માત્ર બાહ્ય જ નહીં, આંતરિક સૌંદર્યમાં પણ યુવાનીને ટકાવી રાખવા માટેની સારવાર સ્ત્રીઓમાં બની રહી છે પૉપ્યુલર

જાતીય અંગોને યુવાન રાખવાનો દાવો કરતી વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ શું છે તેમ જ એ કેટલી અસરકારક છે એ જાણીએ

ladies specialલેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા


બાહ્ય સુંદરતાને ટકાવી રાખવાના સ્ત્રીઓના પ્રયાસોને નજરમાં રાખી ઍન્ટિએજિંગ ક્રીમથી લઈ કૉસ્મેટિક સર્જરી સુધીના ઑપ્શન ખૂલ્યા છે એ જ રીતે હવે શરીરના પ્રાઇવેટ પાર્ટને સદા યુવાન રાખતી વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ સ્ત્રીઓમાં પૉપ્યુલર બની છે. કુદરતી રીતે બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીની યોનિના આકારમાં જોવા મળતા પરિવર્તનને કારણે જાતીય જીવન પર અસર પડી હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. સ્ત્રીઓની આ સમસ્યાનો ઉકેલ વિજ્ઞાને શોધી કાઢ્યો છે. વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ દ્વારા યોનિની સજ્જડતા અને આકારને એના મૂળ સ્વરૂપમાં લાવી કાર્યશીલતામાં વધારો કરી શકાય છે.

બાહ્ય સુંદરતાની સાથે આંતરિક સુંદરતા માટે સ્ત્રીઓની સભાનતા જોતાં આ ફેમિલિફ્ટ સારવારમાં છેલ્લા દાયકામાં નવો જ વળાંક આવ્યો છે. વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટનો બ્યુટી અને સ્વાસ્થ્ય સાથે સંબંધ છે. આંતરિક સૌંદર્યને ટકાવી રાખવાનો દાવો કરતી આ સારવાર પ્રત્યે સ્ત્રીઓનો ઝુકાવ વધતાં કૉસ્મેટિક માર્કેટમાં વિવિધ ઉપકરણો આવી ગયાં છે. વિદેશમાં તો માતા બન્યા બાદ આંતરિક સૌંદર્યને બરકરાર રાખવા આ સારવાર લેનારી સ્ત્રીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ મંત્રાલયે વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ જોખમી હોવાનું શોધી કાઢ્યું હતું. આ ટ્રીટમેન્ટમાં વપરાતાં ઉપકરણો અને લેઝર-પ્રક્રિયાથી સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ભયંકર નુકસાન થવાની સંભાવના છે એવું તારણ નીકYયું છે. શું છે આ વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ? ભારતમાં કેટલી પૉપ્યુલર છે તેમ જ એના ફાયદા અને આડઅસર વિશે જાણીએ.

ભારતમાં પણ આ સારવાર તરફ ધીમે-ધીમે મહિલાઓનો ઝુકાવ વધી રહ્યો છે એમ જણાવતાં જુહુનાં ગાયનેકોલૉજિસ્ટ ઍન્ડ વલ્વોવજાઇનલ સર્જરી એક્સપર્ટ ડૉ. સેજલ અજમેરા દેસાઈ કહે છે, ‘વજાઇનલ રિજુવિનેશન એક બ્રૉડ ટર્મ છે જેમાં ઘણીબધી સારવારનો સમાવેશ થાય છે. પેશન્ટના સેક્સ્યુઅલ રિલેશનને ઇમ્પþૂવ કરવા માટે આ સારવાર શ્રેષ્ઠ છે જ અને સાથે યુરિનને લગતી સમસ્યાઓમાં પણ આ સારવાર અસરકારક સાબિત થાય છે. આપણા દેશમાં નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટ વધારે પૉપ્યુલર છે. લેઝર અથવા

રેડિયો-ફ્રીક્વન્સી દ્વારા કરવામાં આવતી આ સારવાર બાદ વજાઇનલ નવ્ર્સમાં ઉત્તેજના અનુભવાય છે, જેના કારણે સહવાસ દરમ્યાન પરાકાષ્ઠાનો અનુભવ થાય છે. માત્ર નૉર્મલ ડિલિવરીના કારણે જ નીચેનો ભાગ લૂઝ થઈ જાય છે એવું નથી. વજાઇના લૂઝ થવાનાં બીજાં પણ અનેક કારણો છે. ગર્ભાવસ્થા દરમ્યાન હૉર્મોનની ઊથલપાથલના કારણે વજાઇનાની કાર્યક્ષમતા ઘટી જાય છે. ઘણી વાર આસપાસની ત્વચા ડાર્ક થઈ જાય છે તેમ જ અંદરના હોઠ બહાર આવી જાય છે. આવા કેસમાં લિબિયોપ્લાસ્ટી સારવાર શ્રેષ્ઠ વિકલ્પ છે. કેટલાક કેસમાં જિનેટિક સમસ્યા પણ જોવા મળે છે. વજાઇનલ રિજુવિનેશનની સારવારમાં સ્કિનના ટેક્સ્ચરને ઇમ્પ્રુવ કરવાનો ઑપ્શન પણ છે. મેનોપૉઝ દરમ્યાન નીચેના ભાગમાં ડ્રાયનેસ જોવા મળે છે અને ખંજવાળ આવે છે. ખંજવાળના લીધે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. યુરિનરી ઇન્ફેક્શનમાં યુરિન પર કન્ટ્રોલ રહેતો નથી. આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહેલી મહિલાઓ સેક્સ કરવાનું ટાળે છે. જાતીય જીવન તેમના માટે પીડાદાયક બની જાય છે.

રેડિયો-ફ્રીક્વન્સી દ્વારા કૉલેજન ટાઇપ-વન પ્રોટીનને રીસ્ટોર કરવામાં આવે છે અને ફરીથી લુબ્રિકેશન અનુભવાય છે.’ સ્વાસ્થ્યની અને હેલ્ધી લાઇફ-સ્ટાઇલની વાત આવે ત્યારે આપણે માત્ર ત્રણ જ બાબતને ગંભીરતાથી લઈએ છીએ એવો અભિપ્રાય આપતાં ડૉ. સેજલ કહે છે, ‘હેલ્ધી લાઇફ-સ્ટાઇલ એટલે બૅલૅન્સ્ડ ડાયટ, એક્સરસાઇઝ અને પ્રૉપર સ્લીપ આ ત્રણ વાત જ આપણે યાદ રાખીએ છીએ. હવે એમાં ઇન્ટરનલ બ્યુટીનો ઉમેરો કરવો જોઈએ. જો જાતીય જીવન સારું રહેશે તો અનેક રોગથી બચી શકાશે. તમે દેખાવમાં સ્વસ્થ હો પણ જાતીય જીવનમાં રોમાંચ ન હોય તો ડિપ્રેશનમાં રહેવાના જ. શારીરિક સંબંધો હેલ્ધી લાઇફ-સ્ટાઇલનો જ એક ભાગ છે. આપણા હૅપી હૉર્મોનને ઍક્ટિવેટ કરવાની પણ એટલી જ જરૂર છે. વજાઇનલ ટાઇટનેસને લંચ કૅર સારવાર કહી શકાય.

માત્ર વીસ મિનટિના લંચ-ટાઇમમાં તમે રેડિયો-ફ્રીક્વન્સી સારવાર લઈ ફરીથી કામે વળગી શકો છો. મહિનામાં એક વાર એવી ત્રણ સિટિંગ પૂરતી છે. ત્યાર બાદ વર્ષમાં એક વાર આ સારવાર લેવી જોઈએ. રેડિયો-ફ્રીક્વન્સી કરાવી હોય એ જ દિવસે ઇચ્છો તો સહવાસનો આનંદ લઈ પણ શકાય છે, જ્યારે લેઝર-ટ્રીટમેન્ટમાં સાત દિવસ સમાગમથી દૂર રહેવાની સલાહ છે.’

વિદેશની જેમ હવે આપણા દેશની મહિલાઓ પણ પોતાની ઇન્ટરનલ બ્યુટીને જાળવવા વજાઇનલ રિજુવિનેશન ટ્રીટમેન્ટ કરાવતી થઈ છે એમ જણાવતાં સાંતાક્રુઝના કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. વિરલ દેસાઈ કહે છે, ‘જેમ-જેમ ઉંમર વધે એમ ચહેરા પર કરચલી દેખાય છે એ જ રીતે શરીરનાં અન્ય અંગોની ત્વચા પણ ઢીલી પડે છે. એમાંય વજાઇનલ લૂઝ થવાની પ્રક્રિયા તો પ્રથમ બાળકના જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. બાળકના જન્મ બાદ વજાઇનલ વલ્વા પહોળું થઈ જતાં પાર્ટનરને સેક્સમાં પહેલાં જેવો આનંદ મળતો નથી. આ સારવાર બાદ ખોવાયેલો આનંદ પાછો મેળવી શકાય છે. વજાઇનલ ટ્રીટમેન્ટ ઘણીબધી રીતે થાય છે. સર્જિકલ અને નૉન-સર્જિકલ બે મુખ્ય ભાગ કહી શકાય. સર્જિકલમાં વજાઇનલ ટાઇટનિંગ, વજાઇનોપ્લાસ્ટી, હાઇમેનોપ્લાસ્ટી, લિબિયોપ્લાસ્ટી એમ વિવિધ પ્રકાર છે. જોકે સમસ્યા વધારે ગંભીર હોય તો જ શાસ્ત્રક્રિયા કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે મલ્ટિપલ નૉર્મલ ડિલિવરી એટલે કે જેટલાં વધારે બાળકોને જન્મ આપો સમસ્યા પણ એટલી વધુ ગંભીર હોય. મુંબઈ જેવી સિટીમાં એક બાળકની પ્રથા હવે નવાઈની વાત નથી રહી. પ્રથમ બાળકના જન્મ બાદ થોડા જ સમયમાં જો સારવાર કરાવવામાં આવે તો શાસ્ત્રક્રિયાને ટાળી શકાય છે.’

નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટ વિશે માહિતી આપતાં ડૉ. વિરલ દેસાઈ કહે છે, ‘નૉન-સર્જિકલમાં રેડિયો-ફ્રીક્વન્સી અથવા લેઝર પદ્ધતિથી સારવાર થાય છે, જેમાં વજાઇનલ વલ્વા અને કૉલેજનને ટાઇટ કરવામાં આવે છે. આ સારવાર જેટલી જલદી કરાવો એટલી અસરકારક બને. વાસ્તવમાં વજાઇનલ રિજુવિનેશનની કોઈ પણ સારવારનો નર્ણિય વહેલાસર લેવામાં આવે તો સંતોષકારક પરિણામ આવે. ત્વચા એકદમ જ ઢીલી પડી ગયા બાદ તમે સારવાર કરાવો તો જોઈએ એવી બ્યુટી ન મેળવી શકો. સામાન્ય રીતે ત્રણથી પાંચ સિટિંગમાં જ ટાઇટનેસ મેળવી શકાય છે. બે સિટિંગ વચ્ચે છ અઠવાડિયાંનું અંતર રાખવામાં આવે છે. આ સારવારમાં દવાઓ લેવાની જરૂર પડતી નથી અને એની કોઈ આડઅસર પણ થતી નથી. સારવાર દરમ્યાન પણ સહવાસનો આનંદ લઈ શકાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે વજાઇનાને લગતી ઉપરોક્ત તમામ સારવારનો બ્યુટી અને જાતીય જીવન સાથે સીધો સંબંધ છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સાથે એને કોઈ લેવાદેવા નથી.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK