તેરી બિંદિયા

બિંદી શબ્દ સંસ્કૃત શબ્દ બિંદુ પરથી આવ્યો છે.


બિંદી બે આઇબ્રોની વચ્ચે લગાવવામાં આવે છે. આઇબ્રોની વચ્ચેની જગ્યાથી આખા શરીરને પાવર મળે છે. બિંદી લગાવવાથી એ જગ્યાને સતત ઍક્યુપ્રેશર મળતું રહે છે. એથી શરીરને સતત ઊર્જા મળે છે. પહેલાં કંકુથી બિંદી કરવામાં આવતી. બિંદી મોટે ભાગે રાઉન્ડ શેપમાં જ હોય છે. એમ કહી શકાય કે એક બિન્દુથી કોઈ પણ મોટી વસ્તુનું સર્જન થાય છે અને પહેલાં તો પુરુષો પણ કંકુનો ચાંદલો જરૂર કરતા. બિંદી એ એક સારું કામ કર્યાની નિશાની છે. કોઈ પણ પ્રસંગ કે પૂજા કંકુના ચાંદલા વગર અધૂરી છે. હવે બિંદી ઘણી ડિઝાઇનમાં મળે છે. ચાલો જાણીએ બિંદીના પ્રકાર અને ડિઝાઇન

trible

ટ્રાઇબલ

ટ્રાઇબલ બિંદી મોટે ભાગે હાથેથી કરવામાં આવે છે એટલે કે કલર, કંકુથી ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇનમાં ખાસ કરીને જનાવરનાં મોઢાં અથવા તો ઍરો કે ભાલા દોરવામાં આવે છે. હવે ટ્રાઇબલ ડિઝાઇનવાળી બિંદી પણ તૈયાર મળે છે. એ બ્લૅક કલરમાં જ હોય છે જેથી કરી ડ્રૉ કરી હોય એવો લુક આવે છે. ટ્રાઇબલ બિંદી ખાસ કરીને એથ્નિક વેઅરમાં સારી લાગે છે.

aish

જ્યૉમેટ્રિક

જ્યૉમેટ્રિક બિંદી એટલે જેમાં બિંદીને ચોરસ, પંચકોણ, ઓવલ અથવા ત્રિકોણ શેપ આપવામાં આવ્યો હોય. જ્યૉમેટ્રિક બિંદી પ્લેન તો હોય જ છે સાથે-સાથે ડેકોરેટિવ પણ હોય છે. પ્લેનમાં પણ વેરિએશન માટે એક ડાયમન્ડ મૂકવામાં આવે છે અથવા તો શેપવાઇસ સ્ટોનથી ડેકોરેશન કરવામાં આવે છે. જ્યૉમેટ્રિક બિંદીનું સિલેક્શન તમારા ફેસકટવાઇસ કરવું. જેમ કે ઓવલ ફેસકટને બધા જ ટાઇપની બિંદી સૂટ થાય છે.

bridle

બ્રાઇડલ

લગ્નમાં જે બિંદી કરાય એને બ્રાઇડલ બિંદી કહેવામાં આવે છે. પહેલાં આઇબ્રોની ઉપર જે પીર કરવામાં આવતી એ કંકુથી કરાતી હતી, પરંતુ એમાં પણ હવે સ્ટિકર બિંદી મળે છે. આ બિંદી મોટે ભાગે રેડ-ગ્રીન કૉમ્બિનેશનમાં હોય છે, જેથી કરીને પાનેતર સાથે મૅચ થાય. તમારા ચહેરાને અનુરૂપ તમે બિંદીની પસંદગી કરી શકો. આ બિંદીમાં ખાસ કરીને સ્ટોન સાથે સિલ્વર અથવા ગોલ્ડન કલરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરી થોડો હેવી લુક આવે. પહેલાં લગ્નમાં આઇબ્રોની વચ્ચે ગોળ લાલ ચાંદલો કરવામાં આવતો, પરંતુ હવે ફૅશન પ્રમાણે અને ચહેરાના આકાર પ્રમાણે ડિઝાઇનવાળી બિંદી કરવામાં આવે છે.

જોગેશ્વરી (ઈસ્ટ)માં રહેતા ૩૩ વર્ષના હરેશ ગાલા જે આ બિઝનેસમાં છેલ્લાં ૨૦ વર્ષથી છે તે કહે છે, ‘આજકાલ ચાંદલાનો બિઝનેઝ ખૂબ જ આગળ વધી ગયો છે. બિંદીમેકિંગના બિઝનેઝમાં જો ટકી રેહેવું હોય તો કૉન્સ્ટન્ટ તમારે કંઈક નવું આપવું જ પડે. ગમે એટલી નવી ડિઝાઇન આવે, પરંતુ અમારે પ્લેન બિંદી તો બનાવવી જ પડે. પ્લેન બિંદી મોટે ભાગે વેલ્વેટની બનાવેલી હોય છે. બિંદીમાં રહેલું વેલ્વેટ ૫૦ મીટરનો ઇમ્પોર્ટેડ રોલ આવે છે એમાંથી પ્લેન બિંદીને શેપ આપવામાં આવે છે.’

મેકિંગની પ્રોસેસ વિશે હરેશભાઈ કહે છે, ‘પહેલાં અમે મૅન્યુઅલી ચાંદલા બનાવતા જેમાં અમારી પાસે દરેક શેપના પંચ હોય છે. એક પંચમાં એકસાથે એક લાખ જેટલી બિંદી બનાવવામાં આવે છે, પરંતુ એમાં લેબર વર્ક વધી જાય છે. એટલે કે પંચિંગ પછી બિંદીને છૂટી પાડવા માટે એમાં સાઇડ પર રહેલા કાગળ કાઢવા પડે છે જે બહુ ટાઇમ માગી લે છે, પરંતુ હવે કમ્પ્યુટરાઇઝ્ડ કટિંગ કરવામાં આવે છે જેમાં કાગળ કાપવાની જરૂર નથી પડતી એટલે કે બિંદી હાફ પંચ થાય છે અને કાગળ સાથે ચોંટેલી જ રહે છે.’

હરેશભાઈ આગળ જણાવતાં કહે છે, ‘આજકાલ ફૅન્સી બિંદી પણ એટલી જ ચાલે છે. જેમ કે સ્ટોન, મોતી, ડાયમન્ડ, જરી વગેરે. જરીવાળી બિંદી બનાવવા માટે જરીને પણ બિંદીના શેપ પ્રમાણે કાપવી પડે છે અને પછી એને બિંદી પર ચોંટાડવી પડે છે.’

priyanka

મહારાષ્ટ્રિયન

મહારાષ્ટ્રિયન બિંદી ખાસ કરીને અર્ધચંદ્ર હોય છે અને નીચે એક ડૉટ કરવામાં આવે છે. આનું કોઈ ખાસ કારણ નથી. પેશવા અર્ધચંદ્ર બિંદી લગાડતા અને ત્યારથી આ પૅટર્ન ચાલતી આવી છે. પહેલાં અર્ધચંદ્ર બિંદી પણ મરૂન અને લાલ કલરમાં જ મળતી, પરંતુ હવે ફૅશન પ્રમાણે બધા જ કલરમાં તેમ જ ડેકોરેટિવ પણ મળે છે. તમારા આઉટફિટ મુજબ તમે અર્ધચંદ્ર બિંદી સિલેક્ટ કરી શકો.

sonakshi

ટ્રેડિશનલ

ટ્રેડિશનલ બિંદી એટલે કંકુનો ચાંદલો. કંકુનો ચાંદલો એ સુહાગનની નિશાની છે. એમ કહી શકાય કે કોઈ પણ ભારતીય નારી ચાંદલા વગર અધૂરી છે. લાલ કંકુનો ચાંદલો કોઈ પણ પરિધાન પર સારો લાગે છે. જેમ સમય બદલાયો એમ કંકુના ચાંદલાની જગ્યાએ સ્ટિકરવાળા ચાંદલા મળે છે. એમાં પણ અલગ-અલગ સાઇઝ આવે છે. પ્લેન ચાંદલામાં અલગ શેપ પણ આવે છે અને આ ચાંદલા એવરગ્રીન છે જે ક્યારે પણ આઉટ ઑફ ફૅશન થતા નથી અને આ પ્લેન ચાંદલામાં બધા જ કલર આવે છે. ઘણી સ્ત્રીઓ માત્ર લાલ, મરૂન અને બ્લૅક પ્લેન ચાંદલા લગાડવાનું જ પસંદ કરતી હોય છે તો ઘણી સ્ત્રીઓ પોતાના ડ્રેસના હિસાબે મૅચિંગ ચાંદલા લગાડવાનું પસંદ કરતી હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy