બૅગ્સ ફૉર મેન?


ક્યારેય વિચાર્યું છે કે પુરુષો બૅગની ખરીદી કરતા હશે અને જો કરતા હોય તો એ કેવી હશે?



ખુશ્બૂ મુલાણી ઠક્કર

સ્ત્રીઓ પાસે હંમેશાં દરેક ફંક્શન માટે અને દરેક કપડા સાથે મૅચિંગ થાય એવી બૅગ્સ હોય જ છે, પરંતુ પુરુષો પાસે બૅગ હોવી જોઈએ કે નહીં? અને જો હોવી જોઈએ તો કઈ  પૅટર્નની સારી લાગી શકે? એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ કે કયા પર્પઝ માટે બૅગ વાપરવી છે. બૅગમાં ઘણા પ્રકાર આવે છે; જેમ કે સ્લિંગ, લૅપટૉપ બૅગ-એમાં પણ બે પ્રકાર આવે છે - એક બૅક-શોલ્ડર પર પહેરાય એવી અને બીજી સાઇડ-શોલ્ડર પર પહેરાય એવી તેમ જ જિમ બૅગ અને ટ્રેકિંગ બૅગ વગેરે.

થાણેમાં રહેતા ક્રિસ્ટલ બૅગ્સના ઓનર ૩૮ વર્ષના ચેતન સાવલા; જે આ ફીલ્ડમાં છેલ્લાં વીસ વર્ષથી છે તેઓ ખાસ કરીને લૅપટૉપ બૅગ્સ, કૉલેજ બૅગ્સ, ટ્રાવેલિંગ બૅગ્સ અને સ્કૂલ બૅગ્સ બનાવે છે. તેઓ કહે છે, ‘જે વસ્તુ  રેગ્યુલર ચાલે છે એની જ ડિમાન્ડ વધારે હોય છે. જેમ કે, લૅપટોપ બૅગ્સ કે જેની ડિઝાઇન બેઝિક છે; પરંતુ એની ડિમાન્ડ સૌથી વધારે છે. લૅપટૉપ બૅગ પહેલાં માત્ર બ્લૅક કલરમાં બનતી, પરંતુ હવે અલગ-અલગ કલરમાં બને છે. જેમ કે; ફ્લોરોસન્ટ કલર, બ્રાઇટ કલરમાં રેડ, ઑરેન્જ, ગ્રીન, બ્લુ વગેરે. હવે લૅપટૉપ બૅગ વાપરવાવાળો વર્ગ ખૂબ બહોળો થઈ ગયો છે. યંગ ક્રાઉડ કલરવાળી લૅપટૉપ બૅગ પસંદ કરે છે, જ્યારે ઑફિસ ક્રાઉડ બ્લૅક કલર પસંદ કરે છે. અમે ઑલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરીએ છીએ. વીસ વર્ષથી આ ફીલ્ડમાં હોવા છતાં કસ્ટમર હંમેશાં કંઈક નવું જ માગે છે. કૉલેજ બૅગમાં અમે હંમેશાં વધારે કંઈક નવું આપવાની કોશિશ કરીએ છીએ જેમ કે; ઝિપનું સ્ટાઇલિંગ, પૉકેટ સ્ટાઇલિંગ અથવા બે કે ત્રણ કલરનો વપરાશ કરી એને કલરફુલ લુક આપીએ છીએ.’

bag

સ્લિંગ બૅગ : સ્લિંગ બૅગ એટલે એક શોલ્ડર પર જે ક્રૉસમાં પહેરાય એ. સ્લિંગ બૅગમાં ઘણા પ્રકાર આવે છે જેમ કે; લેધર, રેક્ઝિન, ક્લોથ વગેરે. સ્લિંગ બૅગની ખરીદી તમારી ઉંમર અને તમારા ડેઝિગ્નેશન પ્રમાણે કરી શકો. જેમ કે, જો તમે કૉલેજગોઇંગ યુવક હો તો તમે રેક્ઝિન કે ક્લોથની સ્લિંગ બૅગ વાપરી શકો. સ્લિંગ બૅગમાં બે શેપ આવે છે જેમ કે, એક એન્વલપ શેપ અને બીજો રેક્ટૅન્ગ્યુલર શેપ. એન્વલપ શેપ મોટા ભાગે કૉલેજગોઇંગ યુવક માટે કામ લાગે છે, જેથી તેમની A૪ સાઇઝની બુક્સ એમાં આવી શકે અને બીજો રેક્ટૅન્ગ્યુલર શેપ છે જે મોટે ભાગે ટ્રાવેલિંગ પર્પઝ માટે વાપરવામાં આવે છે અથવા તો જે માર્કેટિંગ ફીલ્ડમાં હોય તેઓ આવી બૅગ વાપરે છે. ડિપેન્ડિંગ કે તેમનું ફીલ્ડ કેવું છે. સ્લિંગ બૅગ વાપરવાનો એક પ્લસ પૉઇન્ટ એ છે કે તમારો સામાન બધો જ બૅગમાં આવી જાય અને તમારા હાથ છૂટા રહે છે. સ્લિંગ બૅગને ક્રૉસ બૅગ પણ કહી શકાય. ક્રૉસ બૅગ હંમેશાં પર્હેયા પછી સ્માર્ટ લુક આ

bag1

લૅપટૉપ બૅગ : અત્યારના જમાનામાં લૅપટૉપ બૅગ વગર ચાલતું નથી; કારણ કે લૅપટૉપ બૅગમાં લૅપટૉપ સિવાય બીજી ઘણી વસ્તુ રાખી શકાય છે જેમ કે; ઑફિસની ફાઇલ, ફ્રેશ થવા માટે સ્મૉલ ટૉઇલેટરી કિટ, ટિફિન-બૉક્સ, નૅપ્કિન, વૉલેટ, ફોન-ચાર્જર વગેરે. લૅપટૉપ બૅગમાં બે પ્રકાર આવે છે જેમ કે, એક બૅક-શોલ્ડર પર પહેરી શકાય અને બીજી રેક્ટૅન્ગ્યુલર શેપની હોય છે જે માત્ર એક સાઇડ શોલ્ડર પર પહેરી શકાય. બૅક-શોલ્ડર બૅગ મોટે ભાગે જે લોકો લૉન્ગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તેમના માટે વધારે ઉપયોગી નીવડે છે અને બૅક-શોલ્ડર બૅગનો હેલ્થ-વાઇઝ પ્લસ પૉઇન્ટ એ છે કે બૅગનું વજન બન્ને શોલ્ડર પર ડિવાઇડ થઈ જાય છે, જ્યારે વન-શોલ્ડર પર લેવાતી લૅપટૉપ બૅગ કે ઑફિસ બૅગ માત્ર એક શોલ્ડર પર હોવાથી વજન માત્ર એક જ શોલ્ડર પર આવે છે. એથી ઘણાને તકલીફ પણ થાય છે. આથી જેઓ કારમાં ટ્રાવેલ કરે છે તેઓ વન-શોલ્ડર બૅગ લઈ શકે અને બૅક- શોલ્ડર બૅગ કરતાં વન-શોલ્ડર બૅગ થોડી વધારે ડીસન્ટ લાગે છે. આથી જે એક્ઝિક્યુટિવ ક્લાસ છે તેઓ વન-સાઇડ લૅપટૉપ બૅગ લેવાનું પ્રિફર કરે છે. જ્યારે તમે બૅક-શોલ્ડર બૅગ પહેરો છો ત્યારે તમારે તમારા શર્ટનું ખાસ ધ્યાન રાખવું એટલે કે શોલ્ડર-બૅગ પર્હેયા પછી અન્ડર આર્મ્સ પાસેથી શર્ટને ખાસ સરખું કરવું, નહીં તો કરચલી દેખાશે. બૅક-શોલ્ડર બૅગ હંમેશાં બ્લૅક કલરમાં જ લેવી, જેથી બધા જ કલરના ફૉર્મલ્સ સાથે સારી લાગી શકે. વન-સાઇડ શોલ્ડર બૅગ બ્લૅક, બ્રાઉન અને ગ્રે કલરમાં વસાવી શકાય.

bag2

જિમ બૅગ : જિમ બૅગ યુનિસેક્સ ગણાય છે. જિમ બૅગ હંમેશાં કલરફુલ હોય છે. તમારી એજના હિસાબે કલર પસંદ કરી શકો. જિમ બૅગ મોટા ભાગે સિંગલ ચેઇનવાળી હોય છે અને સાઇઝ પણ મીડિયમ અથવા સ્મૉલ હોય છે; કારણ કે એમાં માત્ર નૅપ્કિન, વૉટર બૉટલ અને ડીઓડરન્ટ હોય છે અથવા તો જો તમે શાવર લઈને બહાર જવાના હો તો એક જોડી કપડાં. જિમ બૅગની એક ટિપિકલ પૅટર્ન હોય છે જેમ કે, સાઇડ પર રાઉન્ડ હોય છે જેથી આખી બૅગ એક ઢોલકા જેવી લાગે છે.

bag3

ટ્રેકિંગ બૅગ : કોઈ યુવકને જ્યારે આઉટ ઑફ ટાઉન જવાનું થાય ત્યારે તેઓ સૂટકેસ ભાગ્યે જ લેતા હોય છે. યુવકો હંમેશાં ટ્રેકિંગ બૅગ લેવાનું પસંદ કરે છે. ટ્રેકિંગ બૅગ માત્ર ટ્રેકિંગ માટે જ નથી વપરાતી, પરંતુ ક્યાંય પણ ટ્રાવેલ કરવું હોય તો ટ્રેકિંગ બૅગ બેસ્ટ ઑપ્શન છે. ટ્રેકિંગ બૅગમાં સાઇઝ આવે છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમે એને નાની- મોટી કરી શકો. ટ્રેકિંગ બૅગની ખાસ વાત એ છે કે ગમે તેટલું સાઇઝ-વાઇઝ તમે ભરી શકો તેમ જ બેક બેલ્ટ્સ થોડા બ્રૉડ હોવાથી વજન ઝીલી શકે છે. તેમ જ ચેસ્ટ અને કમરને કવર કરી શકે એવા બેલ્ટ્સ હોવાથી ગ્રિપ જળવાઈ રહે છે. આથી બૅગ હેવી હોય તો પણ કમ્ફર્ટેબલ લાગે છે. દરેક યુવક પાસે ટ્રેકિંગ બૅગ હોવી જ જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK