ઉનાળામાં અનિવાર્ય છે સારી સુગંધ

શરીરમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે ન કહી શકાય ન સહી શકાય એવી સ્થિતિ ઊભી થાય છે. ઉનાળામાં ગરમી અને પસીનાને કારણે ખાસ જોવા મળતી આ સમસ્યાનું સમાધાન આજે જાણી લો

arjun rampal

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - રુચિતા શાહ

ઉનાળામાં ગરમી અને ભરપૂર પસીનાને કારણે થાક અને ડલનેસ વધુ પ્રમાણમાં અનુભવાતાં હોય છે. એટલે જ તમારા શરીરની અને તમારી આસપાસના વાતાવરણમાં ફ્રેશનેસ જળવાઈ રહે એવા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. થોડા સમય પહેલાં લંડનમાં થયેલા એક સર્વેમાં તમારા શરીરમાંથી આવતી સારી સુગંધ લોકોને તમારા પ્રેમમાં પાડી શકે છે એવું તારણ આવ્યું છે. એના પરથી એટલું તો કહી જ શકાય કે જેટલું સુંદર લાગવું જરૂરી છે એટલું જ સુગંધી હોવું પણ જરૂરી છે. બાકી સીઝનની તુલનાએ ઉનાળામાં પસીનાને કારણે શરીરની દુર્ગંધની સમસ્યા સૌથી વધુ સતાવતી હોય છે. કઈ રીતે દુર્ગંધને દૂર રાખવી અને ફ્રેશનેસ જાળવી રાખવી એના ઉપાયો જાણીએ.

હાઇજીન ફર્સ્ટ

ગરમીમાં ચોખ્ખા રહેવું સૌથી મહત્વની બાબત છે. શરીરના એવા એરિયા જ્યાં વધુ પ્રમાણમાં પરસેવો વળતો હોય એની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું. ડર્મેટો-કૉસ્મેટોલૉજિસ્ટ સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘શરીરને કુદરતી રીતે કૂલ રાખવા માટે બૉડી દ્વારા પસીનાનું જનરેશન થાય છે. જોકે અન્ડર-આમ્ર્સ, નેક એરિયા, પ્રાઇવેટ બૉડીપાટ્ર્‍સ વગેરે જગ્યાએ વધુ પસીનો થતો હોય છે. ઘણા પુરુષોને હાથમાં અને પગમાં ભરપૂર પ્રમાણમાં પસીનો થતો હોય છે. ગરમીના દિવસોમાં શરીરના આ ભાગોની વિશેષ કાળજી લેવાય, ત્યાં સ્વચ્છતા જળવાય એ બાબત પર ખાસ ધ્યાન આપવું; કારણ કે એમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે. ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ અને ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂનો ઉપયોગ આ ઋતુમાં ખાસ કરવાનું સૂચન આપું છું. પસીનો ઓછો થાય એ માટેનાં પણ કેટલાંક લૉશન અને પાઉડર આવે છે. બોટોક્સ જેવી કેટલીક ટ્રીટમેન્ટ છે જે પણ પસીનાનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે લોકોને બહુ જ પસીનાની તકલીફ હોય તેમણે આ રસ્તો અજમાવવાના પ્રયત્નો પણ કરવા જોઈએ.’

સુગંધીદાર પ્રોડક્ટ

જેમણે તડકામાં અવરજવર કરવાની હોય એ લોકો માટે સનસ્ક્રીન, સનગ્લાસિસ તો મસ્ટ છે જ. એ ઉપરાંત ભીના અને ડ્રાય વાઇપ્સ, પાઉડર, ગુલાબજળ સ્પ્રે જેવી વસ્તુઓ પણ સાથે રાખી શકાય છે. પરફ્યુમ અને ડીઓડરન્ટનો બહેતર અને યોગ્ય ઉપયોગ ઉનાળામાં તમને દુર્ગંધની સમસ્યાથી બચાવી શકે છે. પરફ્યુમ-ક્રીએટર અને ફ્રેગ્રન્સ-એક્સપર્ટ એન. રામચંદ્રન કહે છે, ‘તમારી બૉડીની સુગંધ પ્રમાણે જો ફ્રેગ્રન્સ પસંદ કરાય તો એ વધુ ઇફેક્ટિવ બને છે. તમે કયા પ્રકારનું પરફ્યુમ પસંદ કરો છો એના પર પણ એ સુગંધ તમારી સાથે કેટલો સમય રહેશે એનો આધાર રાખે છે. નૅચરલ પ્રોડક્ટના એસેન્સમાંથી બનેલા અને આલ્કોહોલ વિનાના પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે છે તેમ જ સ્કિનની સેફ્ટી માટે પણ એ મહત્વનો ભાગ ભજવે છે, પણ એની કિંમત થોડી વધારે હોય છે. જોકે શરીરની તંદુરસ્તી અને બ્યુટી-રેજિમમાં પુષ્કળ ધ્યાન રાખતા હોઈએ ત્યારે પરફ્યુમની બાબતમાં થોડા સાવચેત રહેવામાં કંઈ ખોટું નથી. પરફ્યુમને શરીરના અમુક ભાગમાં જેમ કે હાથમાં, કાનની પાછળના ભાગમાં, ગરદનની પાછળના ભાગમાં સહેજ વૅસલિન લગાડ્યા પછી છાંટવામાં આવે તો એ લાંબો સમય સુધી ટકે છે અને એની સુગંધ છેક સુધી મળી શકે છે.’

પરફ્યુમ કરતાં આપણા પરંપરાગત ઓરિજિનલ અત્તરની સુગંધ વધુ લૉન્ગ-લાસ્ટિંગ હોય છે. માર્કેટમાં મળતા રોલ-ઑનની સુગંધ પણ ટકાઉ હોય છે. પરફ્યુમનો ઉપયોગ કરતાં પહેલાં બૉટલને બરાબર હલાવો. ડીઓડરન્ટને સ્કિનથી ચારથી પાંચ મીટર દૂર રાખીને છાંટો અને છાંટ્યા પછી એ સુકાય પછી કપડાં પહેરો.

બીજી એક મહત્વની બાબત એ કે પરફ્યુમને છાંટ્યા પછી એને ક્યારેય રબ ન કરો. એને એની મેળે જ સુકાવા દો. સ્નાન કર્યા પછી તરત જો ડીઓડરન્ટનો ઉપયોગ થાય તો તમારા શરીરમાં રહેલા ભેજમાં સુગંધ એ સ્કિનમાં લાંબો સમય સુધી રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK