ચારકોલ અ સીક્રેટ ઑફ બ્યુટી

એક જમાનામાં બળતણ તરીકે વપરાતો કાળો કોલસો છેલ્લા કેટલાક અરસામાં સુંદરતામાં વધારો કરવા માટે ખૂબ પૉપ્યુલર બન્યો છે. બ્યુટી-પ્રોડક્ટમાં વપરાતા ઍક્ટિવ ચારકોલના ઉપયોગ પર એક નજર કરીએ

charcoal

વર્ષા ચિતલિયા 

બ્યુટીની વાત આવે એટલે મોટા ભાગની યુવતીઓના કાન સરવા થઈ જાય. વિશ્વની તમામ યુવતીઓને સુંદર દેખાવાની ઘેલછા હોય છે, પરંતુ જ્યારે બ્યુટી-પ્રોડક્ટની વાત આવે ત્યારે તે કન્ફ્યુઝ થઈ જાય છે. છેલ્લાં થોડાંક વષોર્માં બ્યુટી-પ્રોડક્ટમાં ઍક્ટિવ ચારકોલનો વપરાશ વધ્યો છે. એક જમાનામાં માત્ર બળતણ તરીકે વપરાતો કોલસો સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. બ્યુટી-પ્રોડક્ટમાં વપરાતા કોલસાના પાઉડરને આપણે ચારકોલ તરીકે ઓળખીએ છીએ. જોકે ઉલ્લેખનીય છે કે બ્યુટી-પ્રોડક્ટમાં અને મેડિકલ વપરાશમાં ઉપયોગમાં લેવાતો ઍક્ટિવ ચારકોલ સહેજ જુદો હોય છે. કોલસાના ભૂકાને કેમિકલ પ્રોસેસ દ્વારા પ્યૉર કરીને એને ઑક્સિજનેટેડ કરવામાં આવે છે જેથી એનામાં રહેલું ક્રૂડ ફૉર્મ દૂર થાય છે અને એ હેલ્થ-ફ્રેન્ડ્લી બને છે.

charcoal1

માગ વધી

મોટી-મોટી કંપનીઓ ચારકોલ ધરાવતી બ્યુટી-પ્રોડક્ટ જે રીતે માર્કેટમાં લૉન્ચ કરી રહી છે એ જોતાં ખ્યાલ આવે છે કે યુવતીઓમાં આ પ્રોડક્ટની કેટલી માગ છે. બ્યુટી-ટ્રીટમેન્ટમાં ચારકોલના વપરાશ વિશે વાત કરતાં ગોરાઈ ખાતે આવેલા પ્રિન્સેસ સૅલોં ઍન્ડ ઍકૅડેમીનાં જયા સોલંકી કહે છે, ‘અમારા સૅલોંમાં આવતી યુવતીઓ ફેસપૅકમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ વિશે પૂછે છે. એમાં પણ જો કોઈ યુવતીને મોઢા પર કાળા કલરનો ફેસપૅક લગાડીને બેઠેલી જુએ કે તરત તેને વિચાર આવશે કે આ વળી ક્યો ફેસપૅક હશે? કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી હશે અને એનાથી ફાયદો થતો હશે એમ વિચારી એના વિશે જાણવાનો પ્રયાસ કરે છે. જ્યારે ખબર પડે કે આ તો કોલસામાંથી બનાવેલો ફેસપૅક છે ત્યારે તેમની આંખો પહોળી થઈ જાય. અમે સ્કિનનો પ્રકાર જોઈને ટ્રીટમેન્ટ આપીએ છીએ. જો સ્કિન વધુ ઑઇલી હોય તો દર પંદરથી ૨૦ દિવસે ચારકોલવાળા ફેસપૅકનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પચીસથી ૩૫ વર્ષની વચ્ચેની વયની મહિલાઓમાં આ પ્રકારના ટ્રીટમેન્ટની ડિમાન્ડ વધુ છે. આ ઉમરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થઈ જવાના કારણે ફેસ પર ઍક્નેની સમસ્યા વધારે જોવા મળે છે. વાઇટ ર્પોસ વધારે હોય તો પહેલાં ફેશ્યલ કરી પછી જ ચારકોલવાળા ફેસપૅકનો ઉપયોગ કરવામાં આવે છે.’

સ્કિન-ટ્રીટમેન્ટમાં ચારકોલના વપરાશ બાબતે યુવતીઓ જ નહીં, યુવકોમાં પણ જાગૃતતા જોવા મળે છે. સ્કિન-પ્યૉરિફિકેશન માટે યુવાનો ચારકોલ ધરાવતી પ્રોડક્ટ વાપરતા થયા છે. કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘અમારી પાસે માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ સ્કિનની ટ્રીટમેન્ટમાં ચારકોલના વપરાશનો આગ્રહ રાખે છે. આ માસ્ક યુવકોમાં પણ પૉપ્યુલર છે, કારણ કે એ ઍક્ને દૂર કરવાનું કામ તો કરે જ છે અને સાથે-સાથે સ્કિન પણ બ્રાઇટ થાય છે.’

ચારકોલનો ઉપયોગ નવો નથી. આપણા વડીલો પણ એનો ઉપયોગ કરતા હતા. આ બાબતે વધુ માહિતી આપતાં ડૉક્ટર સ્વાતિ કહે છે, ‘નાનપણમાં આપણને સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું કે પાણીને શુદ્ધ કરવા કોલસાનો ઉપયોગ કરવો. બસ, એવી જ રીતે સ્કિન-પ્યૉરિફિકેશનમાં ચારકોલનો ઉપયોગ ઇફેક્ટિવ છે.’

ચારકોલના કુદરતી ઉપચાર વિશે વાત કરતાં નેચરોપથીના અભ્યાસમાં ઊંડો રસ ધરાવતાં નાલાસોપારાનાં કલ્પના મહેતા કહે છે, ‘ચારકોલ કુદરતે આપણને આપેલી અણમોલ ભેટ છે. માત્ર ચહેરા માટે જ નહીં, વાળ માટે પણ એ ઉપયોગી છે. રુક્ષ વાળની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો ચારકોલવાળા શૅમ્પૂનો ઉપયોગ કરી શકાય. જોકે વાળના પ્રકાર વિશે માહિતી મેળવી એનો ઉપયોગ કરવો જોઈએ. વાળમાં ડૅન્ડ્રફની સમસ્યા હોય તો ચારકોલનો ઉપયોગ ન કરવાની સલાહ છે.’

charcoal2

મેડિકલ યુઝ પણ

તબીબી ક્ષેત્રે ચારકોલનો ઉપયોગ વર્ષોથી થાય છે. એમાં હાજર ગૅસની ગંધ માંદગીના કારણે શરીરમાં પ્રસરેલાં ઝેરી તત્વોને શોષી લે છે. અપચો, લકવો અને હાર્ટ-અટૅકમાં એ અત્યંત ઉપયોગી નીવડે છે. હૉસ્પિટલમાં ઇમર્જન્સી મેડિસિન તરીકે એને હાથવગો રાખવામાં આવે છે. દારૂના વ્યસન અને ડ્રગ્સના બંધાણીની સારવાર માટે એનો મહત્તમ ઉપયોગ થાય છે. દાંતને ચમકાવવા પણ ચારકોલ વાપરવામાં આવે છે. ડેન્ટલ ટ્રીટમેન્ટમાં એના વપરાશ વિશે વાત કરીએ તો પેઢાંમાં દુખાવો થતો હોય અથવા દાંતમાં સડો જણાય તો ચારકોલનો ઉમેરો કરવામાં આવ્યો હોય એવી ટૂથપેસ્ટ વાપરવાની ડૉક્ટરો સલાહ આપે છે. પહેલાંના સમયમાં આપણા વડીલો દાંતે કોલસો ઘસતા એવી વાતો સાંભળવા મળે છે. વિદેશમાં તો લોકો ડ્રિન્કિંગ ચારકોલનો ઉપયોગ કરવા લાગ્યા છે. ડીહાઇડ્રેશનમાં એ અકસીર ઇલાજ સાબિત થાય છે. પેટમાં તકલીફ હોય ત્યારે પણ ડ્રિન્કિંગ ચારકોલ લેવામાં આવે છે. એ ઉપરાંત એમાંથી બનાવવામાં આવેલી સપ્લિમેન્ટ મેડિસિન પણ પૉપ્યુલર થતી જાય છે. વર્ષો સુધી બળતણ અને તબીબી સારવાર સુધી મર્યાદિત રહેલા આ કુદરતી ખનીજે હવે બ્યુટી પ્રોડક્ટથી લઈને દાંતની સારવાર સુધી પગપસારો કર્યો છે.

આટલું ધ્યાન રાખજો


દેખાદેખીમાં ચારકોલવાળી પ્રોડક્ટનો વધુપડતો ઉપયોગ જોખમી છે. સેન્સિટિવ સ્કિન ધરાવતી યુવતીઓએ વારંવાર આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત એમાંથી બનાવવામાં આવેલી મેડિસિન વાપરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વારંવાર આવા માસ્ક લગાવવાથી સ્કિનને નુકસાન પહોંચી શકે છે એથી યુવાનોએ સાવધાની રાખવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK