સેન્ટર ટેબલ હવે બની ગયું છે સ્ટેટસ-સિમ્બૉલ

સેન્ટર ટેબલ હવે મહેમાનોને માત્ર ચા-નાસ્તો આપવા માટે નથી રહ્યું, એ હવે સ્ટોરેજથી લઈને બેઠક માટે પણ ઉપયોગી થઈ રહ્યું છે


table

દેશી માલગાડી જેવું ફીલ કરાવતું સેન્ટર ટેબલ.


કૃપા પંડ્યા

સેન્ટર ટેબલની દુનિયા બદલાઈ રહી છે. સેન્ટર ટેબલ હવે સ્ટેટસ-સિમ્બૉલ બની ગયું છે. ૨૦ વર્ષથી આ જ ફીલ્ડમાં કામ કરતા અને ઘાટકોપરમાં પોતાની ફર્નિચરની શૉપ ધરાવતા મયૂર સાવલા કહે છે, ‘પહેલાં સેન્ટર ટેબલ માત્ર એક ખૂણામાં મૂકવાનું ફર્નિચર હતું જેને જરૂરિયાત પ્રમાણે વાપરવામાં આવતું, પણ હવે આ ટેબલ ઘરના ઇન્ટીરિયરમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે સેન્ટર ટેબલ માત્ર કૉફી કે ચા મૂકવા માટે જ નહીં પણ બેસવા માટે પણ કામ આવે છે. ચૅર જે રીતે જગ્યાઓ રોકે છે એ પ્રમાણે આજે લોકો સેન્ટર ટેબલ લેવાનું જ પસંદ કરે છે. આ સિવાય માત્ર ન્યુઝપેપર મૂકવામાં વપરાતા સેન્ટર ટેબલની અંદર તમે હવે બધી વસ્તુઓ મૂકી શકો છો. પહેલાં ઇન્ડિયન સેન્ટર ટેબલનો જમાનો હતો. એ પછી ઇમ્ર્પોટેડનો જમાનો આવ્યો અને હવે ફરી પાછો ઇન્ડિયનનો જમાનો છે.’

મટીરિયલ

અત્યારે માર્કેટમાં ઘણાં વિવિધ પ્રકારનાં મટીરિયલમાં સેન્ટર ટેબલ જોવા મળે છે જેમાં ફાઇબર, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ, ગ્લાસ, લોખંડ, સિન્થેટિક લેધર, ઍક્રિલિક, કેન, ટ્રીટેડ રબરવુડ, લેધર, વુડન મટીરિયલ્સમાં સેન્ટર ટેબલ જોવા મળે છે જેમાં આજની તારીખમાં પણ લોકો વુડન મટીરિયલ જ પ્રિફર કરે છે.

ડિઝાઇન

જેમ મટીરિયલમાં વિવિધતા જોવા મળે છે એમ ટેબલની ડિઝાઇનમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. લંબગોળ, ચોરસ, લંબચોરસ, ગોળ સિવાય સેન્ટર ટેબલના શેપમાં પણ તમને વરાઇટી જોવા મળે છે જેમાં એસિમેટ્રિક શેપનાં ટેબલ, ડમરુના શેપનાં ટેબલ, ષટ્કોણ શેપનાં ટેબલ, ત્રિકોણ શેપનાં ટેબલ જોવા મળે છે. ટેબલનું રૂપ હવે માત્ર ચારપાઈ અને ટૉપ ઉપર નાની જગ્યા નથી રહી જેમાં ચાના કે કૉફીના કપ આવી જાય, પણ સેન્ટર ટેબલ હવે આરામદાયક બેઠક પણ બની ગયું છે. એ સિવાય સેન્ટર ટેબલ સ્ટોરેજનો પણ ભાગ બની ગયું છે.

સ્ટોરેજ


આજે નાના રૂમમાં સ્ટોરેજની ઘણી તકલીફ થાય છે, એવા સમયે સ્ટોરેજવાળાં સેન્ટર ટેબલ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. હવે સેન્ટર ટેબલમાં તમે વસ્તુઓ પણ મૂકી શકો છો જેમાં ન્યુઝપેપરથી લઈને નાની વસ્તુઓ પણ આવી જાય છે. આમાં તમને વિવિધ પૅટર્ન અને શેપ જોવા મળે છે જેમાં બન્ને બાજુ પૅક અને વચ્ચે સ્ટોરેજ હોય છે. બીજા સ્ટોરેજ ટેબલમાં એવી પૅટર્ન હોય છે જેમાં તમે બન્ને બાજુથી દરવાજો ખોલો એમ ઉપરનો ભાગ ખોલવામાં આવે છે અને અંદર તમે વસ્તુઓ મૂકી શકો છો. એ સિવાય અમુક સેન્ટર ટેબલમાં બન્ને ડ્રૉઅર પણ આવે છે. ત્રણ લેયરવાળાં વુડનનાં ટેબલ ન્યુઝપેપર કે પછી કોઈ પણ શોપીસ મૂકવા માટે બેસ્ટ છે.

બેઠક

આજે ઘણાં એવાં ઘરો છે જ્યા ચૅરની જગ્યા નવાં-નવાં ફૅન્સી સેન્ટર ટેબલે લીધી છે. આનું કારણ એ પણ છે કે ચૅર જેટલી જગ્યા રોકે છે એના કરતાં ઓછી જગ્યામાં સેન્ટર ટેબલ આવી જાય છે. એવાં ઘણાં સેન્ટર ટેબલ છે જેમાં ટેબલ સાથે બેઠક પણ આવે છે. એમાં બેઠક સાથે તમે બાજુ પર કોઈ વસ્તુ પણ મૂકી શકો છો. પહેલાં સોફા અને સેન્ટર ટેબલ અલગ-અલગ લેવામાં આવતાં, પણ હવે ટેબલ સોફા સાથે જ અટૅચ થઈને આવે છે. બેઠકની જગ્યા પર નાનાં કુશન અથવા રેક્ઝીન પણ મૂકવામાં આવે છે.

પાયા

પહેલાં સેન્ટર ટેબલના ચાર, બે કે ત્રણ પાયા જ આવતા હતા; પણ હવે તમને પાયામાં પણ ઘણી વરાઇટી જોવા મળે છે. હવે લાંબા અને સીધા પાયાને બદલે એમાં વિવિધ શેપ જોવા મળે છે. આ સિવાય ટેબલના પાયા પહેલાં જેવા નથી મળતા. એમાં પણ તમને ઘણી પૅટર્ન જોવા મળે છે જેમાં સ્ટેનલેસ સ્ટીલ, વુડન, ગ્લાસના પાયામાં તમને વિવિધ વરાઇટીઓ જોવા મળશે. એમાં ઝિગઝૅગ અથવા એકસાથે બહુબધા પાયાઓ, એકબીજાની અંદરથી નીકળતા પાયા, ડમરુના શેપના પાયા, કાપેલા ઝાડના થડના શેપના પાયા વગેરે વિવિધતા તમને જોવા મળે છે. આ સિવાય પાયા તમને કાચના અથવા વુડનને ફોલ્ડ કરેલી ડિઝાઇનમાં પણ જોવા મળે છે.

ઍન્ટિક ટેબલ

ઍન્ટિક ટેબલ તમને રાજા-મહારાજાના દિવસોની યાદ અપાવે છે જેમાં રાજા-મહારાજાના મહેલમાં વપરાતા ટેબલ પણ તમારા ઘરની શાન બની શકે છે. એમાં ઝીણી-ઝીણી કારીગરી કરેલી હોય છે. આ સિવાય દેશી માલગાડી નહીં પણ એવું ફીલ કરાવતું સેન્ટર ટેબલ તમારા ઘરને અનેરો લુક આપશે. કાચના રોલવાળું ટેબલ પણ તમારા લિવિંગ રૂમમાં અનેરો રંગ પૂરશે.

ચૅર સાથે સ્ટૂલ

સેન્ટર ટેબલ ઘરે આવે એટલે ચૅરને જગ્યા ઓછી પડે અથવા ક્યારેક એવું થાય કે ટેબલ બહુ નાનું હોય અને આપણા ઘરે ચૅર બહુ મોટી હોય જેનાથી કૉફી લેવા કે ચા લેવા ઝૂકવું પડે, પણ હવે તમારે ઝૂકવાની જરૂર નથી કેમ કે હવે સેન્ટર ટેબલ સાથે ચૅર પણ અટૅચ્ડ આવે છે જેને તમે જરૂર હોય ત્યારે કાઢી શકો છો અને જરૂર ન હોય ત્યારે ટેબલની અંદર મૂકવામાં આવે છે. આ સિવાય આજે બે અથવા ત્રણ ટેબલ એકસાથે જોવા મળે છે જેમાં નાની-મોટી સાઇઝ હોય છે જે તમારા ઘરમાં જગ્યા પણ ઓછી રોકે છે અને તમને એકસાથે એકથી વધારે ટેબલ વાપરવા મળે છે. આ સેન્ટર ટેબલનો ફાયદો એ છે કે તમે એના પર બેસી પણ શકો છો અને કૉફી-ટેબલ તરીકે વાપરી પણ શકો છો.

મૉડર્ન ટેબલ

મૉડર્ન જમાનામાં મૉડર્ન ટેબલ જ હોવું જોઈએ. મૉડર્ન ટેબલમાં તમને એસિમેટ્રિક શેપ જોવા મળશે.

એમાં પાયામાં પણ તમને એસિમેટ્રિક શેપ જોવા મળશે. અમુક ટેબલના પાયા ટેબલથી અલગ હોય છે તો અમુક ટેબલ આખું વન-પીસ જ હોય છે. મૉડર્ન ટેબલ તમારા ઘરને ફૅન્સી સાથે મૉડર્ન લુક પણ આપે છે.

જ્યારે માર્કેટમાં ટેબલ લેવા જાઓ ત્યારે એની સ્ટ્રેંગ્થ જોવી. એની પ્રાઇસ, લુક અને કમ્ફર્ટ પણ જોવાં જોઈએ. એ સિવાય એની પૉલિશિંગ પણ ચેક કરવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK