રાતની પાંચ મિનિટ તમારી સ્કિન માટે બહુ મહત્વની છે

જો એ પાંચ મિનિટ તમે નહીં કાઢો તો આગળ જતાં તમારી સ્કિનને નુકસાન પહોંચી શકે છે

baby skin care

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

સવારે ઊઠતાં જ આપણે સ્કિનની દેખભાળ માટે ઘણા ચિંતિત થઈ જઈએ છીએ, પણ ક્યારેય આપણે એ વિચાર્યું છે કે સવાર કરતાં આપણી સ્કિનને રાત્રે દેખભાળની બહુ જરૂર છે? કેમ કે આપણે આખો દિવસ બહાર હોઈએ છીએ ત્યારે આપણી સ્કિનમાં ઘણી ધૂળ અને કચરો જમા થઈ જાય છે. આખા દિવસમાં લાગેલો આ ધૂળ અને કચરો જો સાફ કરવામાં ન આવે તો આપણી સ્કિનને નુકસાન પહોંચી શકે છે. એટલે રાત્રે પણ આપણી સ્કિનને સંભાળની બહુ જરૂર છે. તો આવો જાણીએ એક્સપર્ટ પાસેથી કે કઈ રીતે આપણે સ્કિનની સંભાળ રાખી શકીએ.

રાત્રે કેમ જરૂરી છે?

આપણને બધાને એમ લાગે છે કે સવારે તો ઘરની બહાર જવાનું છે, લોકોને મળવાનું છે એટલે સ્કિનની દેખભાળ જરૂરી છે; પણ રાત્રે ક્યાં ઘરની બહાર નીકળવાનું છે કે સ્કિનની દેખભાળની જરૂરત હોય? પણ ના, સ્કિનને સવારે જેટલી દેખભાળની જરૂરત છે એના કરતાં વધારે દેખભાળ રાત્રે જરૂરી છે. આનું કારણ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ નિકિતા પટેલ કહે છે, ‘એક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે આ આઠ કલાકનો સમય બેસ્ટ છે સ્કિનને રિપેર કરવાનો. રાત્રે સ્કિન નૅચરલી રિપેર થાય છે એટલે તમે નાઇટમાં જે પ્રોડક્ટ લગાવો એ સ્કિન રિપેર કરવામાં મદદ કરે છે અને વધારે સારી રીતે થાય છે. બીજું, રાત્રે સ્કિન કોઈ પણ પ્રોડક્ટને સવાર કરતાં વધારે ઍબ્સૉર્બ કરે છે. મૉર્નિંગમાં જે પ્રોડક્ટ લગાવો એ માત્ર તમારી સ્કિનને પ્રોટેક્ટ કરે છે, પણ રાત્રે જે પ્રોડક્ટ લગાવો છો એ તમારી સ્કિનને રિપેર કરે છે. આખા દિવસમાં રાત્રે તમારી માત્ર પાંચ મિનિટ સ્કિન માટે આપવાની છે. એ પાંચ મિનિટ તમારી સ્કિનનું જીવન લાંબું કરે છે.’

સંભાળ

આપણને જેમ આખા દિવસમાં કામ કરીને થાકી જવાથી બીજા દિવસની સ્ફૂર્તિ માટે આરામની જરૂર છે એમ સ્કિનને પણ છે. આપણી સ્કિન આખા દિવસમાં ઘણું સહન કરે છે. ધૂળ, માટી વગેરે આપણી સ્કિન પર જમા થાય છે અને એ આપણી સ્કિનને ડૅમેજ કરે છે. એટલે રાત્રે સ્કિનની સંભાળ રાખવી બહુ જરૂરી છે, કેમ કે એને આપણે બીજા દિવસ માટે તૈયાર કરવાની છે. સ્કિનની સંભાળ કઈ રીતે રાખવી એ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ પ્રજ્ઞા જોશી કહે છે, ‘સ્કિનની સંભાળ માટે મૉઇસ્ચરાઇઝર બહુ જરૂરી છે. ઑઇલ-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર કરતાં વૉટર-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર લગાવો. એ પછી જેની ઉંમર પચીસ વર્ષથી ઉપર હોય તેમણે ઍન્ટિ-એજિંગ ક્રીમ લગાવવી. આ ક્રીમ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના હિસાબે લગાવવી. ઍન્ટિ-એજિંગ ક્રીમ નાઇટમાં જ વાપરવામાં આવે છે. મૉઇસ્ચરાઇઝર લગાવ્યા પછી એક કલાક પછી

ઍન્ટિ-એજિંગ ક્રીમ તમે લગાવી શકો. એ સિવાય જેને પિમ્પલ, પિગ્મેન્ટેશન જેવા કોઈ સ્કિન-પ્રૉબ્લેમ હોય તેઓ એ પ્રૉબ્લેમના હિસાબે ક્રીમ લગાવી શકે છે. તમે જ્યારે પણ મોઢું ધુઓ તો સાબુથી ન ધુઓ. માત્ર ફેસવૉશથી જ ધોવું. સાબુથી તમારી સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે.’

ઘરગથ્થુ ઉપાય

આપણે જેમ સવારે સ્કિનની દેખભાળ માટે ઘરગથ્થુ ઉપાય કરીએ છીએ એમ રાત્રે પણ તમે ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. એ વિશે જણાવતાં ડૉ. નિકિતા પટેલ કહે છે...

જેને પિમ્પલ હોય તેણે હળદર અને ચંદનની પેસ્ટ બનાવીને જ્યાં પિમ્પલ થયા હોય ત્યાં લગાવવું અને વીસ મિનિટ પછી ધોઈ નાખવું.

જેને સ્કિન પર પૅચિસ થયા હોય તેણે બટાટાની કાતરી કાપીને મૂૂકવી. મૉઇસ્ચરાઇઝર તરીકે તમે બદામનું તેલ અથવા ઑલિવ ઑઇલ પણ વાપરી શકો છો.

સ્કિનને અઠવાડિયામાં એક વાર ડીપ ક્લેન્ઝરની જરૂર હોય છે. એ માટે ઓટ્સમાં લીંબુનો રસ નાખીને એમાં જરાક પાણી મિક્સ કરીને ફેસ પર સ્ક્રબની જેમ ઘસો.

એ પછી ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી મોઢું ધોઈ લો. આમ અઠવાડિયામાં એક-બે વાર કરવું.

અવાકાડોના પલ્પમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. એ પછી વીસ મિનિટ પછી મોઢું ધોઈ નાખો. આ તમને ઍન્ટિ-એજિંગમાં મદદ કરશે. આને અઠવાડિયામાં એક વાર લગાવવું.

હેલ્ધી સ્કિન માટે પપૈયાનો પલ્પ અને મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટ સુકાય પછી ધોઈ નાખો.

સાઇડ-ઇફેક્ટ

રાત્રે સ્કિનની સંભાળ લેવામાં ન આવે તો આગળ જતાં એની સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. એમાં સૌથી મોટો અને મહત્વનો છે એજિંગનો પ્રૉબ્લેમ જે જલદી આવે છે. સ્કિનની દેખભાળ ન રાખતાં તમારી સ્કિન પર રિન્કલ આવે છે. એ સિવાય સ્કિન પર પિમ્પલ આવવાના ચાન્સિસ પણ વધારે છે. તમારી સ્કિન ડાર્ક થઈ જાય છે. એ સાથે તમારી સ્કિનની સેન્સિટિવિટી વધી જાય છે. જો તમને કોઈ વસ્તુની ઍલર્જી હોય તો એ ઍલર્જી ધીરે-ધીરે વધી જાય છે. સ્કિન વધારે ડલ થતી જાય છે.

એક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે આ આઠ કલાકનો સમય બેસ્ટ છે સ્કિનને રિપેર કરવાનો. રાત્રે સ્કિન નૅચરલી રિપેર થાય છે. એટલે તમે નાઇટમાં જે પણ પ્રોડક્ટ લગાવો એ સ્કિન રિપેર કરવામાં મદદ કરે છે અને વધારે સારી રીતે થાય છે. બીજું, રાત્રે સ્કિન કોઈ પણ પ્રોડક્ટને સવાર કરતાં વધારે ઍબ્સૉર્બ કરે છે.- ડર્મેટોલૉજિસ્ટ નિકિતા પટેલ

સ્કિનની સંભાળ માટે મૉઇસ્ચરાઇઝર બહુ જરૂરી છે. ઑઇલ-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર કરતાં વૉટર-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર લગાવો. એ પછી જેની ઉંમર પચીસ વર્ષથી ઉપર હોય તેમણે ઍન્ટિ-એજિંગ ક્રીમ લગાવવી. - ડર્મેટોલૉજિસ્ટ પ્રજ્ઞા જોશી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK