બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ

એવી ઘણી વસ્તુઓ હોય છે જે નકામી થઈ જાય તો પણ ફેંકતાં જીવ નથી ચાલતો. જેમ કે પહેલા પૉકેટમનીમાંથી લીધેલું જીન્સ, મમ્મીની જૂની સાડી, હેવી વર્કવાળો અનારકલી ડ્રેસ, જૂનાં ટી-શર્ટ અથવા તો સ્કર્ટ. ફૅશન જેમ બદલાય એમ ટેસ્ટ પણ બદલાતો જાય છે. હમણાં જ લીધેલાં કપડાં જૂનાં થઈ જાય છે. તો જૂનાં કપડાંને જ કેમ નવો લુક ન આપીએ. જૂનાં કપડાંને નવી રીતે વાપરવાથી અથવા એમાં થોડાઘણા ચેન્જિસ કરવાથી એને એક ફ્રેશ લુક મળી જાય છે

best out of west

અનારકલીની ઘેરમાંથી બનાવેલા ઘાઘરા અને ટી-શર્ટને આપેલો નવો લુકલાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

ડેનિમ : જો તમારી પાસે લાઇટ કલરનું જીન્સ હોય અને એ પહેરીને કંટાળી ગયા હો તો એને ડાર્ક શેડની ડાઇ કરાવી નવી રીતે પહેરી શકાય. જો તમારું જીન્સ ડાર્ક શેડનું હોય તો એના પર કોઈ ડાઇ ન થઈ શકે, પરંતુ ડાર્ક શેડના જીન્સમાંથી તમે શૉટ્ર્સ બનાવી શકો. બૉડીટાઇપને અનુસાર શૉટ્ર્સની લેન્ગ્થની પસંદગી કરવી. જીન્સમાંથી શૉટ્ર્સ બનાવવું ખૂબ જ સહેલું છે. તમે એ ઘરે પણ કરી શકો. જે લેન્ગ્થ પહેરવી હોય એ લેન્ગ્થનું માપ લઈ કાતરથી કાપી લેવું. જો તમારું જીન્સ તમારે શૉર્ટ્સ તરીકે ન જ પહેરવું હોય તો એમાંથી તમે એક બૅગ બનાવી શકો. જીન્સના બન્ને પાયસા કાપી એને સિલાઈમાંથી ખોલી લેવા. હવે તમને એક આખો મોટો ચોરસ ટુકડો મળશે એમાંથી જે શેપની બૅગ જોઈતી હોય એ બનાવડાવી લેવી. જો તમારો કંઈક હટકે ટેસ્ટ હોય તો તમે જીન્સમાંથી ટી-કોસ્ટર બનાવી શકો અથવા તો ડોરમૅટ પણ બનાવી શકાય.


best out of west

સાડીમાંથી બનાવેલાં કુશન-કવરહેવી અનારકલી :
હેવી અનારકલી ડ્રેસ એક પ્રસંગમાં પર્હેયા પછી એક જ ફૅમિલીના સભ્યો કે સેમ ફ્રેન્ડસર્કલમાં રિપીટ કરવો ગમતો નથી. અનારકલી મોટે ભાગે હવે ફ્લોર-લેન્ગ્થમાં જ મળે છે. એ માટે અનારકલીને રીયુઝ કરવા માટે ઘણા ઑપ્શન છે. જેમ કે અનારકલીના દામનમાં મોટી બૉર્ડર આપવામાં આવી હોય તો એને કાઢી લઈ બીજા ડ્રેસમાં વાપરી શકાય. અનારકલી જો યોકવાળો હોય તો યોકની નીચેનો ભાગ ઘાઘરા તરીકે વાપરી શકાય. એની સાથે કોઈ પણ કૉન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવું અને અનારકલી ડ્રેસનો જ દુપટ્ટો પહેરવો. જે યોક છે એમાં જો ફુલ સ્લીવ હોય તો એને કાપી લઈ સ્લીવલેસ કરી નાખવો અને યોકવાળા ભાગને બરાબર ફિટિંગમાં કરી ક્રૉપ ટૉપ તરીકે પહેરી એક ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકાય. અનારકલીની ઘેરમાંથી ઘાઘરા બનાવવા ખૂબ જ સહેલા છે. યોકમાંથી કાપી લઈ કમરના હિસાબે એને સીવી લેવું. હોશિયાર ટેલર પાસે જ કરાવવું, નહીં તો ડ્રેસ પણ બગડશે અને એને તમે રીયુઝ પણ નહીં કરી શકો.

જૂની સાડી : મમ્મીની જૂની સાડીમાંથી ડ્રેસ બનાવવા તો બહુ કૉમન છે. ગમેએટલું વર્ક કે બૉર્ડર વાપરો પણ ખ્યાલ તો આવી જ જાય કે આ ડ્રેસ સાડીમાંથી બનાવવામાં આવ્યો છે. જો તમારો ટેસ્ટ થોડો હટકે અને યુનિક હોય તો સાડીને તમે ઘરસજાવટમાં વાપરી શકો. જો તમારી સાડી સિલ્કની હોય અને એમાં થોડી બૉર્ડર હોય તો એમાંથી તમે કુશન-કવર બનાવી શકો. સિલ્ક સાડીમાંથી બનાવેલા કુશન-કવરમાં સિલ્ક ફૅબ્રિકના હિસાબે થોડી શાઇન પણ આવે છે અને સાડીમાં બૉર્ડર હોવાને કારણે તમે કુશન-કવરમાં બૉર્ડરનું અલગ-અલગ પ્લેસમેન્ટ એટલે કે અલગ-અલગ પૅટર્ન પણ આપી શકો છો. કુશન-કવર બનાવ્યા પછી ઘણી સાડી બચશે. બચેલી સાડીમાંથી તમે ટેબલ-મૅટ્સ બનાવી શકો. સાથે બૉર્ડરનો પણ ઉપયોગ કરવો જેથી થોડો અલગ લુક આવે તેમ જ સાડીમાંથી તમે પડદા પણ

બનાવી શકો છો. સાડીનો જે પન્નો હોય એ પડદાની લેન્ગ્થ થઈ જાય. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે સિલ્કની સાડીના પડદામાં તમારે કૉટનનું લાઇનિંગ નાખવું પડશે નહીં તો પડદા બહુ ઊડશે. પડદા માટે કૉટનની સાડી સારી લાગી શકે. જો તમને હૅન્ડ-એમ્બ્રોઇડરીનો શોખ હોય તો કુશન-કવર, ટેબલ-મૅટ્સ અને પડદામાં થોડું વર્ક પણ કરી શકો અથવા બ્લૉક-પ્રિન્ટ પણ કરાવી શકાય.

ટી-શર્ટ : જૂના ટી-શર્ટને નવો લુક આપવા માટે એને ડાઇ કરાવી શકાય. જો લાઇટ કલરનું ટી-શર્ટ હશે તો જ ડાઇ થઈ શકશે. એક જ કલરની ડાઇ કરાવવા કરતાં શેડેડ કરાવવી. એટલે કે ડાઇમાં બેથી ત્રણ કલરનો ઉપયોગ કરવો. જો ડાર્ક શેડનું ટી-શર્ટ હોય તો એમાં સ્ટોનવર્ક કરી અલગ લુક આપી શકાય. જો ડાર્ક શેડના ટી-શર્ટનો કલર બરાબર હોય અને ટી-શર્ટની પ્રિન્ટ ઝાંખી થઈ ગઈ હોય તો માત્ર પ્રિન્ટને હાઇલાઇટ કરવી એટલે કે પ્રિન્ટને હૅન્ડવર્ક કરીને થોડો ઉઠાવ આપવો અથવા તો કટવર્ક પણ કરી શકાય. જો ફુલ સ્લીવનું ટી-શર્ટ હોય તો સ્લીવમાંથી એને કાપી લેવું. જો હિપ-લેન્ગ્થનું હોય તો એને નીચેથી કાપી શકાય તેમ જ અલગ શેપ પણ આપી શકાય. જો પ્લેન ટી-શર્ટ હોય તો બ્લૉક-પ્રિન્ટ કે હૅન્ડ-પ્રિન્ટ કરી શકાય.

સ્કર્ટ : સ્કર્ટમાંથી પણ ઘણી વસ્તુ બની શકે. સ્કર્ટ કેવા પ્રકારનું છે એ જાણવું અગત્યનું છે. જો એ-લાઇનનું લૉન્ગ સ્કર્ટ હોય તો એને શૉર્ટ કરાવી શકાય અથવા તો એમાંથી બૅગ બનાવી શકાય. જો ઘેરદાર હોય તો ઘણા ઑપ્શન છે, જેમ કે ટેબલ-કવર. ટેબલ-કવર બનાવવા માટે સ્કર્ટને કાપવાની જરૂર નથી, માત્ર કમર આગળથી પકડીને એ ભાગને ટેબલના સેન્ટરમાં મૂકવો અને એના પર કોઈ હેવી શોપીસ મૂકી દેવો જેથી એ પડી ન જાય. થોડું વધારે ડેકોરેટિવ બનાવવા માટે સ્કર્ટની ધારમાં ઝાલર જેવી લેસ લગાડવી જેથી થોડો ફૅન્સી લુક આવે. જો અમ્બ્રેલા ઘેરનું સ્કર્ટ હોય તો એમાંથી શ્રગ અથવા તો ક્રૉપ ટૉપ બનાવી શકાય.

કપડાં ઉપરાંત બીજું શું રીયુઝ કરી શકાય?


tin contanerજૂનાં કપડાં ઉપરાંત ઘરમાં પણ એવી ઘણી વસ્તુ હોય છે જેને રીયુઝ કરી શકાય.

કાંથા વર્કવાળી ચાદર : કાંથા વર્કવાળી ચાદર મોટા ભાગે શો માટે જ હોય છે. એના પર સૂઈ શકાતું નથી. એે ખૂંચે છે. જો ચાદરનો બરાબર ઉપયોગ કરવો હોય તો એને વૉલ-પીસ તરીકે વાપરી શકાય અથવા તો ટેબલ-કવર તરીકે પાથરી શકાય.

થેલા : જો તમારી પાસે માઇથોલૉજિકલ પ્રિન્ટવાળા થેલા હોય અને એને વાપરી-વાપરીને તમે કંટાળી ગયા હો તો એમાંથી ફ્રેમ બનાવી શકાય. પ્રિન્ટને થોડો ઉઠાવ આપી એટલે કે હૅન્ડવર્ક કરી પ્રિન્ટને હાઇલાઇટ કરવી અથવા તો ટૉપ બનાવવું. ટૉપની બૅક સાઇડમાં એ ફોટો સિવડાવવો.

એન્વેલપ : એન્વેલપ બનાવવાં ખૂબ જ સહેલાં છે. કોઈ પણ રેડી એન્વેલપ લઈ એને ખોલી નાખવું, એટલે તમને માપ મળી જશે. જે કંકોતરી જૂની થઈ ગઈ હોય એને ખોલી નાખવી. પછી એના પર એન્વેલપ મૂકીને કાપી લેવું અને નવું એન્વેલપ રેડી. કંકોતરી પર જે ગણેશજીનો ફોટો હોય એ કાપી લેવો જે તમે નવા બનવેલા એન્વેલપ પર મૂકી નવી રીતે ડેકોરેટ કરી શકો.

ન્યુઝપેપર : ન્યુઝપેપરમાંથી બૅગ બનાવી શકાય. જો તમને ન્યુઝપેપરની બૅગ બહુ સાદી લગતી હોય તો એમાં તમે મનગમતું પેઇન્ટિંગ પણ કરી શકો.

ટિન કન્ટેનર : ટિન કન્ટેનર ઘરમાં ઘણાં પડ્યાં હોય છે. જો તમારો ટેસ્ટ થોડો હટકે હોય અને તમને આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો કોઈ પણ કલરનું ડેકોરેટિવ પેપર લાવી ટીન પર ચોંટાડી દેવું. એને લેસથી થોડું વધારે ડેકોરેટ કરવું. રેડી છે તમારું પેન્સિલ-સ્ટૅન્ડ.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો


વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે તમે જે વસ્તુ બનાવવા માગો છો એનું પૂરેપૂરું જ્ઞાન તમને છે, નહીં તો તમારી ઓરિજિનલ વસ્તુ પણ બગડશે. આવી વસ્તુઓ બનાવવા માટે આર્ટિસ્ટિક ટેસ્ટ હોવો જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK