કયાં કપડાં પર કયાં પગરખાં પહેરશો?

આપણે જેટલું ધ્યાન કપડાંનું રાખીએ છીએ એટલું જ ધ્યાન ફુટવેઅરનું પણ રાખવું જોઈએ, કેમ કે કપડાંની જેમ એ પણ આપણી પર્સનાલિટીનો એક ભાગ છે

corn heel

કોન હીલ્સ



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

તમારો ડ્રેસ કેટલો પણ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી હશે પણ જો તમારાં ફુટવેઅર તમારા ડ્રેસ સાથે મૅચ નહીં થાય તો એ તમારો આખો લુક બગાડી દેશે અને તમે ઑડ મૅન આઉટ જેવા લાગશો. ફુટવેઅર દેખાવમાં જેટલાં સારાં લાગે એટલાં જ સારાં એ કમ્ફર્ટમાં પણ હોવાં જોઈએ. ઘણા લોકો ફુટવેઅર માત્ર શો-ઑફ કરવા માટે લેતા હોય છે જેના લીધે તેમને પાછળથી પસ્તાવું પડે છે. એટલે ફુટવેઅરને પણ એટલા જ ધ્યાનથી અને શાંતિથી પસંદ કરવાં જોઈએ જેટલા ધ્યાનથી અને શાંતિથી કપડાંને પસંદ કરવામાં આવે છે. જો તમે ડેઇલી વેઅર માટે લેતા હો તો તમે કોઈ પણ ફુટવેઅર લઈ શકો છો, પણ જો તમે કોઈ પ્રસંગ માટે સ્પેશ્યલ ફુટવેઅર લેતા હો તો તમારે એ વાત ધ્યાનમાં રાખવી કે તમે કયા દિવસે કયો ડ્રેસ પહેરશો અને એના પર કયાં ફુટવેઅર જશે.


knee high boots

ની-હાઈ બૂટ


આજે આપણે ફૅશન-ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ વિધિ ઠાકર પાસેથી જાણીએ કે કયા ડ્રેસ સાથે કયાં ફુટવેઅર પહેરવાથી તમે સ્માર્ટ દેખાશો.

વેસ્ટર્ન વેઅર

જીન્સ અને શૉર્ટસ : જીન્સ અને ટી-શર્ટ પર સ્નીકર્સ, બૂટ્સ, કિટન હીલ્સ, ફ્લૅટ બેલી, પમ્પ્સ, ઍન્કલ બૂટ્સ, ઍન્કલ સ્ટ્રૅપ હીલ્સ, વેજિસ હીલ્સ, વિવિધ પ્રકારની મોજડીઓ જે આગળથી પૉઇન્ટેડ હોય છે એ તમને સ્પોર્ટી સાથે સ્માર્ટ લુક આપે છે. જો તમે શૉર્ટસ પહેરી હોય તો તમે ઍન્કલ સુધીનાં શૂઝ પહેરી શકો છો. એ સાથે રોમન શૂઝ પણ સારાં લાગે છે.

ગાઉન અને સ્કર્ટ :
ગાઉનમાં તમારી પાસે ફુટવેઅરમાં વરાઇટી ઓછી નથી. તમે પૉઇન્ટેડ ટો પમ્પ્સ, પેન્સિલ હીલ્સ, વેસ્ટર્ન મોજડી, પમ્પ હીલ્સ, રાઉન્ડ ટો પમ્પ, ઍન્કલ સ્ટ્રૅપ હીલ્સ, વેજિસ, કોન હીલ્સ પહેરી શકો છો. ફ્લૅટ ફૉર્મ જેવી જાડી હીલ્સ તમે શૉર્ટ સ્કર્ટ સાથે પહેરી શકો છો. એ સિવાય લૉન્ગ બૂટ, ની હાઇ બૂટ બેલી, જેલી, મૉકસિન પહેરી શકો છો. લૉન્ગ સ્કર્ટમાં ટી-સ્ટ્રૅપ, વેજિસ, ચંકી હીલ્સ, ઍન્કલ સ્ટ્રૅપ, પીપ-ટો, પમ્પ હીલ્સ, સ્ટિલેટો, સ્કાર્પિન પણ પહેરી શકાય છે.

ટ્રેડિશનલ વેઅર

સાડીમાં તમે સ્ટિલેટો, હીલ્સવાળાં કોલ્હાપુરી, પીપ-ટો હીલ્સ, વેજિસ, પમ્પ હીલ્સ વગેરે પહેરી શકો છો. તમે જ્યારે પણ સાડી પહેરો ત્યારે તમે જે ફુટવેઅર પહેરવાના છો એ પહેરીને સાડી પહેરવી જેથી તમે એ પ્રમાણે સાડી નીચે પહેરવી કે ઉપર એ જાણી શકો. પૉસિબલ હોય તો સાડી સાથે હીલ્સ પહેરો જેથી સ્માર્ટ લુક મળે અને સાડી નીચેથી ખરાબ પણ ન થાય. જ્યારે પણ સાડીના હિસાબે ફુટવેઅર ખરીદો ત્યારે સાડીના કલરના હિસાબે નહીં પણ સાડીની થીમના હિસાબે પસંદ કરો. જેમ કે તમારી સાડી બ્લૅક અને સિલ્વર બૉર્ડરવાળી હોય તો ફુટવેઅર બ્લૅક નહીં પણ સિલ્વર કલરનાં ખરીદો જે તમને સ્માર્ટ લુક આપશે. લગ્ન માટે જ્યારે ચંપલની ખરીદી કરો ત્યારે ડાયમન્ડ, કૉપર, સિલ્વર ચંપલ પર જ પસંદગી ઉતારો કેમ કે આવાં ચંપલ લગ્નમાં બહુ સારાં લાગે છે. માત્ર દુલ્હન નહીં પણ બીજા બધાએ પણ લગ્નમાં આવાં ચંપલ પહેરવાં જોઈએ. પંજાબી ડ્રેસમાં તમે કોલ્હાપુરી, મોજડી કે કોઈ પણ હીલ્સ પહેરી શકો છો. ઑફિસમાં આગળથી બંધ હોય એવી મોજડી અને સૅન્ડલ, પમ્પ્સ, લેધર લોફર્સ, ઑક્સફર્ડ, હાઈ અપ બ્લૉક હીલ્સ તમે પહેરી શકો છો.

ફુટવેઅરની સંભાળ રાખવાની ટિપ્સ

તમે જ્યારે-જ્યારે ફુટવેઅર પહેરો ત્યારે એને પહેરતા સમયે અને પર્હેયા પછી સાફ કરીને મૂકો. કેમ કે જો તમે સાફ નહીં કરો તો ફુટવેઅરમાં બકલ્સ, બો વગેરે જેવી વસ્તુઓ હોય છે એના કારણે વધારે ધૂળ અને માટી જમા થાય છે. એથી તમારાં ફુટવેઅર જૂનાં લાગશે અને એની લાઇફ પણ ઓછી થઈ જશે.

ફુટવેઅરને તડકામાં વધારે સમય માટે ન રાખવાં, કેમ કે વધારે સમય રાખશો તો એ ખરાબ થઈ જશે.

બની શકે તો નવાં ફુટવેઅરને બહુ સમય સુધી રાખી ન મૂકો, કેમ કે એ ખરાબ થઈ જશે. જ્યારે પહેરવાનાં હોય એ જ સમયે ફુટવેઅર લો.

જો તમે નવી હીલ્સ લીધી હોય તો પડી જવાની શક્યતા વધારે હોય છે એટલે એના સોલ પર સૅન્ડપેપર ઘસો જેથી તમને ચાલવામાં ગ્રિપ મળી રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK