ઉનાળાને કૂલ બનાવો કાર્ટૂન-પ્રિન્ટનાં કપડાં પહેરીને

બાળકોની પ્રિય કાર્ટૂન-પ્રિન્ટ યંગસ્ટરમાં પણ ઘણી લોકપ્રિય થઈ રહી છે : આ પ્રિન્ટ તમને વેસ્ટર્ન અને ટ્રેડિશન કપડાંમાં પણ જોવા મળે છે

cartoon printed

કાર્ટૂન-પ્રિન્ટેડ લેગિંગ્સ  અને  કાર્ટૂન-પ્રિન્ટેડ સાડી


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

કાર્ટૂનનું નામ આવતાં જ આપણને નાનાં બાળકો યાદ આવી જાય, કેમ કે કાર્ટૂન એ નાનાં બાળકોનો જ વિષય છે એમ માનવામાં આવે છે. જોકે હવે એ નાનાં બાળકોનો વિષય ન રહેતાં યુવાનોનો વિષય બની ગયો છે, કેમ કે નાનાં બાળકોનાં કપડાંથી લઈને દરેકેદરેક જીવનજરૂરિયાતની વસ્તુ પર દેખાતાં કાર્ટૂન-કૅરૅક્ટર હવે યુવાનોના દિલ પર પણ રાજ કરવા લાગ્યાં છે. આ કાર્ટૂન-કૅરૅક્ટર નાનાં બાળકો સુધી સીમિત ન રહેતાં મોટા લોકોની પણ પહેલી પસંદ બની ગયાં છે. ફૅશન-ડિઝાઇનર તેજલ ટોલિયા કહે છે, ‘હવેના યંગસ્ટર કલમકારી, વેજિટેબલ પ્રિન્ટ અથવા ડિજિટલ પ્રિન્ટ વગેરે પ્રિન્ટથી થાકી ગયા છે. તેમને હવે કંઈક નવું જોઈએ છે. એ નવામાં પણ તેમને નૅચરલ ફીલ કરાવતું હોવું જોઈએ. એટલે આ કાર્ટૂન-પ્રિન્ટ અત્યારે ફૅશનમાં આવી છે.’

કાર્ટૂન-પ્રિન્ટ્સનાં ટી-શર્ટ પહેલાં પણ આવતાં હતાં, પણ પહેલાં લોકો કાર્ટૂન-પ્રિન્ટ પહેરીને ઘરની બહાર નીકળતા નહોતા એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ગાંધી કહે છે, ‘આ કાર્ટૂન-પ્રિન્ટનાં ટી-શર્ટ પહેરવાની લોકોને શરમ આવતી હતી, પણ હવે જે રીતે ફિલ્મોમાં કાર્ટૂનનું આખું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એ રીતે લોકોની જોવાની દૃષ્ટિ બદલાઈ રહી છે. હવે આ કાર્ટૂન-પ્રિન્ટ ઘણા મોટા પાયા પર લોકોને પસંદ આવવા લાગી છે. હવે શરમ છોડીને લોકો ઘરની બહાર પણ કાર્ટૂન-પ્રિન્ટનાં કપડાં પહેરવા લાગ્યાં છે.’

કાર્ટૂન-પ્રિન્ટમાં પહેલાં ડોનલ્ડ ડક, મિકી માઉસ વગેરે જોવા મળતાં હતાં; પણ હવે એમાં વેરિએશન આવવા લાગ્યું છે. નાનાં બાળકોમાં બેન ટેન, બાર્બી, ડોરા વગેરે જોવા મળે છે; જ્યારે મોટા લોકોનાં કપડાંમાં તમને મિકી માઉસ, મોગલી, કુંગ ફુ પાંડા, આયર્ન મૅન, હલ્ક, કૅપ્ટન અમેરિકા વગેરે કૅરૅક્ટર જોવા મળે છે. કાર્ટૂનના કલર-કૉમ્બિનેશનની વાત કરીએ તો એમાં જે ઓરિજિનલ કાર્ટૂન-કૅરૅક્ટર છે એ જ કલર કાર્ટૂન-પ્રિન્ટ પર વાપરવામાં આવે છે. 

વેસ્ટર્ન સાથે ટ્રેડિશનલ

અત્યાર સુધી કાર્ટૂન-પ્રિન્ટ માત્ર ટી-શર્ટમાં જોવા મળતી હતી, પણ હવે આ કાર્ટૂન-કૅરૅક્ટર તમને જીન્સ, સ્કર્ટ, ટૉપ, શર્ટ, વન-પીસ, પલાઝો, લેગિંગ્સ વગેરેમાં જોવા મળે છે. કાર્ટૂન-પ્રિન્ટ વેસ્ટર્ન સિવાય ટ્રેડિશનલ કપડાંમાં પણ જોવા મળે છે. કાર્ટૂન-પ્રિન્ટની સાડી અને કુરતી પણ અત્યારે ઘણી ટ્રેન્ડમાં છે. કપડાં સિવાય તમને કાર્ટૂન-પ્નિન્ટ ઍક્સેસરીઝમાં જોવા મળશે જેમાં કાર્ટૂનના કૅરૅક્ટરના શેપનાં લૉકેટ, મેટલની ઇઅર-રિંગ, બ્રેસલેટ, પર્સ, શૂ, બૅગ્સ વગેરેનો સમાવેશ છે.

પૅટર્ન

પહેલાં ટી-શર્ટ પર એક જ જગ્યાએ સિંગલ કાર્ટૂન-પ્રિન્ટ આવતી, પણ હવે સિંગલને બદલે તમને આખા ટી-શર્ટ પર કાર્ટૂન-પ્રિન્ટ દેખાય છે. રિદ્ધિ ગાંધી કહે છે, ‘કાર્ટૂન-પ્રિન્ટની સાડીમાં તમને સાડીની કોઈ પણ જગ્યા પર એક જ કાર્ટૂન-કૅરૅક્ટર દેખાશે અથવા તો એક કાર્ટૂન-કૅરૅક્ટરની અલગ-અલગ મૂવમેન્ટને પ્રિન્ટ કરવામાં આવે છે. એ સિવાય સાડીમાં તમને માત્ર કાર્ટૂનની બૉર્ડર પણ જોવા મળે છે. આ કાર્ટૂન-પ્રિન્ટને પેઇન્ટ કરવામાં આવે છે તો ક્યારેક કાર્ટૂન-કૅરૅક્ટરની એમ્બ્રોઇડરી પણ કરવામાં આવે છે.’

બીજી બાજુ તેજલ ટોલિયા કહે છે, ‘આખી સાડીમાં કાર્ટૂન મારા હિસાબે થોડું ફની લાગશે. એના કરતાં તમે પ્લેન સાડી અને માત્ર કાર્ટૂન-પ્રિન્ટની બૉર્ડર આપશો તો સાડી વધારે સ્માર્ટ લાગશે. એ સાથે એ બ્લાઉઝમાં કાર્ટૂન-પ્રિન્ટનું પાઇપિંગ કરાવવું. પલાઝોની વાત કરીએ તો આખો કાર્ટૂન-પ્રિન્ટનો પ્લાઝો આવે છે. એના પર તમે લૉન્ગ કુરતો પહેરી શકો છો જે પ્લેન હોય અને માત્ર સ્લિટમાં, સ્લીવ્સની બૉર્ડરમાં અને કૉલરની પટ્ટીમાં કાર્ટૂન-પ્રિન્ટ કૂલ લુક આપશે. કુરતીમાં પણ ગળામાં અને કુરતી જ્યાં પૂરી થાય છે એ પટ્ટી પર માત્ર કાર્ટૂન-પ્રિન્ટ હોવી જોઈએ.’

આખી સાડીમાં કાર્ટૂન મારા હિસાબે થોડું ફની લાગશે. એના કરતાં તમે પ્લેન સાડી અને માત્ર કાર્ટૂન-પ્રિન્ટની બૉર્ડર આપશો તો સાડી વધારે સ્માર્ટ લાગશે. એ સાથે એ બ્લાઉઝમાં કાર્ટૂન-પ્રિન્ટનું પાઇપિંગ કરાવવું.- ફૅશન-ડિઝાઇનર તેજલ ટોલિયા

જે રીતે ફિલ્મોમાં કાર્ટૂનનું આખું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એ રીતે લોકોની જોવાની દૃષ્ટિ બદલાઈ રહી છે. હવે આ કાર્ટૂન-પ્રિન્ટ ઘણા મોટા પાયા પર લોકોને પસંદ આવવા લાગી છે. - ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ગાંધી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK