કૅપ્રી જેવા હોય છે. નૅરો બૉટમવાળાં આ પૅન્ટ વિદેશમાં સ્ટવ પાઇપને નામે ઓળખાય છે તો અહીં એને પેન્સિલ પૅન્ટ પણ કહે છે. જોકે કૅપ્રી કરતાં આ ટ્રાઉઝરનું સ્ટિચિંગ થોડું અલગ હોવાની સાથે એ ઍન્કલ લેન્ગ્થનાં હોય છે. કૉટન સિલ્ક, રૉ સિલ્ક, પાતળા ડેનિમ ફૅબ્રિકમાંથી સ્ટિચ કરેલાં આ પૅન્ટ હાઈ-વેસ્ટ હોય છે. પ્રિન્ટેડ અને પ્લેન એમ બન્ને ફૅબ્રિકમાં સરળતાથી મળી રહે છે. ઈઝીલી ઍડ્જસ્ટ થતા આ ટ્રાઉઝરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઘર કે ઑફિસ દરેક જગ્યાએ એ પહેરીને કમ્ફર્ટ ફીલ કરી શકો છો. મોટા ભાગે ઑફિસ-વેઅર માટે સિમ્પલ પ્લેન સિગારેટ પૅન્ટ હોય છે; જ્યારે ફૅન્સી લુક જોઈતો હોય તો એમાં પૉકેટ ઉપરાંત બૉટમ આગળથી નાનો કટ અને બટન લગાવી તમે એને વધુ સ્ટાઇલિશ બનાવી શકો છો.’

બેએક વર્ષ પહેલાં શૉર્ટ શર્ટ સાથે લૂઝ સલવારની ફૅશન હતી, પણ અત્યારે સિગારેટ પૅન્ટ સાથે શૉર્ટ અથવા મીડિયમ લેન્ગ્થનાં શર્ટ પહેરવાની ફૅશન છે. આ ટ્રાઉઝરની બીજી એક ખાસિયત એ છે કે એની સાથે કોઈ પણ પ્રકારનું ટૉપ મૅચ થશે. બ્લાઉઝ, ક્રૉપ ટૉપ, શૉર્ટ શર્ટ, મીડિયમ લેન્ગ્થ શર્ટ, બટનવાળું શર્ટ પહેરવાથી તમારી સ્ટાઇલને વધુ પર્ફેક્શન મળશે. એમાં પણ પ્લેન સિગારેટ પૅન્ટ સાથે પ્રિન્ટેડ બ્લાઉઝ કે ક્રૉપ ટૉપ ગ્લૅમરસ લુક આપશે.

રાખી કહે છે, ‘નાઇટ આઉટ માટે આ સ્કિની ટ્રાઉઝર સાથે ક્રૉપ ટૉપ કે લૂઝ કૅમી પણ એટલું જ અસરકારક લાગે છે. વિન્ટરમાં સ્વેટર અને હુડી સાથે પણ એ એટલું જ ઈઝીલી મૅચ થશે. હકીકતમાં જોવા જઈએ તો આ સ્લિમ પૅન્ટ એવું છે કે એ ઑલટાઇમ ટ્રેન્ડી કહી શકાય. એને તમે ગમે ત્યારે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે અમુક પાર્ટી કે ફંક્શનમાં ભારે ડ્રેસ પહેરવાથી જ રોનક લાગે છે. જોકે એવું નથી; રૉ સિલ્ક, કૉટન સિલ્ક, બ્રૉકેડ ફૅબ્રિકના સિગારેટ પૅન્ટ સાથે હૅન્ડવર્ક કે એમ્બ્રૉઇડરી વર્ક કરેલાં કમીઝ, કફતાન કે કુરતીનો ઑપ્શન પણ મેંદી, હલદી જેવાં નાનાં-મોટાં ફંક્શન્સમાં એટલો જ પાવરફુલ બની રહેશે.’ 

આવાં સિગારેટ પૅન્ટ ક્લાસી, સ્ટાઇલિશ અને ગ્લૅમરસ લાગે છે. ફિટિંગ પ્રૉપર હોય તો આ પૅન્ટ કોઈ પણ સાઇઝની મહિલા પહેરી શકે છે. ઑફિસની ડેસ્ક, ડિનર-પાર્ટી કે ડિસ્કોથેકની તમારી સવારથી સાંજની સફરમાં એ આરામદાયી રહે છે. સ્ટાઇલિશ શર્ટ, સ્વેટર, બ્લાઉઝ, કમીઝ કે લૂઝ કૅમી દરેક વિકલ્પ સાથે સ્માર્ટ લાગતા આ પૅન્ટ સાથે તમે હાઈ હીલ્સ કે ફ્લૅટ ફુટવેઅર કંઈ પણ પહેરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK