તમને શરીર પર બ્લૅક કલર કરવાનું ગમશે?

ધીરે-ધીરે બ્લૅક ટૅટૂની ફૅશન ટૅટૂપ્રેમીઓનાં દિલોમાં રાજ કરી રહી છે તો આવો જાણીએ ટૅટૂ-એક્સપર્ટ પાસેથી કે આ બ્લૅક ટૅટૂ છે શું?

tatoo

(ડાબે )વરુણ ધવનના ફોરઆર્મ પર કરેલું બ્લૅક ટૅટૂ બૅન્ડ અને (જમણે )કાફ ટૅટૂ


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ટૅટૂ આજની તારીખમાં માત્ર યંગસ્ટર્સ જ નહીં, વયસ્ક લોકોને પણ આકર્ષી રહ્યું છે. વીસમી સદીની ગણાતી આ ફૅશન સદીઓથી ચાલી આવી રહી છે. માત્ર પહેલાં એ ફૅશન નહીં, પણ લોકો માટે અનિવાર્ય હતું. આની પાછળનું લૉજિક એ છે કે પહેલાંના લોકો એવું માનતા કે તમારા શરીરના જે ભાગમાં તમને દુખતું હોય ત્યાં નાનું ટપકું કરવાથી તમારો દુખાવો દૂર થઈ જશે. આ ટપકું વધારે પડતું ગ્રીન કલરનું જ હોય છે. એ પછી આ દુખાવાની વાત બાજુ પર રહી અને લોકો પોતાનું કે પછી પોતાના પતિનું નામ કોતરાવતા. એ પછી આમાં નવો ઉમેરો થયો કે અમુક લોકો ડિઝાઇન કરવા લાગ્યા. આમ ધીરે-ધીરે જેમ-જેમ જનરેશન બદલાતી ગઈ એમ ટૅટૂમાં કંઈ ને કંઈ નવું આવતું ગયું. આ વખતે પણ ટૅટૂમાં શું નવું આવ્યું આવો જાણીએ.

બ્લૅક ટૅટૂ

આ વખતે ટૅટૂપ્રેમીઓનું નવું આકર્ષણ છે બ્લૅક ટૅટૂ. તમને લાગતું હશે બધાં ટૅટૂ બ્લૅક જ હોય છે, આમાં શું નવું છે? તો મિત્રો આમાં નવું એ છે કે આ બ્લૅક ટૅટૂ એ કંઈ બાકીનાં ટૅટૂ જેવું બ્લૅક નથી. આના વિશે જણાવતાં ખારઘરમાં પોતાનો ટૅટૂ સ્ટુડિયો ધરાવતા ટૅટૂ-આર્ટિસ્ટ હરજિત સિંહ હંસ કહે છે, ‘આજકાલ લોકો એની એ ડિઝાઇન કરીને કંટાïળી ગયા છે એટલે તેમને કંઈક નવું કરવું છે. તેમને ડિઝાઇનમાં થોડો ચેન્જ જોઈએ છે. એટલે આ બ્લૅક ટૅટૂ ચલણમાં આવ્યું. આ સિવાય બીજું કારણ એ છે કે જોશમાં ને જોશમાં પોતાના એ સમયના પાર્ટનરનું નામ લખાવી દે અને પછી એ પાર્ટનરથી બ્રેકઅપ થાય એટલે એ નામ તો નીકળી ન શકે એટલે એ નામને કવર અપ કરવા માટે બ્લૅક ટૅટૂ કરવામાં આવે છે.’ એવા ઘણા લોકો પણ છે જેમને તેમણે કરેલી એક સમયની ડિઝાઇન ગમતી નથી હોતી તો એ ડિઝાઇન કાઢી તો ન શકાય. આવા સમયે કરવું શું? એનો જવાબ આપતાં બાંદરા (વેસ્ટ)માં પોતાનો ટૅટૂ સ્ટુડિયો ધરાવતા ટૅટૂ-આર્ટિસ્ટ ભૂપેશ દુલેરા કહે છે, ‘આવા સમયે લોકો બ્લૅક ટૅટૂ કરાવે છે. એ સિવાય પહેલાં લોકો જે ટૅટૂ બનાવતા હતા એમાં સારી ક્વૉલિટીની ઇન્ક નહોતી વપરાતી. આ કારણે ટૅટૂ જલદી ખરાબ થઈ જતાં, ઝાંખાં પડી જતાં. એ સિવાય ટૅટૂ-આર્ટમાં પણ કોઈ સારી ક્વૉલિટી નહોતી. એટલે એ ટૅટૂને છુપાવવા માટે અમે એ જગ્યાએ બ્લૅક ટૅટૂ કરી દઈએ છીએ જેથી જે છુપાવવું હોય એ છુપાઈ જાય છે. આપણા ભારતમાં આ બ્લૅક ટૅટૂ ધીરે-ધીરે લોકોમાં પ્રચલિત થઈ રહ્યું છે.’

પ્રોસીજર

બ્લૅક ટૅટૂ એકદમ સિમ્પલ રીતે કરવામાં આવે છે. આમાં તમારે શરીરના જે ભાગ પર ટૅટૂ કરવું હોય ત્યાં માત્ર બ્લૅક કલરને જેમ દીવાલ પર પેઇન્ટ બ્રશ ફેરવીએ એમ ફેરવવામાં આવે છે જેથી તમારો એ આખો ભાગ કાïળો થઈ જાય. આ ટૅટૂ કરતાં ૪-૫ કલાક લાગે છે. મજબૂરીમાં કરવામાં આવતું ટૅટૂ હવે ધીરે-ધીરે ટ્રેન્ડમાં પણ આવી રહ્યું છે. ઘણા લોકો ખાસ કરીને બૉય્ઝ આ ટૅટૂ માત્ર શોખ માટે કરાવડાવે છે. ટૅટૂપ્રેમીઓની બ્લૅક ટૅટૂ કરવા માટેની મનપસંદ જગ્યા છે બાવડું અને પગની પિંડી. આ ટૅટૂ પણ પર્મનન્ટ હોય છે. ટૅટૂની જાળવણી માટે એક ક્રીમ આપવામાં આવે છે જે દિવસમાં એક વાર લગાવવાની હોય છે. આ એકદમ બ્લૅક હોય છે. અમુક લોકો બ્લૅક બૅન્ડ પણ કરાવે છે જેમાં રિસ્ટ, ઍન્કલ, બાવડું અને આર્મ વધારે ફેમસ છે. તો અમુક લોકો ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન્સ પણ કરાવે છે. આની કિંમત ૪૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે.

એવા ઘણા લોકો પણ છે જેમને તેમણે કરેલી એ સમયની ડિઝાઇન
ગમતી નથી. એ ડિઝાઇન કાઢી તો ન શકાય. આવા સમયે લોકો
બ્લૅક ટૅટૂ કરાવે છે - ટૅટૂ-આર્ટિસ્ટ ભૂપેશ દુલેરા


આજકાલ લોકો એની એ ડિઝાઇન કરીને કંટાળી ગયા છે એટલે તેમને
કંઈ નવું કરવું છે. તેમને થોડો ચેન્જ જોઈએ છે એટલે આ બ્લૅક ટૅટૂ
ચલણમાં આવ્યું -ટૅટૂ-આર્ટિસ્ટ હરજિત સિંહ હંસ
Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK