બબલ આઇલાઇનર મોટી આંખવાળાને ક્લાસિક લુક આપે

સીધાસાદા આઇલાઇનરથી કંટાળી ગયા હો તો હાજર છે એક નવો અને હટકે ઑપ્શન

bubble eyeliner




લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

મેકઅપમાં શું નવું છે? અને મારો લુક બીજા કરતાં અલગ કઈ રીતે પડે? એ માટે આપણે કેટલુંય સર્ચ કરતા હોઈએ છીએ અને એ સર્ચમાં જે નવું મળે એ ટ્રાય પણ કરતા હોઈએ છીએ. તો ચાલો આજે તમારા ટ્રાય કરવાના ઑપ્શનમાં હજી એક ઑપ્શનનો ઉમેરો કરી દો. આ ઑપ્શન આંખોના અટ્રૅક્ટિવ લુક માટે છે. આંખોને અટ્રૅક્ટિવ લુક માટે આઇલાઇનર અને આઇ-શૅડો બહુ મહkવનો ભાગ ભજવે છે. આઇ-શૅડોમાં તમે કલર-કૉમ્બિનેશન સાથે રમી શકો છો, પણ આઇલાઇનરમાં પાંપણની ઉપર સીધી લાઇન કર્યા સિવાય કંઈ કરી શકતા નથી. ના, એ સીધી લાઇનમાં તમે વેરિએશન કરી શકો છો; જેમ કે જાડી લાઇન, પાતળીથી જાડી થતી જતી લાઇન, વિંગ્સના શેપની લાઇન વગેરે. બીજી કોઈ વરાઇટી એમાં કરવા મળતી નથી. બધા જાણે છે કે આંખ એ સૌંદર્યનું ઘરેણું છે એટલે એ જેટલી સુંદર હશે એટલો તમારો ચહેરો વધારે ખીલી ઊઠશે, પણ બધાના મનમાં એક જ સવાલ છે કે આંખોને અટ્રૅક્ટિવ કરવી કઈ રીતે?

બબલ આઇલાઇનર

આઇલાઇનરથી આંખોને અલગ લુક આપવા માટે તમે બબલ આઇલાઇનર ટ્રાય કરી શકો. બબલ આઇલાઇનરમાં એના નામની જેમ જ બબલ છે, પણ આ બબલ બનાવવાની સ્ટાઇલ જરા અલગ છે. એની અલગ સ્ટાઇલ વિશે જણાવતાં બ્યુટિશ્યન રેખા ગોન્ડલિયા કહે છે, ‘ બબલ આઇલાઇનર સૌથી સિમ્પલ છે. સૌથી પહેલાં આંખો પર આઇ-બેઝ લગાવવો. એ પછી નૉર્મલ આઇલાઇનર લગાવો છો એવી રીતે પાંપણ પર આઇલાઇનર લગાવો. એ આઇલાઇનર થોડી જાડી અને વિન્ગ સ્ટાઇલમાં લગાવો. એ પછી આઇલાઇનરનું ઢાંકણું અથવા તમારી પાસે કોઈ પણ નાનું ગોળ ઢાંકણું હોય એને આઇલાઇનરમાં ડુબાડીને આંખો પર ચોંટાડો. આમ કરવાથી તમારી પાંપણની ઉપર આઇલાઇનરથી અર્ધચંદ્રાકાર જેવો શેપ થઈ જશે. આ ડિઝાઇનને પૂરી આંખો પર કરો. ડિઝાઇન કરતી વખતે એટલું ધ્યાન રાખો કે વચ્ચેની ડિઝાઇન મોટી અને આજુબાજુની ડિઝાઇન નાની હોવી જોઈએ. એ પછી જેટલી પણ અર્ધચંદ્રાકારની ડિઝાઇન કરી છે એને આઇલાઇનરથી ભરી દો. આઇલાઇનરથી ભર્યા પછી જે લુક આવે છે એ લુકને બબલ આઇલાઇનર લુક કહેવાય. જેને સિમ્પલ લુક જોઈતો હોય તે માત્ર આંખો પર બબલ આઇલાઇનર ટ્રાય કરી શકે છે, પણ જેને થોડો ફૅન્સી અને સ્માર્ટ લુક જોઈતો હોય તે બબલ આઇલાઇનર સાથે આઇ-શૅડો પણ લગાવી શકે છે.

 વિવિધ સ્ટાઇલ

બબલ આઇલાઇનરમાં તમે બબલમાં પણ ઘણી સ્ટાઇલ કરી શકો છો. જેમને પોતાની આંખને વધારે અટ્રૅક્ટિવ લુક આપવો હોય તેઓ બબલ આઇલાઇનરમાં વિવિધ કલર વાપરી શકે છે; જેમ કે રેડ, વાઇટ, પર્પલ, રામા ગ્રીન, બ્લુ, કૉપર, બ્રૉન્ઝ, ચૉકલેટ બ્રાઉની. ટૂંકમાં કહીએ તો, તમારી પાસે જે આઇલાઇનરના શેડ હોય એ વાપરી શકો છો. એ સિવાય બબલની અંદર નાની-નાની ડિઝાઇન પણ કરી શકો છો; જેમ કે નાના સ્ટાર, નાનાં હાર્ટ શેપ, પાનની ડિઝાઇન, નાનાં ફ્લાવરની ડિઝાઇન જેવી ડિઝાઇન કરી શકો છો. તમે આઇલાઇનરના શેડને એકબીજામાં મર્જ પણ કરી શકો છો. જેમ કે નીચેનો બેઝ અને સર્કલનો શેડ એક જ હોય અને સર્કલની અંદર બીજો કલર ભરી શકો છો. એ પણ તમારી આંખને સારો ઉઠાવ આપશે. બબલ આઇલાઇનર મોટી આંખવાળાને સારી લાગે છે. જેમની આંખો મોટી હોય તેને બબલ આઇલાઇનર ક્લાસિક લુક આપે છે.

જેને પોતાની આંખને વધારે હાઇલાઇટ કરવી હોય તેમને માટે બબલ આઇલાઇનર બેસ્ટ ઑપ્શન છે. વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બન્ને લુકમાં બબલ આઇલાઇનર સારો લુક આપે છે એટલે આને તમે દરેક ફંક્શનમાં કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK