ગરમીમાં ટ્રાય કરો બ્રેડેડ હેરસ્ટાઇલ

દાયકાઓ જૂની આ હેરસ્ટાઇલ હજી પણ એટલી જ નવી અને ફૅશનેબલ તો છે જ અને સાથે લોકોમાં પ્રિય પણ છે

fishtail braid

DEMO PIC


સ્પેશ્યલ સ્ટોરી - કૃપા પંડ્યા

બ્રેડેડ હેરસ્ટાઇલ. નવું નામ, પણ જૂની સ્ટાઇલ. યાદ છે? આપણે સ્કૂલમાં ચોટલાઓ બાંધીને કમ્પલ્સરી જવું પડતું હતું અને જો ચોટલો ન બાંધ્યો હોય તો ટીચર અથવા મૉનિટર ક્લાસમાંથી બહાર કાઢતા, સજા આપતા. ત્યારે આ ચોટલાઓ વાળવાનો સખત કંટાળો આવતો. એ પછી કૉલેજમાં પણ જો મમ્મી આપણને ચોટલો વાળીને આપે તો બધા આને કંઈ ફૅશનનું ભાન નથી એમ કહીને મજાક ઉડાડતા. એ મજાકનો ગુસ્સો ઘરે જઈને મમ્મી પર નીકળતો. પણ હવે કૉલેજમાં તમારી કોઈ મજાક નહીં ઉડાડે અને સ્કૂલમાં જતા સમયે તમને ચોટલો વાળવાનો કંટાળો નહીં આવે. એનું કારણ એ છે કે આ જૂના જમાનાનો ચોટલો આજના નવા જમાનામાં હેરસ્ટાઇલ બનીને આવ્યો છે. મુલુંડમાં પોતાનું બ્યુટી-પાર્લર ચલાવતાં બ્યુટિશ્યન ભારતી શેવાળે કહે છે, ‘આ ચોટલાની હેરસ્ટાઇલ, જેને બ્રેડેડ હેરસ્ટાઇલ કહે છે એ બહુ જૂની છે. એટલે લગભગ આજથી ચાલીસ વર્ષ પહેલાંની ગણી શકો. જેમ દરેક ફૅશન રીસાઇકલ થાય છે એમ આ હેરસ્ટાઇલ પણ રીસાઇકલ થઈ છે. આ હેરસ્ટાઇલ ફરી પાછી આપણે ત્યાં ઇન્ડિયાની બહારથી આવી છે. આ હેરસ્ટાઇલની ખાસ વાત એ છે કે આને તમે નૅચરલ વાળ પર કરી શકો છો. બાકીની જે હેરસ્ટાઇલ છે એમાં અમારે હેર-સ્વિચિસ વાપરવી પડે છે, પણ આ હેરસ્ટાઇલમાં તમારે કોઈ આર્ટિફિશ્યલ વસ્તુની જરૂર નથી પડતી.’ 

પ્રોસીજર


આ હેરસ્ટાઇલમાં બે મશીનનો પ્રયોગ થાય છે. એક છે ક્રિમ્પિંગ અને બીજું છે ટૉન્ગ. ક્રિમ્પિંગ કે ટૉન્ગ કર્યા પછી વાળને જે સાઇડ તમારે બ્રેડિંગ કરવું હોય એ સાઇડ બ્રેડિંગ કરવામાં આવે છે. બ્રેડેડ હેરસ્ટાઇલનો ઍડ્વાન્ટેજ એ છે કે કોઈ પણ ફંક્શનમાં એ સારી લાગે છે. એ સિવાય તમે આને ઑફિસમાં પણ ટ્રાય કરી શકો છો. કૉલેજ જતી છોકરીઓ પણ આ હેરસ્ટાઇલ કરી શકે છે. એ સિવાય આ હેરસ્ટાઇલની ખાસિયત એ છે કે એ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડ્રેસ બન્નેમાં સારી લાગે છે.

વિવિધ સ્ટાઇલ

બ્રેડેડ એવી હેરસ્ટાઇલ છે જેમાં તમે વાળને વિવિધ પ્રકારે સ્ટાઇલ કરી શકો છો. એ વિવિધ સ્ટાઇલ વિશે માહિતી આપતાં બ્યુટિશ્યન મોના મારુ કહે છે, ‘આમાં તમે લગભગ પાંચ હેરસ્ટાઇલ ટ્રાય કરી શકો છો જેમાં ફિશટેલ, ફ્રેન્ચ, ડચ, ટ્વિસ્ટ અને વૉટરફૉલ બ્રેડેડ હેરસ્ટાઇલ છે. આ બ્રેડેડ હેરસ્ટાઇલની ખાસિયત એ છે કે આને તમે કોઈ પણ રીતે બનાવી શકો છો. સાઇડ બ્રેડેડ, બ્રેડ લઈને માથામાં અંબોડો, સાઇડમાં અંબોડો, ટૉપનૉટ, યુ-રોલ, બન્ને બાજુથી પણ તમે બ્રેડ કરી શકો.’

૧. ફિશટેલ (ખજૂરી ચોટલો)


તમારા વાળ બે દિવસ સુધી ધોયા ન હોય અને એમાં તમને જો હેરસ્ટાઇલ કરવી હોય તો એના માટે ફિશટેલ હેરસ્ટાઇલ બેસ્ટ છે. આ એક જૂની હેરસ્ટાઇલ છે, જે આપણી મમ્મીઓ આપણને કરી આપતી. સૌથી પહેલાં વાળને બે સેક્શનમાં ડિવાઇડ કરો. બે સેક્શનમાં ડિવાઇડ કર્યા પછી એક સેક્શનના વાળમાંથી થોડા વાળ લો અને એને બીજા સેક્શનમાં નાખો. એવી રીતે બીજા સેક્શનમાંથી થોડા વાળ લઈ એને પહેલા સેક્શનમાં નાખો. આ પદ્ધતિને રિપીટ કરતા જાઓ. આ રીતે નીચે સુધી કરો. એ વાતનું ધ્યાન રાખો કે જેમ-જેમ તમે નીચે ચોટલી વાળતા જશો એમ-એમ તમારો ચોટલો પાતળો થવો જોઈએ. જો તમારા વાળ બહુ રેશમી હોય તો વાળમાં હેરસ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ.

૨. ફ્રેન્ચ બ્રેડેડ હેરસ્ટાઇલ

આ હેરસ્ટાઇલને વાળના ઉપરના ભાગ એટલે કે આપણા સેંથા પાસેથી (કપાળ તરફનો જે ભાગ છે એ) થોડા વાળ લઈ એને ત્રણ ભાગમાં ડિવાઇડ કરો. ડિવાઇડ કરતા સમયે એ ધ્યાન રાખવું કે દરેક ભાગ સરખા હોવા જોઈએ. એ પછી એ વાળને નૉર્મલી ચોટલાની જેમ વાળો. ઉપરથી ચોટલો વાળતાં-વાળતાં નીચે આવો. એક પછી એક તમે ચોટલાની ગાંઠ બાંધતા જાઓ ત્યારે ધ્યાન રાખો કે એક પછી એક બાકીના વાળ પણ લેતા જવા.

૩. ડચ બ્રેડેડ હેરસ્ટાઇલ


આ હેરસ્ટાઇલ ફ્રેન્ચ બ્રેડ હેરસ્ટાઇલથી અલગ છે. ફ્રેન્ચ બ્રેડમાં વાળના સેંથી પાસેથી ત્રણ ભાગ કરીએ છીએ, પણ આમાં વાળને બન્ને કાન પાસેથી લઈને ઉપર અને નીચે એમ બે ભાગ કરો. એ પછી ઉપરના ભાગના વાળને ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરો. એ પછી વાળને નૉર્મલ ચોટલો ગૂંથીએ એમ આ પદ્ધતિને રિપીટ કરતા જાઓ અને આમાં એક પછી એક જે બાકીના વાળ છે જેને આપણે બીજા ભાગમાં છોડ્યા હતા એને પણ લેતા જાઓ. આમ તમારી ડચ બ્રેડેડ હેરસ્ટાઇલ પૂરી કરો. 

૪. વૉટરફૉલ બ્રેડેડ હેરસ્ટાઇલ


આમાં વાળની સાઇડમાં એકદમ ઉપરના ભાગ પરથી થોડા વાળ લો અને એ વાળને ત્રણ ભાગમાં ડિવાઇડ કરો. એ પછી એને નૉર્મલ ચોટલાની જેમ ગૂંથવાનું ચાલુ કરો. આમાં તમારે ફ્રેન્ચ બ્રેડ ટેક્નિકની જેમ થોડા-થોડા વાળ લઈને ચૂંટલો ગૂંથવાનું ચાલુ કરો. પણ નવા વાળ લેતા સમયે એ ધ્યાન રાખો કે નવી લટ લો તો પહેલાંની લટને છોડતા જાઓ. આમાં તમારે બધા વાળ નથી લેવાના. આ હેરસ્ટાઇલથી તમારો ક્રાઉન એરિયા એટલે કે માથાનો ઉપરનો ભાગ કવર થશે.  

૫. ટ્વિસ્ટ બ્રેડેડ હેરસ્ટાઇલ

આ હેરસ્ટાઇલ સૌથી સિમ્પલ અને આસાન છે. આમાં પહેલાં માથામાં પોની બાંધો. પછી પોનીના વાળને બે ભાગમાં ડિવાઇડ કરો. એ બે ભાગને ટ્વિસ્ટ કરીને એકબીજામાં ગૂંથતા જાઓ. આ હેરસ્ટાઇલ તમે પોની વગર પણ કરી શકો છો જેમાં તમારે વાળના બે ભાગ કરીને એને ટ્વિસ્ટ કરીને ફરી પાછા એકબીજામાં ગૂંથવાના હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK