ઉનાળામાં તડકાથી બળીને લાલ થઈ રહેલી ત્વચાને કેવી રીતે આપશો કુદરતી રંગ?

આયુર્વેદ-એક્સપર્ટ અને સ્કિન-એક્સપર્ટ પાસેથી જાણીએ કેટલાક ઘરેલુ નુસખા

deepika padukone

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ -  લક્ષ્મી વનિતા

શિયાળામાં સૂર્યનાં કિરણો જોઈએ અને ઉનાળામાં સૂર્યનાં કિરણોને વાદળ છુપાવી લે એવું ઇચ્છીએ. ઉનાળાનો સખત તાપ શરીરની ત્વચા પર આકરો કેર વર્તાવતો હોય છે ત્યારે આપણે આપણી લાલ થયેલી ત્વચાને જોઈને જીવ બાળતા હોઈએ છીએ. ડીકલરેશન એટલે કે એક જ હાથની ત્વચા જુદા-જુદા રંગની થવી. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં સમય લાગતો હોય છે, પરંતુ ઉનાળામાં તો જો સવારે હાફ સ્લીવનું ટી-શર્ટ પહેર્યું તો સાંજે આવીને ડીકલરેશન થઈ ગયું હશે. ઘણી વાર તો કાંડાઘડિયાળ કાઢીએ ત્યારે ઘડિયાળ પહેરી હોય એની નીચેની ત્વચા થોડી લાઇટ હોય અને આસપાસની ડાર્ક હોય. એટલે મુંબઈની ગરમી તમારી ત્વચાને બાળીને તમારો જીવ બાળી રહી છે, પરંતુ ઘરમાં આવીને કેવી રીતે તમે તમારી ત્વચાને ઠંડક પહોંચાડીને કુદરતી બનાવી શકો છો એ જાણો.

૩૪ વર્ષના અનુભવી ગોલ્ડ મેડલિસ્ટ આયુર્વે‍દ નિષ્ણાત ડૉ. પ્રકાશ જોશી ત્વચાના કેટલાય રોગોને આયુર્વેદિક દવાઓ અને અમુક ઘરેલુ ઇલાજથી ઠીક કરી ચૂક્યા છે. તેમની પાસે એવા રોગથી નિરાશ થઈ ગયેલા ઘણાય કેસ આવ્યા હતા જેને તેમણે આશા આપીને સારા કર્યા છે. તેઓ પોતાના અનુભવથી ત્વચાને ઉનાળાના સખત તાપથી ટૅન થઈ ગયેલી ત્વચાના ઇલાજની વાત કરતાં કહે છે, ‘ઉનાળામાં ત્વચાની ઠંડક માટે ઠંડા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે. નહાવાના પાણીમાં તમે ગુલાબનો રસ નાખી શકો છો. એ સિવાય મુલતાની માટી ત્વચા માટે ઠંડી હોય છે. શક્ય હોય તો મુલતાની માટીનો ઉપયોગ રાત્રે ન કરવો, એનાથી ત્વચાને વધારે ઠંડક લાગશે. સવારે અથવા બપોરે માટીમાં પાણી મિક્સ કરીને માસ્કની જેમ લગાવીને ધોઈ શકાય. એ સિવાય અલોવેરા (કુંવારપાઠું)નો રસ ત્વચા માટે બહુ જ ઉત્તમ છે.’

ત્વચાનું ટૅનિંગ માત્ર બાહ્ય ઉપચારોથી જ દૂર નથી થતું, એના માટે આંતરિક ઉપચારો પણ જરૂરી હોય છે એમ જણાવતાં ડૉ. પ્રકાશ કહે છે, ‘ઉનાળામાં ત્વચાની રક્ષા માટે તરબૂચનો જૂસ અને કોથમીરનો રસ પી શકાય. એ સિવાય અમુક નિર્દોષ દવાઓ પણ લઈ શકાય. ત્વચાની સંપૂર્ણ રિકવરી તો શરીરની અંદર જે જાય એમાંથી જ થાય છે.’

ઘણા ત્વચાની કાળજી માટે ડૉક્ટર પાસે જવાનું જરૂરી નથી સમજતા, મોટા ભાગે દેશી ઉપચાર અને ક્રીમથી જ કામ ચલાવી લેતા હોય છે; પરંતુ કોઈ પણ ઉપચારથી ટૅન ત્વચાનો ઇલાજ ન કરવો. સ્કિન-સ્પેશ્યલિસ્ટ કૃપા ભેદાએ ત્વચાને સમજવાની શરૂઆત બહુ નાની ઉંમરથી કરી દીધી હતી. ૧૯ વર્ષની વયે જ તેને સ્કિનને ભણવામાં રસ જાગ્યો હતો અને છેલ્લાં આઠ વર્ષથી તેણે આ વિષયમાં માસ્ટરી હાંસલ કરી લીધી છે અને પ્રૅક્ટિસ કરી રહ્યી છે. તે કહે છે, ‘સ્કિનની સારવારનું સૌથી પહેલું પગથિયું તો ઘરની બહાર પગ મૂકો ત્યારથી જ શરૂ થઈ જાય છે. મૉઇશ્ચરાઇઝર લગાવ્યા વગર બહાર જવું જ નહીં. મૉઇશ્ચરાઇઝરમાં કલેન્ડુલા તત્વ હોય એની ખાસ ચકાસણી કરવી. કલેન્ડુલા એટલે ફ્રેન્ચ ગલગોટા. આયુર્વેદમાં એનું બહુ જ મહત્વ છે. ત્યાર બાદ SPF ૩૦વાળું સનસ્ક્રીન લોશન લગાવવું. સનસ્ક્રીન લોશન ખરીદો ત્યારે એના પર SPF ૩૦ લખેલું છે કે નહીં એ જોઈ લેવાનું. આ તત્વ સાદી ભાષામાં કહું તો સૂર્યનાં વિકિરણોથી ત્વચાને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરે આવીને ક્લેન્ઝિંગ લોશનનો ઉપયોગ કરી શકો છો.’

આ બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો હોય તો તાપમાંથી ઘરે આવ્યા બાદ સૌપ્રથમ એકદમ સાદા પાણીથી ચહેરાને ધોઈ લેવો એમ જણાવતાં ત્વચાનિષ્ણાત કૃપા કહે છે, ‘ત્યાર બાદ કાચા દૂધનો માસ્ક લગાવી શકાય. તૈલી ત્વચા પર એક ચમચી મધમાં લીંબુનાં પાંચથી સાત ટીપાંનું મિશ્રણ લગાવી શકાય. પંદર મિનિટ આ મિશ્રણને રાખીને ચહેરો ધોઈ નાખવો. જો શુષ્ક ત્વચા હોય તો ચણાનો લોટ અને દૂધનું મિશ્રણ લગાવી શકાય. કેળાને ક્રશ કરીને એમાં કાચું દૂધ અથવા ગ્લિસરીન નાખીને આ મિશ્રણ ટૅન ત્વચા પર લગાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK