આંખોને હાઇલાઇટ કરવા માટે કરો અરેબિયન મેકઅપ

આ મેકઅપમાં આઇબ્રોને થિક કરવા એના પર ત્રણથી ચાર કોટ લગાવવામાં આવે છે


Aishwarya Rai

DEMO PIC

લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

અરેબિયન મેકઅપનું નામ સાંભળતાં જ આપણને આરબ દેશની મહિલાઓ આંખ સામે આવી જાય છે. આ મેકઅપ તમને બોલ્ડ લુક આપે છે. બીજા મેકઅપમાં આંખોને, ગાલને અને હોઠને... બધાને બરાબર ન્યાય આપવામાં આવે છે; પણ અરેબિયન મેકઅપમાં ગાલ અને હોઠ કરતાં આંખોને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે જ કદાચ આ મેકઅપનું નામ અરેબિયન મેકઅપ પડ્યું હશે, કેમ કે આ મેકઅપ આરબ કન્ટ્રીમાં અને મુસ્લિમ મહિલાઓમાં બહુ પ્રચલિત છે, કેમ કે તેમની આંખો નકશીદાર અને કામણગારી હોય છે અને નાક પણ નકશીદાર હોય છે. એટલે તેઓ તેમની આંખ અને નાકને હાઇલાઇટ કરવા આ મેકઅપ વધારે કરે છે. અરેબિયનમાં આઇ-મેકઅપ પર વધારે ધ્યાન આપવામાં આવે છે એટલે એમાં કાજલ, આઇ-શૅડો અને આઇ-લાઇનર સૌથી વધારે મહત્વનાં છે અને સૌથી વધારે વપરાય છે. આ મેકઅપમાં આંખો શાઇન મારે એ માટે બીજા મેકઅપની કમ્પૅરિઝનમાં ગ્લિટર વધારે વપરાય છે.

બીજા મેકઅપથી અલગ

અરેબિયન મેકઅપ બીજાબધા મેકઅપ કરતાં ડિફરન્ટ છે. એ વિશે જણાવતાં બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, ‘અરેબિયન મેકઅપ બીજા મેકઅપની જેમ જ કરવામાં આવે છે. પ્રાઇમર, ફાઉન્ડેશન, બ્લશર, લિપસ્ટિક વગેરે; પણ એ બધા મેકઅપ કરતાં અલગ એટલે છે કે એમાં બીજા મેકઅપ કરતાં આઇ-મેકઅપ પર વધારે ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે આમાં આંખોને હાઇલાઇટ કરવામાં આવે છે. આંખોને એ રીતે નિખારવામાં આવે છે કે જોવાવાળાનું ધ્યાન સીધું આંખ પર જાય.’

અરેબિયન મેકઅપ આંખોને વધારે આકર્ષિત કરે છે એટલે તમારી આંખની નીચે જે ડાર્ક સર્કલ્સ છે એને પણ છુપાવવાં બહુ જરૂરી છે, જેના માટે તમારે ફાઉન્ડેશન અથવા કન્સીલર લગાવવું જરૂરી છે.

આઇ-મેકઅપ

આ મેકઅપમાં આઇ-મેકઅપને બહુ વાઇબ્રન્ટ અને કલરફુલ કરવામાં આવે છે. આંખોને આકર્ષક બનાવવા માટે આંખ પર સિલ્વર, ગોલ્ડન જેવો શાઇની મેકઅપ કરવામાં આવે છે. એ પછી બ્લૅક કલરથી આંખોની આજુબાજુ કૉન્ટુરિંગ કરવામાં આવે છે. એનાથી આંખ સ્મોકી અને આકર્ષક લાગે છે. આઇબ્રોની નીચે પણ ગોલ્ડ શેડથી હાઇલાઇટ કરવામાં આવે છે. આંખોને વધારે સ્પાર્ક લુક આપવા માટે આઇ-લિડ પર ગ્લિટર્સ લગાવવામાં આવે છે. અંતે આંખોના શેપને હાઇલાઇટ કરવા માટે લાઇનરને આંખોના ખૂણાની થોડી બહાર કરવામાં આવે છે જેનાથી એનો શેપ વિન્ગ જેવો થઈ જાય અને શાઇનિંગ માટે થોડું ગ્લિટર લગાવવામાં આવે છે. તમે તમારી આંખને હજી આકર્ષક બનાવવા માટે ફેક આઇલૅશેસ પણ લગાવી શકો છો.

આઇબ્રો

નૉર્મલ મેકઅપમાં આઇબ્રોને સૉફ્ટ લુક આપવામાં આવે છે, પણ અરેબિયન મેકઅપમાં આઇબ્રોને બહુ થિક અને હેવી લુક આપવામાં આવે છે. મેકઅપમાં આઇબ્રોને મલ્ટી લેયર કરવામાં આવે છે. જેમ કે પહેલાં બેઝ કલર એના પછી કલરનો બીજો બેઝ, એ પછી ત્રીજો અને ચોથો. આમ આઇ-લાઇનરના ત્રણથી ચાર કોટ લગાવવામાં આવે છે. એ પછી ગ્લિટર લગાવવામાં આવે છે. અરેબિયન આઇ-મેકઅપમાં મૅટ આઇ-શૅડો નથી ચાલતો, એમાં તમને બધી પ્રોડક્ટ શાઇની જ જોઈએ. કોઈનું નાક જો જાડું અથવા ચપટું હોય એવી મહિલાઓને આ મેકઅપ સારો નથી લાગતો. અરેબિયન મેકઅપ કરતા સમયે તમે જે બ્રશ વાપરો છો એ સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ. એ સિવાય આંખોને લગતી બધી મેકઅપ પ્રોડક્ટ સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ. જો તમે રસ્તાની સસ્તી પ્રોડક્ટથી આઇ-મેકઅપ કરશો તો તમને આંખોમાં ઇન્ફેક્શન થઈ શકે છે, કેમ કે એમાં આપણે આંખો પર મેકઅપની મલ્ટી લેયર લગાડીએ છીએ. આ મેકઅપ તમને બોલ્ડ લુક આપે છે એટલે આંખોની સાથોસાથ લિપસ્ટિક પણ બોલ્ડ કલરની કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK