ઘરને હટકે લુક આપશે કાર્પેટ

જેને ફ્લોરિંગમાં બહુ ખર્ચ ન કરવો હોય તેના માટે હવે માર્કેટમાં સસ્તા, સુંદર ને ટકાઉ કાર્પેટના ઑપ્શન્સ મળે છે


carpet


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા


સવારે તમે ઊઠો અને તમારા પગ જમીન પર પડવાને બદલે નરમ-નરમ ગાદી જેવા કપડા પર પડે તો કેવું સારું લાગે! એવું લાગે જાણે સપનામાં વાદળ પર પગ મૂક્યો હોય. તો જો આવી ફીલ તમને રોજ જોઈતી હોય તો તમારે ઘરમાં ફ્લોરિંગ બદલવાની જરૂર નથી, પણ એક કાર્પેટ લાવવાની જરૂર છે. પહેલાં કાર્પેટ, જેને ગાલીચો પણ કહેવામાં આવે છે એ મોટા-મોટા રાજાઓના ઘરમાં દેખાતી હતી. એ સિવાય કાર્પેટ ઠંડા પ્રદેશોમાં બહુ વાપરવામાં આવે છે, કારણ કે ત્યાં ઠંડીના દિવસોમાં ઘરની લાદી બહુ ઠંડી થઈ જાય છે જેના કારણે ઠંડીમાં લાદી પર પગ મૂકી શકાતા નથી. એટલે ઠંડીથી બચવા માટે આ કાર્પેટ બનાવવામાં આવી જેથી પગ ઠંડી જમીન પર નહીં, પણ કાર્પેટ પર પડે. પણ હવે આ કાર્પેટ બધાના ઘરના ઇન્ટીરિયરમાં બહુ મહત્વનો ભાગ ભજવી રહી છે. જેમ પ્લાસ્ટર ઑફ પૅરિસ અથવા અમુક લાઇટિંગ સ્ટાઇલ આપીને સીલિંગને સજાવવામાં આવે છે એમ ફ્લોરિંગને કાર્પેટથી સજાવી શકો છો. કાર્પેટ વિશે જણાવતાં ઇન્ટીરિયર ડિઝાઇનર મયૂર કંટાલિયા કહે છે, ‘જેને ફ્લોરિંગમાં બહુ ખર્ચો ન કરવો હોય તેમના માટે કાર્પેટ બેસ્ટ ઑપ્શન છે જેમાં તમે સસ્તું ફ્લોરિંગ લગાવો અને એના ઉપર સારી કાર્પેટ લગાવો તો તમારું ફ્લોરિંગ પણ છુપાઈ જશે અને તમારા ઘરને એક નવો લુક મળશે. આ લુક તમે ઇચ્છો ત્યારે બદલી પણ શકો છો.

એટલે તમે જ્યારે ઇચ્છો અને જેવી ઇચ્છો એવી કાર્પેટની અદલાબદલી કરી શકો છો. માર્કેટમાં એક-એકથી ચડિયાતી વરાઇટીઓ મળે છે.’

પ્રકાર

માર્કેટમાં કાર્પેટમાં ઘણા ઑપ્શન ઉપલબ્ધ છે જેમાં પ્લાસ્ટિક કોટેડ કાર્પેટ જે થોડી કડક હોય છે એ વાળવાથી તૂટી જાય છે. આ પ્લાસ્ટિક કોટેડ કાર્પેટ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. આને ભ્સ્ઘ્ કોટેડ કાર્પેટ પણ કહેવામાં આવે છે. આ વૉટરપ્રૂફ છે. બીજી છે ક્લૉથ કાર્પેટ જેમાં નીચેનું લેયર પ્લાસ્ટિકનું હોય છે અને ઉપરનું લેયર કપડાનું હોય છે. રબર બેઝ્ડ કાર્પેટ નાનાં બાળક ઘરમાં હોય તો તેમના માટે સૌથી સારો ઑપ્શન છે. આની થિકનેસના કારણે આ કાર્પેટ સેફ છે. વુલન અને સૉફ્ટ ફીલ આપતી રગ કાર્પેટ ઘણી ઇન છે. આ વુલનની કાર્પેટ છે. કાર્પેટ એક રૂમમાં પણ લગાવી શકો છો અને આખા ઘરમાં પણ લગાવી શકો છો. જો લિવિંગ-રૂમ મોટો હોય તો ત્યાં વેરિએશન માટે એકસાથે બે-ત્રણ કલરની કાર્પેટ વાપરી શકો છો. કાર્પેટથી તમે લિવિંગ-રૂમના એરિયાને બાઇન્ડ કરી શકો છો જેનાથી લિવિંગ-રૂમનો લુક યુનિક લાગશે. બેડરૂમમાં ડાર્ક કલરની કાર્પેટ સારી લાગશે. લિવિંગ-રૂમમાં કાર્પેર્ટ મિક્સ-મૅચ હોવી જોઈએ. જો લિવિંગ-રૂમની વૉલનો કલર લાઇટ હોય તો કૉન્ટ્રાસ્ટમાં ડાર્ક કલર જોઈએ અને જો ડાર્ક હોય તો લાઇટ કલરની કાર્પેટ લેવી. ડાર્ક કલરમાં મેલ ન દેખાય અને એ લાંબા સમય સુધી ચાલે છે. ઘરની અંદર પૂરતો સૂર્યપ્રકાશ આવતો હોય તો ડાર્ક શેડની કાર્પેટ લેવી અને સૂર્યપ્રકાશ ન આવતો હોય તો લાઇટ શેડની કાર્પેટ લેવી.

કલર અને ટેક્સ્ચર

કાર્પેટમાં તમને કલર અને ટેક્સ્ચરમાં ઘણી વરાઇટીઓ જોવા મળશે જેમ કે જાળીઓ, ફ્લાવર, જ્યોમેટ્રિકલ ડિઝાઇન, ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન, પાનની ડિઝાઇન, એકસાથે ઘણાબધા ચોરસ કે સર્કલ કરેલી ડિઝાઇન, ડૉટ્સની ડિઝાઇન, રૉયલ ડિઝાઇન્સ એટલે રાજામહારાજાઓના સમયે ગાલીચાઓમાં જે ડિઝાઇન આવતી હતી એવી ડિઝાઇન. આ બધામાં અત્યારે જ્યોમેટ્રિકલ ડિઝાઇન અને રૉયલ ડિઝાઇન ટ્રેન્ડમાં છે. કાર્પેટમાં બધાથી હટકે લુક આપતી હોય તો એ છે સ્ટોન પૅટર્ન કાર્પેટ. આ કાર્પેટ તમને સમુદ્રમાં ચાલતા હોય એવી ફીલ કરાવે છે. આ સિવાય બાળકોના રૂમ માટે પણ કાર્પેટમાં ઘણી વરાઇટી છે જેમાં કાટૂર્ન પ્રિન્ટ, પ્રાણીઓની ડિઝાઇન, સ્પોર્ટ્સને રિલેટેડ ડિઝાઇનો જોવા મળે છે. કેટલીક ડિઝાઇનમાં તમને ગેમ્સ પણ જોવા મળે છે જેમાં બાળકો રમી શકે. કાર્પેટમાં સિંગલ કલરથી લઈને કલર-કૉમ્બિનેશનમાં ભરપૂર વરાઇટીઓ જોવા મળે છે. રેડ, બ્રાઉન, ક્રીમ, ઑરેન્જ, પર્પલ વગેરે કલર જોવા મળે છે. એ સાથે એક કાર્પેટમાં એકસાથે ઘણા કલર પણ મિક્સ-મૅચ હોય છે. કાર્પેટના શેપમાં પણ ઘણી વરાઇટીઓ જોવા મળે છે. પહેલાં કાર્પેટ ચોરસ કે લંબચોરસ અને બહુ-બહુ તો રાઉન્ડ શેપની જ મળતી હતી, પણ હવે તમને કાર્પેટમાં વિવિધ શેપ જોવા મળે છે. તમને તમારા ઘર માટે જે શેપ જોઈએ એ શેપ મળે છે. જેમ કે બટરફ્લાય શેપ, વિવિધ પઝલ ગેમના શેપની ડિઝાઇન, ભાલુનો શેપ, કોઈ પણ એક ડિઝાઇનના કટિંગ શેપની વગેરે વિવિધ શેપની કાપેર્ટ ઘરના ઇન્ટીરિયરમાં એક અનેરો લુક આપે છે.

 શું ધ્યાન રાખવું?

કાર્પેટ લગાવતાં પહેલાં ફ્લોરિંગને બરાબર સાફ કરવું જરૂરી છે, કેમ કે કાર્પેટ લગાવતા વખતે સર્ફેસ પર કેમિકલ લગાવવામાં આવે છે અને એના ઉપર કાર્પેટને ચીપકાવવામાં આવે છે. બીજો ઑપ્શન છે કે તમે કાર્પેટને સ્ક્રૂ અને લોખંડની પટ્ટીથી ફિટ પણ કરી શકો છો. કાર્પેટને વૉશ કરતા સમયે પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ક્લૉથ કાર્પેટને પહેલાં બ્રશથી અથવા વૅક્યુમ ક્લીનરથી સાફ કરવી. રબર બેઝ્ડ કાર્પેટ ઉપર સાબુથી પોતું કરવું અને એ પછી નૉર્મલ કપડાથી સાફ કરવું. ગરમ પાણી ન વાપરવું. જો કાર્પેટ પર ચા કે કૉફીના ડાઘ પડી જાય તો તરત જ કપડું એના પર દબાવી દો જેથી જે પણ પડ્યું હોય એ કપડામાં ચુસાઈ જશે. કાર્પેટને ઘસીને સાફ કરવી નહીં. કાર્પેટ લેવા જાઓ ત્યારે શું ધ્યાન રાખવું એ જણાવતાં મયૂર કંટાલિયા કહે છે, ‘જ્યારે કાર્પેટ લેવા જાઓ ત્યારે હંમેશાં એ ધ્યાન રાખવું કે તમારે કેટલી કાર્પેટ જોઈએ છે. તમારા ઘરમાં જે પણ જગ્યાએ કાર્પેટ લગાવવી હોય એ જગ્યાનું માપ લેવું અને એ માપ કરતાં ૧૦થી ૧૫ ટકા વધારે જ કાર્પેટ લેવી કેમ કે કાર્પેટ લગાવતા સમયે કટિંગમાં પણ ઘણી કાર્પેટ જાય છે. એટલે જો તમે કટ ટુ કટ લેશો તો તમારી અડધી કાર્પેટ કટિંગમાં જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK