બાર્ડો ટૉપ તમને બોલ્ડ અને સ્માર્ટ લુક આપે છે

એની સાથે સ્કર્ટ, પ્લાઝો, જીન્સ, શૉટ્ર્‍સ પહેરી શકાય

alia bhatt

DEMO PIC



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા


૧૯૭૦ની આસપાસ એક ફ્રેન્ચ ઍક્ટ્રેસ બ્રિજિટ બાર્ડોએ પોતાના પર્સનલ ફૅશન-ડિઝાઇનર પાસે બ્રૉડ નેક વિથ ઑફ-શોલ્ડર સ્ટાઇલનાં ટૉપ ડિઝાઇન કરાવ્યાં. દાયકા પછી તેની આ સ્ટાઇલને જોઈને બધી મહિલાઓ પણ આવી જ સ્ટાઇલનાં કપડાં ડિઝાઇન કરાવવા લાગી અને ધીરે-ધીરે આ સ્ટાઇલ એક નવા ફૅશન-ટ્રેન્ડરૂપે માર્કેટમાં આવી. આ ફૅશનને નામ મળ્યું બાર્ડો. આ ફૅશન હમણાં-હમણાં ભારતમાં ઘણી પ્રચલિત થઈ રહી છે. આને આપણે ઑફ-શોલ્ડરના નામે પણ ઓળખીએ છીએ. જે લોકોને પોતાનો બોલ્ડ લુક જોઈતો હોય, પણ વધારે એક્સપોઝ ન કરવું હોય તો એ માટે આ બાર્ડો ટૉપ બેસ્ટ ઑપ્શન છે.

ડિઝાઇન

બાર્ડો બેઝિકલી નેકની સ્ટાઇલને કહેવામાં આવે છે. બાર્ડોમાં નેકમાં બહુ પૅટર્ન જોવા નહીં મળે. આમાં તમને બોટ નેક, વી નેક, રાઉન્ડ નેક જ વધુ જોવા મળશે. હા, પણ નેક લાઇનની આસપાસ તમે ઘણી પૅટર્ન આપી શકો છો. એ વિશે જણાવતાં ફૅશન-ડિઝાઇનર પ્રીતિ ભેદા (ગાલા) કહે છે, ‘ત્યાં તમે થોડા ફ્રિલ આપી દો. એ સિવાય તમે નેક લાઇનને ઓવરલૅપ પણ કરી શકો છો. એ સાથે નેક ઉપર રોલઅપ પણ કરાવી શકો છો.’

બાર્ડો ટૉપ સ્ટ્રેચેબલ હોય છે. એને હૅન્ગિંગ કરવા માટે ટૉપ સાથે ઇલૅસ્ટિક અથવા બૅક ચેઇન નાખવામાં આવે છે. એ સિવાય શોલ્ડર પર નાની પટ્ટી પણ આપી શકો. કૉટન, શિફૉન, જ્યૉર્જેટ, લાયક્રા, લાઇવા (અમેરિકન જ્યૉર્જેટ) મટીરિયલમાં બાર્ડો ટૉપ સારો ઉઠાવ આપે છે.

પ્રિન્ટ ઍન્ડ કલર

બાર્ડો ટૉપમાં કલરમાં સ્કિનથી ઑપોઝિટ કલર સારા લાગે. એમાં વાઇટ, પર્પલ, રેડ, રૉયલ બ્લુ, ડાર્ક ઑરેન્જ, ડાર્ક મરૂન, યલો, ડેનિમ વગેરે કલર સારા લાગે. આમાં તમે કલર-કૉમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો એમ જણાવતાં પ્રીતિ ભેદા (ગાલા) કહે છે, ‘કલર-કૉમ્બિનેશનમાં શોલ્ડર પર બીજો કલર અને બાકી જગ્યાએ બીજો કલર ટ્રાય કરી શકો છો, પણ કલર-કૉમ્બિનેશન કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે એમાં કોઈ પણ બે જ કલર ટ્રાય કરવા. જો ત્રીજો કલર ટ્રાય કરવા જશો તો ફિયાસ્કો થઈ જશે.’

બાર્ડો પ્રિન્ટ મટીરિયલમાં પણ સારા લાગે છે, પણ ધ્યાન રહે કે આની પ્રિન્ટ ઝીણી-ઝીણી હોવી જોઈએ. આમાં ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ, ડૉટ્સ, ઍબસ્ટ્રૅક્ટ, ટ્યુલિપ પ્રિન્ટ સારી લાગે.

વિવિધ સ્ટાઇલ

બાર્ડો માત્ર ટૉપમાં જ નહીં, બાર્ડો વનપીસ, બાર્ડો વેડિંગ ડ્રેસ અને બાર્ડો મૅક્સી ડ્રેસ પણ જોવા મળે છે. ટૉપમાં તમે ક્રૉપ ટૉપ જેવી ઓવરલૅપ, લેયર્ડ પૅટર્ન પણ આપી શકો છો. આમાં સ્લીવ્સમાં શૉર્ટ અને લૉન્ગ બન્ને સારી લાગે છે. બાર્ડો ટૉપની બૉટમમાં તમે સાથે કંઈ પણ પહેરી શકો છો; જેમ કે સ્કર્ટ, પ્લાઝો, જીન્સ, શૉટ્ર્‍સ વગેરે. બાર્ડો ટૉપ એ તમારી નેક લાઇન અને શોલ્ડર લાઇનને હાઇલાઇટ કરે છે એટલે બ્રૉડ અને સ્ક્વેર શોલ્ડરવાળા લોકો પર વધારે પ્રિટી લુક આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK