કભી કિયા ક્યા ઍપલ ફેશ્યલ?

ડૉક્ટરને દૂર રાખતું આ ફ્રૂટ તમારી ત્વચાની પણ મસ્ત માવજત કરે છે


apple facial

DEMO PIC



કૃપા પંડ્યા

આપણામાં કહેવાય છેને કે રોજ એક સફરજન ખાવાથી શરીરને કોઈ બીમારી અડી નહીં શકે. હવે એ પણ જાણી લો કે સફરજનના ઉપયોગથી તમને કોઈ બ્યુટિશ્યનની પણ અપૉઇન્ટમેન્ટ નહીં લેવી પડે, કેમ કે જેમ સફરજન ખાવાથી હેલ્થ સારી રહે છે એમ સફરજન સ્કિન પર લગાડવાથી સ્કિન પણ હેલ્ધી રહે છે અને સ્કિન પર શાઇન આવે છે. બ્યુટિશ્યન જયા સોલંકી કહે છે, ‘સફરજનમાં સ્કિન-ફ્રેન્ડ્લી વિટામિન્સ હોય છે. જેમ કે વિટામિન A, B અને C. સફરજન સ્કિન-ટાઇટનિંગમાં મદદ કરે છે. એ સિવાય સ્કિન પર શાઇનિંગ અને ગ્લો લાવે છે. સફરજનનો જૂસ ડાર્ક સ્પૉટ્સ, ડાર્ક સર્કલ, રિંકલ્સ, ફાઇન લાઇનને દૂર કરવામાં મદદ કરે છે. સફરજન પિગ્મેન્ટેશનમાં સારું રિઝલ્ટ આપે છે. સફરજનમાં રહેલો ગ્લાયકોલિક ઍસિડ સ્કિનનાં રોમછિદ્રોને અંદરથી સાફ કરે છે.’

સફરજનનો તમે ફેશ્યલ, ફેસમાસ્ક, કન્સીલર અને સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો.

સ્કિન-ટાઇટનિંગ


સફરજનનો તમે સ્કિન-ટાઇટનિંગ માટે પણ ઉપયોગ કરી શકો છો. એ માટે એક સફરજનના ચાર ભાગ પાડો. સફરજનની છાલ કાઢવી નહીં, કેમ કે છાલમાં જ બધું સત્વ રહેલું છે. એ ચાર ભાગને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. ગ્રાઇન્ડ કર્યા પછી એમાં એક ચમચી મધ નાખો અને એને ફેસ પર લગાવો. ૧૦ મિનિટ પછી ધોઈ લો. આમ કરવાથી તમારી સ્કિન ટાઇટ થશે. પીસેલા સફરજનને કપડામાં દબાવી એનો જૂસ કાઢવો.

કન્સીલર

સફરજનથી તમે કન્સીલર પણ બનાવી શકો છો. એક ચમચી સફરજનનો જૂસ, મધ અને બે ચમચી કાચું દૂધ લઈ આ ત્રણેયને મિક્સ કરીને જે મિશ્રણ તૈયાર થાય એ તમારું કન્સીલર છે. આ કન્સીલરને પાંચ મિનિટ માટે ફેસ પર લગાવીને મસાજ કરવો અને પછી સાદા પાણીથી ધોઈ નાખવું. આનાથી બ્લૅક હેડ્સ, પિમ્પલના માક્ર્સ, ડાર્ક સર્કલ, સ્કિનનો અનઈવન ટોન એ બધું ક્લીન થઈ જશે.

ગ્લો માટે

સ્કિન પર તરત ગ્લો લાવવા માટે બે ચમચી પીસેલું સફરજન અને એક ચમચી દાડમનો જૂસ લો. આને બરાબર મિક્સ કરી ફેસ પર લગાવો. ૧૦ મિનિટ પછી એને સાદા પાણીથી ધોઈ નાખો. આનાથી તમારી સ્કિન પર તરત ગ્લો આવશે. બીજી રીત - એક ઍપલનો જૂસ, મધ, ઓટમીલ અને રોઝ વૉટરને મિક્સ કરવાં અને એને ફેસ પર લગાવીને મસાજ કરવાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.

જો તમારી સ્કિન બહુ ઑઇલી હોય તો પીસેલા સફરજનને ૧૦-૧૫ મિનિટ સુધી ફેસ પર લગાવી રાખો. પછી પાણીથી ધોઈ લો. આનાથી સ્કિનનું જે એક્સ્ટ્રા ઑઇલ છે એ નીકળી જશે. એ સાથે સ્કિનમાં સૉફ્ટનેસ આવશે.

પિમ્પલ

સફરજનથી તમે પિમ્પલને પણ દૂર કરી શકો છો. બે ચમચી પીસેલું સફરજન, એક ચમચી મધ અને એક ચમચી ઓટમીલ અથવા ઘઉંનો લોટ મિક્સ કરો. આ મિશ્રણને પિમ્પલ પર લગાડો. એ પછી ૧૫ મિનિટ પછી એને ગરમ પાણીથી સાફ કરી લો. આ એક પ્રકારનું સ્ક્રબ પણ બની જશે. આ તમારા પિમ્પલને દૂર કરે છે. એ સિવાય સફરજનની સ્લાઇસ કાપીને આંખો પર મૂકવાથી ડાર્ક સર્કલમાં રાહત મળે છે.

સ્ક્રબ

સફરજનને તમે સ્ક્રબિંગની જેમ પણ વાપરી શકો છો. સફરજનને ઉકાળીને એમાં લીંબુ, કોથમીર અને ફુદીનાની પેસ્ટને મિક્સ કરો અને જાડી પેસ્ટ બનાવો. આ જાડી પેસ્ટને પંદર-વીસ મિનિટ પછી એટલે કે સુકાઈ જાય પછી ફેસ ધોઈ લો. આનાથી સ્કિન યંગ લાગશે અને ચમકી ઊઠશે.

વાળ માટે પણ ઉપયોગી

સફરજન માત્ર સ્કિન માટે જ નહીં, વાળ માટે પણ બહુ ફાયદેમંદ છે. જે લોકોના વાળમાં ડૅન્ડ્રફ હોય છે તેમના માટે સફરજનનો જૂસ સૌથી બેસ્ટ છે. એમાં પોણા ભાગના પાણીમાં એટલો જ સફરજનનો જૂસ મિક્સ કરો. એ પછી એ મિશ્રણને ૧૫-૨૦ મિનિટ સુધી વાળ પર રહેવા દો. એના પછી શૅમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર વાળ ધોવા જેનાથી ડૅન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK